Get The App

સૂર્યમાળામાં લઘુગ્રહોનો અનોખો સમૂહ એસ્ટ્રોઈડ બેલ્ટ

Updated: May 27th, 2022

GS TEAM

Google News
Google News
સૂર્યમાળામાં લઘુગ્રહોનો અનોખો સમૂહ એસ્ટ્રોઈડ બેલ્ટ 1 - image

સૂ ર્યમાળામાં પૃથ્વી સહિતના આઠ ગ્રહ એકલા જ પ્રદક્ષિણા કરે છે. આ બધા ગ્રહો મોટા કદના હોવાથી તેમના વજન અને કદ અનુસાર વિવિધ ભ્રમણકક્ષામાં ગોઠવાયા છે. પરંતુ સૂર્યમાળાની ઉત્પતિ વખતે આ મોટા ગ્રહોની સાથે સાથે નાના મોટા ખડકો પણ છૂટા પડેલા. આ બધા પથ્થર જેવા વિવિધ આકારના ખડકો એક સાથે સમૂહમાં રહી સૂર્યની પ્રદક્ષિણા કરવા લાગ્યા. સૂર્યમાળામાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પછી આ લઘુગ્રહોનો સમૂહ પટ્ટાના આકારમાં રહી પ્રદક્ષિણા કરે છે. આ પટ્ટા પછી ગુરુ, નેપ્ચ્યૂન વિગેરે ગ્રહો આવે છે. લઘુગ્રહોના આ સમૂહને એસ્ટીરોઈડ બેલ્ટ કહે છે અને તે સૂર્યમાળાના ગ્રહોના બાહ્ય અને આંતરિક એમ બે ભાગ પાડે છે.

જર્મનીના ડેનિયલ ટેરિયલ નામના ખગોળશાસ્ત્રીએ ઇ.સ.૧૭૦૦માં આ લઘુગ્રહોના પટ્ટાની શોધ કરેલી. એસ્ટીરોઈડ બેલ્ટમાં ઘૂમતા લઘુગ્રહો કેટલાક માત્ર એકાદ ફરતા ટૂકડા છે તો કેટલાક એક હજાર કિલોમીટરના કદના છે. તેમના આકાર પણ અનિયમિત છે. આ બધા લઘુગ્રહો સખત પથ્થર જેવા ખડકો છે. ફરતાં ફરતાં એકબીજા સાથે અથડાઈને નાના ટૂકડા પણ થઈ જાય છે. ખગોળશાસ્ત્રીઓએ આ બેલ્ટમાંથી લગભગ ૩૦૦ જેટલા મોટા લઘુગ્રહોનો અભ્યાસ કર્યો છે. આ પટ્ટામાં કરોડો ખડકો રહેલા છે. જેમાંના કેટલાક પ્રકાશિત છે. વિજ્ઞાાનીઓએ વેસ્ટા, પાલસ, સિરિસ જેવા નામ આપીને કેટલાક લઘુગ્રહોની ઓળખ પણ સ્થાપિત કરી છે.