એક અદ્ભૂત વૃક્ષ : નીલગીરી
વ નસ્પતિ જગતમાં ઘણા સૌથી મોટા, સૌથી નાના વગેરે જાણીતા છે પરંતુ યુકેલિટપ્ટસ કે નીલગીરીનું વૃક્ષ અજાયબીથી ભરેલું છે. વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના યુકેલિપ્ટસ પાનમાં આ તેલ હોય છે.
યુકેલિપ્ટસ બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના યુકેલિપ્ટસ ૯૨ મીટર ઊંચા થાય છે. ફૂલવાળા વૃક્ષોમાં તે સૌથી ઊંચા છે. યુકેલિપ્ટસના વૃક્ષો માઈનસ ૩ ડિગ્રી તાપમાનની તીવ્ર ઠંડી પણ સહન કરી શકે છે.
યુકેલિટરસના પાન ગોળાકાર થાય છે. પાનખરમાં અન્ય વૃક્ષોના પાન ખરી પડે છે. પરંતુ યુકેલિપ્ટસની ડાળીએ ખરી પડે છે. નીલગીરીના જંગલમાં જમીન પર આ ડાળીએ છવાઈ જાય છે. જંગલમાં આગ લાગવામાં નિલગીરીનો મોટો ફાળો છે. તેનું તેલ જ્વલનશીલ હોય છે. એટલે તરત સળગી ઊઠે છે. જો કે નીલગીરીનું થડ ખૂબ જ ગરમી સહન કરી શકે છે. દાવાનળ પછી યુકેલિપ્ટસ ઝડપથી ફરી ઉગે છે. વારંવાર આગનો ભોગ બનતા આ વૃક્ષો આગને કારણે જ ઝડપથી ફેલાય છે. યુકેલિપ્ટસના મૂળમાં ખાસ પ્રકારની ગાંઠો હોય છે. તે આગથી નાશ પામતી નથી. થડમાં પણ ગાંઠો હોય છે. આગ લાગે ત્યારે થડ ફાટે છે અને આ ગાંઠો ઊડીને દૂર સલામત જમીન પર પડીને ફરીથી ઊગે છે. આમ આગ તેનો વંશવેલો વધારવાનું પરિબળ બને છે.
યુકેલિપ્ટસ તેલ ઉપરાંત તેના ગુંદર અને મધ માટે ઉપયોગી છે. તેના ફૂલોમાંથી મધમાખીઓએ બનાવેલું મધ એક દવાઓમાં વપરાય છે.