ખચ્ચરનું છૂંદણું .

Updated: Sep 15th, 2023


Google NewsGoogle News
ખચ્ચરનું છૂંદણું                                                                        . 1 - image


- ખચ્ચર કહે, 'હા. માણસો હાથ પર, ગાલ પર અને ક્યારેક તો ડોક અને છાતી પર છૂંદણાં કરાવે છે. મારું નામ પગની ખરી પર લખેલું જોવા મળશે. તમે જ વાંચી લોને.'

કિશોર પંડયા 

એ ક જંગલ હતું. તેમાં અનેક પ્રાણીઓ રહેતાં હતાં. સિંહ,વાઘ, રીંછ, દીપડા, શિયાળ, હરણ,નીલગાય વગેરે જંગલમાં રહેતાં હતાં.  

એક વખત શિયાળ જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. 

જંગલમાં તેણે એક ખચ્ચર જોયું. 

શિયાળે પહેલાં ક્યારેય ખચ્ચર જોયું ન હતું.

આ ખચ્ચર પહેલી જ વાર જંગલમાં આવ્યું હતું. તે માનવીઓ સાથે રહીને મોટું થયું હતું. 

ખચ્ચર અલમસ્ત હતું. શિયાળને તેનો કદાવર દેખાવ જોઇને બીક લાગી. 

શિયાળ દોડીને તેનાથી દૂર ભાગી ગયું. 

શિયાળ ભાગતું હતું ત્યાં સામે તેને એક મોટું રીંછ મળ્યું. તેણે શિયાળને પૂછયું. 

'અલ્યા, શિયાળવા કેમ ભાગે છે?'

'જંગલમાં એક ભયાનક રાક્ષસ 

આવ્યો છે.'

'કેવો છે એ રાક્ષસ?' રીંછે પૂછયું.

'હાથી કરતાં નાનો છે, પણ કદાવર છે, દેખાવ એનો વિચિત્ર છે.'

'ક્યાં છે એ? ચાલ મને બતાવ.'

શિયાળ અને રીંછ ધીમે ધીમે ખચ્ચર જ્યાં હતું ત્યાં આવ્યાં.

રીંછને પણ તે પ્રાણી ખૂબ જ વિચિત્ર લાગ્યું. માનવીઓ સાથે રહેતા ઘોડા અને ગધેડા તેમણે જોયા હતા. આ તો ગાય કરતાં જુદું હતું. આ ભેંશ પણ નહોતી. 

રીંછ સાથે હતું એટલે શિયાળામાં થોડી હિંમત આવી.  

શિયાળે તેનું નામ પૂછયું. 'બોલ, તારું નામ શું છે? તું ક્યાંથી આવે છે?'

ખચ્ચરે બંને જણા સામે ધ્યાનથી જોયું. 

પછી જવાબ આપ્યો, 'સાચું કહું તો મને મારું નામ યાદ નથી.'

રીંછ કહે, 'તારી ફઇબાએ તારું નામ તો રાખ્યું હશેને.'

ખચ્ચર કહે, 'ફઇબાએ નામ તો પાડયું હતું. મને અત્યારે બહુ સારી રીતે યાદ આવતું નથી.'

'તો અમે તને યાદ કરાવી દઇશું,' રીંછે તેની નજીક જઈને કહ્યું. 

ખચ્ચરે જરાય ગભરાયા વગર કહ્યું, 'મારા નામનું છૂંદણું કરાવ્યું છે.'

'ક્યાં છે તારા નામનું છૂંદણું?'

'જો તમે વાંચી શકો તો તમને મારા પાછળના જમણા પગ નીચે છે.'

શિયાળ કહે, 'તારા પગ પર  છૂંદણું? ત્યાં છૂંદણું કરાવ્યુ છે?'

ખચ્ચર કહે, 'હા. માણસો હાથ પર, ગાલ પર અને ક્યારેક તો ડોક અને છાતી પર છૂંદણાં કરાવે છે.' 'તો એ છૂંદણું તારા પોતાના નામનું છે?' ખચ્ચર કહે, 'હા. મારું નામ પગની ખરી પર લખેલું જોવા મળશે. તમે જ વાંચી લોને.'

શિયાળે જવાબ આપ્યો, 'મને તો વાર્તા વાંચવી ગમે. તારું નામ વાંચીને હું શું કરું? રીંછભાઈ તમે જ નામ વાંચોને.'

રીંછએ પછી કહ્યું, 'ભલે નામ વાંચવાનું મારા પર છોડી દો. હું રોજ છાપું વાંચું છું. હું ખરેખર ખૂબ સારી રીતે વાંચી શકું છું.' 

પછી ખચ્ચરે તેના પાછળના પગની ખરી સહેજ હલાવી. તેની ઉપર ચોંટેલી ધૂળ દૂરથી અક્ષરો જેવી લાગતી હતી. 

રીંછ ખચ્ચરની પાછળ તરફ ગયું.  

રીંછેકહ્યું, 'હું તે દૂરથી કેવી રીતે વાંચી શકું? હું અક્ષરો બરાબર ઓળખી શકતો નથી.' 

ખચ્ચરે જવાબ આપ્યો, 'થોડા નજીક આવો. અક્ષરો ખૂબ નાના છે.'

રીંછ પાછળના પગની નજીક આવ્યું. જેવુ તે નીચું નમીને નામ વાંચવા ગયું કે ખચ્ચરે તેને જોરથી લાત મારી. 

રીંછના નાક પર ખચ્ચરની જોરદાર લાત વાગી. 

રીંછ તો પાછળ ગબડી પડયું. શિયાળ ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યું. 

ખચ્ચરે હવે રીંછની પાસે જઈને તેને પહેલા જીભથી અને પછી પૂંછડીથી પંપાળ્યું. 

થોડીવારે રીંછ ઊભું થયું. 

પછી રીંછ ત્યાંથી ધીરે ધીરે જતું રહ્યું.

ખચ્ચર પણ ડુંગરા તરફ દોડી ગયું. 


mule

Google NewsGoogle News