Get The App

સ્કોટલેન્ડના દરિયામાં તરતી પવનચક્કી

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
સ્કોટલેન્ડના દરિયામાં તરતી પવનચક્કી 1 - image

પવનચક્કી એટલે પવનમાંથી વીજળી મેળવવાનો સ્રોત. સંખ્યાબંધ પવનચક્કી વડે પુષ્કળ માત્રામાં વીજળી મેળવી શકાય છે. ઘણા દેશોમાં આવા વીન્ડ ફાર્મ જોવા મળે છે તે જમીન પર હોય છે પરંતુ સ્કોટલેન્ડના પીટર્સહેડના દરિયામાં તરતી પવન ચક્કીઓ કાંઠાના લગભગ ૨૦,૦૦૦ ઘરમાં વીજળી પૂરી પાડે છે. સ્કોટલેન્ડના આ વીન્ડફાર્મમાં પાંચ પવનચક્કી છે. દરેક ૮૩૦ ફૂટ ઊંચી છે. તેના પાયા ૨૫૬ ફૂટ પાણીની સપાટી નીચે છે. એક પવનચક્કી છ મેગાવોટ પાવર આપે છે. આ પાવર વપરાય નહીં તો વિરાટ લિથિયમ બેટરીમાં સ્ટોર થાય છે. દરિયામાં તરતી આ પવનચક્કીના તળિયે ૧૧૧ ટનના લંગર બાંધીને ઊભી રાખવામાં આવે છે. લંગરનો વ્યાપ ૧૬ ફૂટ છે. પવનચક્કી દરિયાના પાણીમાં ઉભી તરતી રહે છે.