Get The App

લોહી વિશે આ પણ જાણો .

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
લોહી વિશે આ પણ જાણો                               . 1 - image

દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ છે. લોહી  હિમોગ્લોબીન તત્ત્વને કારણે લાલ દેખાય છે. લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને તેને તરતા રાખનાર પ્રવાહી પ્લાઝમા હોય છે. લોહી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.

* શરીરની રક્તવાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહી લાખો  કિલોમીટરનું અંતર કાપે છે.

* માણસના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહીનો છે.

* લોહીમાં રહેલા રક્તકણો ૧૨૦ દિવસ જીવે છે અને તે નાશ પામીને નવા બને છે. આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાઈ ગયેલા હોય છે.

* જુદા જુદા માણસોના લોહીનું બંધારણ જુદંુ જુદું હોય છે. તે અલગ ગ્રુપથી ઓળખાય છે. લોહી અન્ય જરૃરિયાતવાળા દર્દીને આપી શકાય છે.

* લોહીમાં રહેલા શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે.