ટાઈટેનિક જહાજ વિશે આ પણ જાણો
Updated: Sep 16th, 2022
- ટાઈટેનિકની લંબાઈ ૮૮૨ ફૂટ અને ઊંચાઇ ૧૭૫ ફૂટ હતી તેનું વજન ૪૬૩૨૮ ટન હતું.
- ટાઈટેનિકમાં ચાર સિલિન્ડર વાળા બે સ્ટીમ એન્જિન હતા.
- ટાઈટેનિક ૪૬૦૦૦ હોર્સ પાવરથી ચાલતી તે વધુમાં વધુ કલાકના ૪૩ કિલોમીટરની ઝડપે ચાલતી. તેમાં એક દિવસમાં ૮૨૫ ટન કોલસો વપરાતો.
- ટાઈટેનિકની વ્હિંસલ ૨૦ કિલોમીટર દૂર સુધી સંભળાતી.
- ટાઈટેનિક તેની પ્રથમ સફરમાં જ ડૂબી ગઈ ત્યારે તેમાં ૨૨૨૪ પ્રવાસી હતા. તેમાંથી ૧૫૧૪ના મૃત્યુ થયેલા અને ૭૧૦ લોકો બચેલા.
- ટાઇટેનિકમાં બચાવ થયેલામાં બે કૂતરા પણ હતા.
- ટાઈટેનિકમાં ૧૩ નવપરણિત યુગલ હતા.
- હિમશિલા સાથે અથડાયા પછી બે કલાક ૪૦ મિનિટે ટાઈટેનિક ડૂબવા લાગેલી.
Gujarat
Magazines