ભારતની પ્રાચીન સ્વાસ્થ્યપ્રદ રમતો .
આપણા દેશમાં પ્રાચીન કાળમાં શારીરિક અને માનસિક ક્ષમતા વધે તેવી અનેક રમતો વિકાસ પામી હતી. આનંદ સાથે સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવી આ રમતો આજે પણ પ્રચલિત છે. તેમાંની કેટલીક રમતોની ઓળખ જાણવા જેવી છે.
કબડ્ડી : કબડ્ડી ભારતમાં ઇ.સ. પૂર્વે ૧૫૦૦ના ગાળામાં શરૂ થયેલી. બે ટુકડી વચ્ચે રમાતી આ રમતને હૂતૂતૂ તરીકે પણ જાણીતી છે. તેમાં એક જ શ્વાસે કબડ્ડી કબડ્ડી બોલીને સામા પક્ષની મર્યાદા રેખામાં પ્રવેશવાનું હોય છે. શાારીરિક કૌશલ્ય ઉપરાંત શ્વસનતંત્રને પણ તંદુરસ્ત રાખતી આ રમત આજે પણ લોકપ્રિય છે અને વિશ્વકક્ષાએ તેની સ્પર્ધાઓ યોજાય છે.
લાઠી દાવ : બે હાથ વડે લાઠી ઘૂમાવવાનું કૌશલ્ય ભારતની આગવી રમત છે. સ્વબચાવ માટે ઉપયોગી એવી આ રમત વિશ્વના દેશોએ વ્યાયામ તરીકે સ્વીકારી છે. બ્રિટીશરોમાં આ રમત લોકપ્રિય બની હતી.
બાવન પત્તાં કે ગંજીફો : બાવન પત્તાનો ગંજીફો ભારતની પ્રાચીન શોધ છે. તેમાં ફૂલ્લી, ચોકડી, લાલ અનેકાળીના ચાર પાનાની પેટર્નથી ૧૩ જાતના કુલ બાવન પાનાં હોય છે. આ રમતમાં વિશ્વભરમાં વિવિધરૂપે રમાય છે.