Get The App

આંખ વિશે આ પણ જાણો .

Updated: Jan 10th, 2025

GS TEAM


Google News
Google News
આંખ વિશે આ પણ જાણો                                              . 1 - image


- માણસની આંખો લાખો પ્રકારના રંગ પારખી શકે છે. માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.

- ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખના પોપચાં હોતાં નથી.

- શાહમૃગની આંખ તેના મગજ કરતા મોટી હોય છે.

- ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.

- મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે. 

- કાચિંડાં પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.

- માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.

- બિલાડીની આંખો પર ત્રણ પોપચા હોય છે.

- તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાાનીઓ તેને 'બ્રેનેગ્રે' રંગ કહે છે.

- માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે. માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો તે પણ ૬ મેગાપિક્સલની ગણાય.

Tags :