Get The App

બ્રેઈલ લિપિની આસપાસ .

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
બ્રેઈલ લિપિની આસપાસ                                . 1 - image

અંધજનો માટેની અથવા ઉપસેલા અક્ષરોની લિપિનો ખ્યાલ ઈ.સ. ૧૫૧૭ જેટલો જૂનો છે. ફ્રાન્સના વેલેન્ટાઈન હાવે નામના એક નાગરિકે ઈ.સ. ૧૭૮૪માં ઊપસેલા અક્ષરોનો પ્રયોગ કરેલો. ઈ.સ. ૧૮૧૯માં નેપોલિયનના એક લશ્કરના અધિકારી કેપ્ટન ચાર્લ્સ બારબિયરે સેનાના ગુપ્ત સંદેશા મોકલવા ૧૨ ઊપસાવેલા બિંદુઓનો પ્રયોગ કરેલો. ૧૮૨૯માં લુઈ બ્રેઇલે આ બિંદુઓને ૬ ઊપસેલા બિંદુઓમાં પરિવર્તિત કરી નાખ્યા. જે જગતમાં પાછળથી બ્રેઇલ-લિપિને નામે જ ઓળખાવા લાગ્યા.

૧૯૩૨થી સમગ્ર વિશ્વે પ્રજ્ઞાચક્ષુઓના ઉપયોગ માટે બ્રેઇલ લિપિનો સ્વીકાર કરેલો છે. ઈ.સ. ૧૯૫૧માં ભારતીય બ્રેઇલ લિપિને  સત્તાવાર માન્યતા મળી. ભારતમાં બ્રેઇલ સાહિત્યના મુદ્રણ માટે દહેરાદૂનમાં એક સેન્ટ્રલ ''બ્રેઇલ-પ્રેસ''ની સ્થાપના કરવામાં આવેલી છે. આ પ્રેસ ભારતની દસ ભાષાઓમાં બ્રેઇલ લિપિમાં છપાયેલા પુસ્તકો પ્રગટ કરે છે. ભારતના પ્રથમ બ્રેઇલ-સંપાદક બનવાનું સૌભાગ્ય ઠાકુર વિશ્વનારાયણ સિંહને મળેલું. જેઓ ભારતીય બ્રેઇલ-સાહિત્ય અને પત્રકારત્વના પિતા મનાય છે. ભારતમાં એક કરોડથી પણ વધુ અંધજનો હોવાનો અંદાજ છે.