- ઓક્ટોપસની લગભગ ૩૦૦ જાત છે. કેટલીક ગરમ સમુદ્રમાં રહે છે તો કેટલાક દરિયાના ઊંડા તળિયે રહે છે.
- ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે.
- ઓક્ટોપસને હાડકા હોતા નથી એટલે ગમે તેવી સાંકડી જગ્યામાં પ્રવેશી શકે છે.
ઓક્ટોપસને પોપટની ચાંચ જેવું સખત જડબું હોય છે.
- ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.
- સૌથી મોટું ઓક્ટોપસ પણ ૧૫ કિલો વજનનું હતું અને ૧૪ ફૂટ ઘેરાવો ધરાવતું હતું. તે પેસેફિક મહાસાગરમાં ઘણી ઊંડાઈએ જોવા મળ્યું હતું.
- ઓક્ટોપસ સાંકડી જગ્યામાં સંકોચાઈને, રંગીન પ્રવાહીનો ફૂવારો છોડીને તેમજ રંગ બદલીને સ્વરક્ષણ કરી શકે છે.
- ઓક્ટોપસ સૌથી બુદ્ધિશાળી જળચર હોવાનું કહેવાય છે.


