Get The App

પ્રાચીન ભારતની રમતો આજે પણ લોકપ્રિય

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
પ્રાચીન ભારતની રમતો આજે પણ લોકપ્રિય 1 - image

૧) કબડ્ડી : બે ટૂકડી વચ્ચે રખાતી હૂતૂતૂતૂ કે કબડ્ડી ભારતમાં ઇ.સ.પૂર્વે ૧૫૦૦ના સમયમાં શોધાયેલી. કબડ્ડી આજે પણ લોકપ્રિય છે. વિશ્વના ઘણા દેશોમાં રમાય છે અને સ્પર્ધાઓ પણ યોજાય છે.

૨) લાઠી દાવ : લાઠી દાવ ભારતની પ્રાચીન અને આગવી રમત છે. સંરક્ષણ માટે ઉપયોગી છે. ઘણા દેશોએ તેને વ્યાયામ તરીકે સ્વીકારી છે. વિવિધ પ્રકારે લાઠી ફેરવવાની કળા જોવા જેવી છે. ૧૮ મી સદીમાં યુરોપના દેશોમાં આ રમત લોકપ્રિય બનેલી.

૩) ચોપાટ : ચાર પટ્ટા અને ચાર ચાર સોગઠા વડે પાસા  ફેંકીને રમાતી ચોપાટ ભારતની પ્રાચીન રમત છે. ઇન્ડોર ગેમ છે. રાજા મહારાજાઓમાં પ્રિય હતી. ભારતમાં તેને 'પચ્ચીસી' પણ કહેતાં. બ્રિટીશરો પણ તેનાં શોખીન હતા. ઇંગ્લેન્ડમાં આ રમત 'લૂડો' તરીકે જાણીતી છે.

૪) બાવન પત્તાંનો ગંજીફો : બાવન પત્તાંની શોધ ભારતમાં થયેલી. વિશ્વભરમાં તે જુદી જુદી રીતે રમાય છે. તેમાં બ્રીજ વિશ્વભરમાં લોકપ્રિય છે. જુગારનું માધ્યમ હોવાથી ઘણાંને આ રમત પ્રત્યે અણગમો હોય છે.

૫) સાપ અને સીડી : સાપ અને સીડી જાણીતી ઘરમાં બેસીને રમી શકાય તેવી રમત છે. બાળકોમાં બુધ્ધિચાતુર્ય વધારે તેવી આ રમત ભારતમાં શોધાયેલી. આ નૈતિક મૂલ્યો શિખવનારી રમત છે. તેને મોક્ષપથ કે પરમપદ સોપાન કહેતાં. ઇ.સ. ૧૮૯૨માં તે યુરોપમાં ગઈ અને વિશ્વપ્રસિધ્ધ બની છે.