એમેઝોન નદીનાં અદ્ભૂત વર્ષાજંગલ
એમેઝોનનાં ઊંડાં જંગલોમાં ચાર લાખની વસ્તી ધરાવતું શહેર ઇક્વીટોસ આવેલું છે. એમેઝોનનાં જંગલોમાં જવાનો તે એકમાત્ર માર્ગ છે.
એમેઝોનનાં જંગલોમાં ૪૦ હજાર જાતની વનસ્પતિ, ૨૨૦૦ જાતની માછલી, ૧૨૦૦ જાતનાં પક્ષીઓ, ૪૨૦ જાતનાં સસ્તન પ્રાણીઓ અને ૩૭૦ જાતના સરિસૃપ્રો છે.
એમેઝોન નદીમાં વિશ્વની કોઇ પણ નદી કરતાં પાંચ ગણો પાણીનો પ્રવાહ વહે છે.
બ્રાઝિલમાં એમેઝોન નદીની નીચે પેટાળમાં ૪ કિલોમીટરની ઊંડાઇએ પણ નદી વહે છે.
એમેઝોનનાં જંગલોનો મોટા ભાગનો વિસ્તાર બ્રાઝિલ, પેરુ અને કોલંબિયામાં ફેલાયેલો છે.
પુરાણકાળમાં એમેઝોન નદી પૂર્વથી પશ્ચિમમાં વહેતી હતી આજે પશ્ચિમથી પૂર્વમાં વહે છે.
એમેઝોન નદી પર એક પણ પુલ નથી.
પૃથ્વી પરના તમામ પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની જાત પૈકી દર દસે એક પ્રજાતિ એમેઝોનનાં જંગલમાં જોવા મળે.
૧૧,૨૦૦ વર્ષ પહેલા માણસજાત એમેઝોનનાં જંગલોમાં વસતી હતી.
એમેઝોન શબ્દ ગ્રીક ભાષાનો છે. તેનો અર્થ થાય છે લડાકુ જાતિની મહિલા. એમેઝોનના આદિવાસી વિસ્તારોમાં સ્ત્રી પણ યુદ્ધ મોરચે લડવા જતી.
એમેઝોન નદીની આસપાસ પંચાવન લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગાઢ જંગલો છવાયેલા છે.
પૃથ્વીના વાતાવરણમાં પેદા થતા ઓક્સિજનનો ૨૦ ટકા જથ્થો એકલા એમેઝોનના જંગલમાંથી મળે છે.