Get The App

5000 વર્ષ જૂનું મહારાષ્ટ્રનું લોનાર ક્રેટર લેક

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
5000 વર્ષ જૂનું મહારાષ્ટ્રનું લોનાર ક્રેટર લેક 1 - image

પૃથ્વી પર આકાશમાંથી ઉલ્કાવર્ષા થાય છે. ક્યારેક કોઈ વજનદાર ઉલ્કા પૃથ્વી પર પડે ત્યારે ઊંડો ખાડો થઈ જાય છે. ઉલ્કાથી પડેલા આવા ખાડામાં કાળક્રમે તળાવ બને છે. આવા તળાવ ઘણી વિશિષ્ટતા ધરાવે છે.મહારાષ્ટ્રના બલાધા જિલ્લામાં આવેલું લોનાર સરોવર ૫૦૦૦ વર્ષ પહેલાં પડેલી ઉલ્કાથી સર્જાયેલું છે. હાલમાં ખારા પાણીનું સરોવર છે. લોનાર સરોવર એકદમ ગોળાકાર છે. ૩૯૦૦ ફૂટ વ્યાસના વાડકા આકારનું આ સરોવર તળિયે ૫૯૦૦ ફૂટનો વ્યાસ ધરાવે છે. વિશ્વની ઘણી વિજ્ઞાાન સંસ્થાઓએ આ તળાવનો અભ્યાસ કર્યો છે.

લોનાર સરોવરની આસપાસ ૬ઠ્ઠી સદીમાં બંધાયેલા મંદિરો છે. તેમાં દૈત્યસુદાન મંદિર, કમળાજા દેવી મંદિર, ગોમુખ મંદિર વગેરે મુખ્ય છે.

નવાઈની વાત એ છે કે તળાવની ફરતે બહાર આંબલીના વૃક્ષોની કતાર છે ત્યાર પછી ખજૂરી અને ત્યાર પછી બાવળની કતાર છે.