Get The App

પ્રિન્ટીંગ પ્રેસનો ટૂંકો ઇતિહાસ .

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
પ્રિન્ટીંગ પ્રેસનો ટૂંકો ઇતિહાસ                                      . 1 - image


કાગળ ઉપર છાપકામ કરવા માટે આધુનિક અને ઝડપી પ્રિન્ટીંગ મશીન હોય જેને પ્રેસ પણ કહે છે. આ છાપકામની કળા  ઘણી જૂની છે. વિશ્વનું પહેલું પુસ્તક ઇ.સ. ૮૬૮માં ચીનમાં છપાયું હતું પરંતુ વ્યવસ્થિત રીતે પુસ્તક છાપવાનુંકામ ઇ.સ. ૧૪૫૦માં જર્મનીના જ્હોન ગટનબર્ગે શોધી કાઢયું હતું. સીસાને ઓગાળીને તેના આકારો કોતરી કાઢવામાં આવતા. તે પછી અક્ષરોને વાક્ય પ્રમાણે ક્રમસર ગોઠવીને બીબું તૈયાર થતું. આ બીબા ઉપર શાહી લગાડીને તેને કાગળ ઉપર મૂકીને કાગળ દબાવવામાં આવતો એટલે બીબા ઉપરની શાહી કાગળ ઉપર ચોંટી જતી અને અક્ષરો ઉપસી આવતા આ રીતે એક એક કાગળ તૈયાર થતો. કાગળ ઉપર બીબા દ્વારા છાપ પાડવાના મશીનો પણ શોધાયા જેના દ્વારા છાપકામ ઝડપથી થવા લાગ્યું. ધાતુના બીબાની જગ્યાએ હવે કોમ્પ્યુટરમાં જ અક્ષરો ગોઠવાય છે અને તેની છાપ ફોટોકંપોઝ દ્વારા પારદર્શક ફિલ્મ ઉપર લેવાય છે. આ ફિલ્મને પોઝીટીવ કહે છે. આ ફિલ્મ ઉપરથી જસતની પ્લેટ ઉપર અક્ષરો કોતરાય છે. અક્ષરોની સાથે સાથે ફોટાઓ પણ કોતરાય છે. જસતની આ પ્લેટને ગોળાકાર સીલીન્ડર ઉપર વીંટાળીને મશીનમાં ફીટ કરાય છે. પ્લેટના સીલીન્ડરને અડીને જ બીજુંએક સીલીન્ડર હોય છે. જેના ઉપર શાહી લગાડેલી હોય છે. બંને સીલીન્ડર એકબીજાને અડીને ફરે ત્યારે પ્લેટ ઉપરની છાપમાં શાહી લાગી જાય છે. આ શાહી ત્રીજા સીલીંડર ઉપર ચોંટી જાય છે. જ્યાં કાગળ ઉપર પસાર થાય છે. સીલીંડર ઉપર રહેલી પોઝીટીવની છાપ કાગળ ઉપર ઉપસી આવે છે આ મશીનને ઓફસેટ પ્રેસ કહે છે. આ બધા જ સિલિન્ડર ખૂબ જ ઝડપથી પસાર થતો હોય છે એટલે પ્રિન્ટિંગ પણ ઝડપથી થાય છે.

Tags :