પ્રાચીન કાળથી ઉપયોગી અને પાલતુ પ્રાણી : ઘોડો
પા લતુ પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી અને ઝડપી પ્રાણી ઘોડો પ્રાચીનકાળથી માણસનો વફાદાર મિત્ર બન્યો છે. ઘોડે સવારી એ એક કૌશલ્ય અને શોખ તરીકે વિકસી છે. વિશ્વભરમાં ઘોડાની અનેક જાત જોવા મળે છે. ઘોડો જાણીતું પ્રાણી છે. તેની કેટલીક વિશેષતાઓ પણ જાણવા જેવી છે.
- ઘોડાનું બચ્ચું જન્મ્યા પછી બે ત્રણ કલાકમાં જ ઉભું થઈ ચાલવા લાગે છે.
- ઘોડાના શરીરમાં ૨૦૫ હાડકાં હોય છે.
- ઘોડા ઉભા ઉભા પણ ઊંઘી શકે છે.
- ઘોડા સામાન્ય રીતે ૪૦ થી ૪૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. કેટલાક પાલતુ ઘોડા ૭૦ થી ૭૫ કિલોમીટરની ઝડપે દોડતા હોવાનું પણ નોંધાયુ છે.
- અન્ય સ્થળપર સસ્તન પ્રાણીઓમાં ઘોડાની આંખ સૌથી મોટી હોય છે.
- ઘોડાની બંને આંખો માથાની બંને તરફ હોય છે. તે ૩૬૦ ડિગ્રીના ખૂણે વિસ્તારને જોઈ શકે છે.
- ઘોડાના દાંત ઘણાં મોટા હોય છે. તેના મગજ કરતાં દાંત અને જડબું મોટાં હોય છે.
- વિશ્વનો સૌથી ઊંચો ઘોડો ૨૧ હાથ લગભગ ૮૫ ઇંચ ઉંચો હતો.
- ૧૭મી સદીથી ઘોડાનો સૈન્ય અને પોલીસદળમાં ઉપયોગ થાય છે.