Get The App

શિંગડાંવાળું પક્ષી .

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
શિંગડાંવાળું પક્ષી                                                 . 1 - image

ઘણાં પ્રાણીઓને સ્વરક્ષણ માટે માથા પર શિંગડા હોય છે પરંતુ પક્ષીને માથે શિંગડું હોય તેવું એક જ પક્ષી કાસોવરી  નામનું ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. નાના શાહમૃગ જેવું કાસોવરી કાળા રંગનું હોય છે. ઓસ્ટ્રેલિયાના લોકો તેને પોપટની જેમ પાળે પણ ખરા. કદ અને ઊંચાઈમાં કાસોવરીનો નંબર ત્રીજો આવે. વજનમાં તે ૬૦ કિલોગ્રામ સુધી હોય છે. તે ઊડી શકતું નથી. પુખ્ત કાસોવરી પાંચ ફૂટ ઊંચું હોય છે. તેની લાંબી ડોક લાલ રંગની હોય છે. તેના માથા પર હાડકાનું સખત શિંગડું હોય છે. કાસોવરીના લાંબા પગમાં ત્રણ આંગળીઓ હોય છે. તે ૫૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જમીનથી પાંચ ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. કાસોવરી ફળફળાદિ અને નાના જીવ જંતુઓ ખાય છે. તે શાંત પક્ષી છે પરંતુ ખિજાય ત્યારે કૂકડાની જેમ હુમલો પણ કરે છે. દેખાવમાં સુંદર હોવાથી ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય છે.