ઓક્ટોપસ વિશે આ પણ જાણો
ઓક્ટોપસની લગભગ ૩૦૦ જાત છે. કેટલીક ગરમ સમુદ્રમાં રહે છે તો કેટલાક દરિયાના ઊંડા તળિયે રહે છે.
ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે.
ઓક્ટોપસને હાડકા હોતા નથી એટલે ગમે તેવી સાંકડી જગ્યામાં પ્રવેશી શકે છે.
ઓક્ટોપસને પોપટની ચાંચ જેવું સખત જડબું હોય છે.
ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.
સૌથી મોટું ઓક્ટોપસ પણ ૧૫ કિલો વજનનું હતું અને ૧૪ ફૂટ ઘેરાવો ધરાવતું હતું. તે પેસેફિક મહાસાગરમાં ઘણી ઊંડાઈએ જોવા મળ્યું હતું.
ઓક્ટોપસ સાંકડી જગ્યામાં સંકોચાઈને, રંગીન પ્રવાહીનો ફૂવારો છોડીને તેમજ રંગ બદલીને સ્વરક્ષણ કરી શકે છે.
ઓક્ટોપસ સૌથી બુદ્ધિશાળી જળચર હોવાનું કહેવાય છે.