નવ ટન વજનનો હળવો ફૂલ દરવાજો : કોરલ કેસલ
અ મેરિકાના ફલોરિડામાં કોરલ કેસલ નામનો અજાયબ કિલ્લો છે. આ કિલ્લો ઘણો જૂનો છે. પરંતુ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન છે. તેનો ૯ ટન વજનનો પથ્થરનો દરવાજો જોવા જેવો છે. નાનું બાળક પણ એક આંગળીથી ધક્કો મારીને ખોલી શકે તેવો હળવો ફૂલ દરવાજો પરવાળાના પથ્થરનો બનેલો છે. કહેવાય છે કે એડવર્ડ લીડસ્કેલીન નામના માણસે એકલે હાથે આ મહેલ ચણેલો. તેને બાંધતાં ૨૮ વર્ષ લાગેલા.
દરવાજામાં તેણે કોઈ યંત્ર કે ચુંબકીય શક્તિનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તે રહસ્ય હજી ખૂલ્યું નથી. દરવાજો ૯ ટન વજનનો છે. પરંતુ સાવ હળવો ફૂલ.
આ કોરલ કેસલ જોવા જેવો છે. તેમાં ઘણી વજનદાર પણ હળવી ફૂલ ચીજો છે.
તેના મુખ્ય ખંડમાં પ્રાચીન ઇજીપ્તના દેવની મૂર્તિ છે અને બોલીને સમય કહેતી પ્રાચીન ઘડિયાળ છે.
મકાનમાં પરવાળાનું બનેલું દેશી એરકન્ડીશનર પણ છે.