પક્ષીઓનાં પીંછાંની અદ્ભૂત રચના
મો રપીછ સુંદરતા અને મુદુતાનું પ્રતીક છે. પક્ષીઓના પીછા જોવા અને તેનો સુંવાળો સ્પર્શ સૌને ગમે. પીંછા એ પક્ષીનો અદ્ભૂત અને ઉપયોગી અંગ છે. માણસ અને અન્ય પ્રાણીઓમાં નખ અને વાળ હોય છે તે જ રીતે પક્ષીઓને પીંછા હોય છે. પરંતુ પક્ષીઓના પીંછાની રચના અદ્ભૂત હોય છે. પક્ષીઓને રંગરૂપ આપવા ઉપરાંત પીંછાના ઘણા ઉપયોગ છે.
પીંછા કેરાટીનના બનેલાં હોય છે. પક્ષીઓને ઉડવા માટે અને ઠંડી ગરમી તેમજ અલ્ટ્રવાયોલેટ કિરણોથી રક્ષણ આપવા પીંછા જરૂરી છે. પક્ષીઓના શરીર પર વિવિધ પ્રકારના પીંછા હોય છે.
પીંછાની રચનામાં એક મજબૂત ધરીની બંને સુંવાળા રેસાની કતાર હોય છે. આ રેસા મુલાયમ હોવા છતાંય ધરીની બંને તરફ સમાંતર આકાર જળવાયેલી રહે છે. મુખ્ય ધરીનું મૂળ પક્ષીના શરીર સાથે જોડાયેલું હોય છે. પાંખો અને પૂછડીના છેડા મજબૂત હોય છે. પરંતુ છેડે નરમ અને સુંવાળા પીંછા હોય છે. આંખની અંદરની સપાટી પર નાના પીંછાની સમાંતર કતાર હોય છે. પક્ષીના શરીરની સપાટી પર પ્રથમ ઝીણા પીંછાનું આવરણ હોય છે. તે તેને ઠંડી ગરમીથી રક્ષણ આપે છે. પૂંછડી બે કે વધુ લાંબા પીંછાની બનેલી હોય છે.
પીંછાના તાંતણ એકદમ ગોળાકાર નહીં પણ ખૂણાવાળા હોય છે. પીંછા રંગીન દેખાય પરંતુ તેમાં રંગ હોતો નથી. તેમાં કોશોની ગોઠવણી એવી હોય છે કે તે ચોક્કસ રંગનું જ પરાવર્તન કરે અને તે આપણને દેખાય છે.