- લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન ૨૦૨૬માં બાળકલાકારોને પોતાની ક્રિયેટિવિટી અને કલ્પનાશીલતાને મુક્તપણે વ્યક્ત કરી. જોતજોતામાં સફેદ ડ્રોઇંગ શીટ્સ પર ભારતના ઉત્સવો, પ્રકૃતિનાં વિવિધ રૂપો અને શહેરની વિવિધ છટાઓ એવાં ઊપસવા લાગ્યાં કે જોનારાઓ ખુશ થઈ ગયા
હો ળી આવી તે પહેલાં જ અમદાવાદ અને વડોદરામાં રંગોના છાકમછોળ વચ્ચે એક મસ્તમજાની ઇવેન્ટ યોજાઈ ગઈ. તે હતી લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન ૨૦૨૬! 'ગુજરાત સમાચાર' અને 'જિંગલ જિંગલ ઝગમગ'એ એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ - મિશન માર્સના સહયોગથી બન્ને શહેરોમાં ચિત્રકામની સ્પર્ધાનું આયોજન કર્યું હતું - અમદાવાદમાં ૨૧ ફેબુ્રઆરીએ અને વડોદરામાં ૨૨ ફેબુ્રઆરીએ.
અમદાવાદની રિફોર્મ ક્લબમાં તે દિવસ અદ્ભુત માહોલ બન્યો હતો. પહેલા ધોરણમાં ભણતા નાનકડાં બાળકોથી માંડીને બારમા ધોરણમાં અભ્યાસ કરતાં ટીનેજર્સ સુધીના સ્પર્ધકો થનગન થનગન કરતાં સ્પર્ધાના સ્થળે પહોંચી ગયાં હતાં. બીજા દિવસે વડોદરામાં 'ગુજરાત સમચાર'ની ઓફિસ પ્રિમાઇસિસમાં પણ આવો જ માહોલ હતો. અમદાવાદની ૨૨ સ્કૂલમાંથી કુલ ૧૦૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે વડોદરાની ૩૧ સ્કૂલોમાંથી કુલ ૧૧૦ સ્પર્ધકો હરીફાઈમાં ઉતર્યા હતા, એટલે કે બન્ને શહેરોની ૫૩ સ્કૂલોમાંથી ટોટલ ૨૧૮ વિદ્યાર્થીઓએ આ ક્રિયેટિવ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સ્પર્ધકોને ત્રણ કેેટેગરીમાં વિભાજિત કરી નાખવામાં આવ્યા હતા:
ગુ્રપ 'એ': ધોરણ ૧થી ૪
ગુ્રપ 'બી': ધોરણ ૫થી ૮
ગુ્રપ 'સી': ધોરણ ૯થી ૧૨
રોમાંચક વાત તો આ હતી: લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ભાગ લેવા આવેલા સ્પર્ધકોને ખબર જ નહોતી કે તેમણે ક્યા વિષય પર ચિત્ર બનાવવાનું છે, કેમ કે વિષયો સ્પર્ધા શરૂ થઈ તેના થોડી મિનિટો પહેલાં જ જાહેર કરવામાં આવ્યા હતા! આ જ પડકાર હતો. સૌએ ઓન-ધ-સ્પોટ મળેલા વિષય પરથી પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિને કામે લગાડવાની હતી.
અમદાવાદના સ્પર્ધકો માટે વિષયો આ પ્રમાણે હતા:
ગુ્રપ 'એ': કલરફુલ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા
(ભારતના રંગબેરંગી ઉત્સવો)
ગુ્રપ 'બી': અમદાવાદ થુ્ર માય આઇઝ
(મારી નજરે અમદાવાદ)
ગુ્રપ 'સી': માય ડ્રીમ સિટી - અમદાવાદ (મારાં સપનાંનું શહેર - અમદાવાદ)
વડોદરના સ્પર્ધકો માટેના વિષયો પણ એટલા જ મજેદાર હતા:
ગુ્રપ 'એ': નેચર (પ્રકૃતિ)
ગુ્રપ 'બી': માય ફેવરિટ ફેસ્ટિવલ (મારો પ્રિય તહેવાર)
ગુ્રપ 'સી': આઇ લવ બરોડા (હું વડોદરાને ચાહું છું)
સ્પર્ધકોને કોઈ પણ પ્રકારના રંગો વાપરવાની છૂટ હતી - વોટર કલર, વેક્સ કલર, પેન્સિલ કલર, આ બધાનું કોમ્બિનેશન, કંઈ પણ. આપેલા વિષય પર ચિત્ર તૈયાર કરવા માટે તેમને એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો. બાળકલાકારોએ પોતાની તમામ ક્રિયેટિવિટી અને કલ્પનાશીલતાને રંગોના માધ્યમથી ડ્રોઈંગ શીટ પર ઉતારી દીધી. જોતજોતામાં સફેદ કાગળ પર ઉત્સવો, પ્રકૃતિનાં વિવિધ રૂપો અને શહેરની વિવિધ છટાઓ ઊપસવા લાગ્યાં. ખરેખર, આ એક કલાકમાં બાળકલાકારોએ એટલાં સરસ ચિત્રો તૈયાર કરી નાખ્યાં કે નિર્ણાયકો માટે વિજેતાઓ પસંદ કરવાનું કામ ખૂબ કઠિન બની ગયું.
અમદાવાદના ચિત્રોનું મૂલ્યાંકન કરવાની જવાબદારી વીડિયો ગેમ્સ, અનિમેશન ફિલ્મ્સ અને ડિજિટલ આર્ટ સાથે સંકળાયેલા જયેશ મિસ્ત્રી, તેમજ મલ્ટિડિસિપ્લિનરી આર્ટિસ્ટ, કવિ અને આર્ટ ક્યુરેટર એવા શુજાત મિર્ઝાએ ઉપાડી. વડોદરા ખાતે નિર્ણાયક બન્યા હતા પ્રતિભાશાળી ચિત્રકાર પુલક સાંપુઈ.
નિર્ણાયકો પોતાના કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન સ્પર્ધકો અને ઇવન વાલીઓએ પણ મંચ પર આવીને પોતાના અનુભવ અને લાગણીઓ શેર કર્યા. એક સ્પર્ધક કહે, 'મેં અગાઉ ઘણી ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો છે પણ મારી સ્કૂલની બહાર, અન્ય સ્કૂલના સ્ટુડન્ટ્સની સાથે આજે મેં પહેલી વાર ભાગ લીધો. વળી, અહીં એકથી બારમા ધોરણના સ્ટુડન્સ્ટ્સે એક સાથે, એક જ જગ્યાએ બેસીને ચિત્રો તૈયાર કર્યા એટલે મને તો ઔર મજા પડી.' બીજા સ્પર્ધકે કહ્યું, 'મારા ઘરે વર્ષોથી 'ગુજરાત સમાચાર' આવે છે. એમાંય 'જિંગલ જિંગલ ઝગમગ' તો મારું ફેવરિટ છે. આટલા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે યોજેલી ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ભાગ લઈને હું ગર્વ અનુભવું છું.' ત્રીજા સ્પર્ધકે પણ સરસ વાત કરી, 'પહેલાં તો મેં ડ્રોઇંગ બનાવ્યું અને હવે હું સ્ટેજ પર માઇક હાથમાં લઈને બોલી રહ્યો છું. મારા માટે તો આ અનુભવ ડબલ ધમાકા જેવો પૂરવાર થયો.'
વાત અહીં પૂરી થતી નહોતી. એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ-મિશન માર્સના પ્રતિનિધિઓએ બાળકો અને વાલીઓ સમક્ષ એક સુંદર પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં આયોજનપૂર્વક બચત તથા રોકાણ કરવાના ફાયદા વિશે રસાળ શૈલીમાં વાત કરવામાં આવી. એક વાલીએ કહ્યું, 'બાળકોને આટલી નાની ઉંમરથી જ નાણા સંબંધિત બાબતોની સરસ જાણકારી મળવા લાગે તે વિશેષ આનંદની વાત છે.'
હવે નિર્ણાયકો વિજેતાઓનાં નામ સાથે તૈયાર હતા. તાળીઓના ગડગડાટ વચ્ચે એક પછી એક તમામ વિજેતાઓનાં નામની ઘોષણા કરવામાં આવી. (એમનાં નામ, વિગતો અને એમણે તૈયાર કરેલાં ચિત્રોની ઝલક નીચે આપવામાં આવી છે.) પ્રત્યેક વિજેતાને ટ્રોફી આપવામાં આવી. દરેક સ્પર્ધકને અમારા સ્ટેશનરી પાર્ટનર ર્ઘંસ્જીના સૌજન્યથી સરસ મજાની પેઇન્ટિંગ કિટ ભેટમાં આપવામાં આવી. ઘેર જતી વખતે તમામ બાળકલાકારોના ચહેરા પર સ્મિત હતું, કેમ કે આ હરીફાઇમાં ભાગ લઈને સૌ કશુંક શીખીને, કશુંક પામીને વિદાય લઈ રહ્યા હતા.
ખરેખર, સૌને માટે યાદગાર પૂરવાર થઈ આ મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન. ના, વાત અહીં પૂરી થતી નથી. અમદાવાદ અને વડોદરા પછી લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન ૨૦૨૬નું આયોજન સુરત અને રાજકોટમાં પણ કરવામાં આવ્યું હતું.
શું શું થયું આ શહેરોની મેગા ડ્રોઇંગ કોમ્પિટીશનમાં?
એની વાત આપણે પછી કરીશું!
Ahmedabad
Rishit T Acharya
1st Prize
Category: 1-4th Std.
Tripada Day School
Keya Harshal Patel
2nd Prize
Category: 5-8th Std.
Tripada English School
Dharamveer
2nd Prize
Category: 1-4th Std.
Divyajyot School
Panchal Manasvi R.
1st Prize
Category: 5-8th Std.
Arpan International School
Kanha V Patel
1st Prize
Category: 9-12th std.
Tripada English School
Arjun Chaudhary
2nd Prize
Category: 9-12th std.
Tripada Day School
Vadodara
Pavitra J Patel
1st Prize
Category: 5-8th Std.
Ambe & Jai Ambe Vidyalaya - Harni
Ziva P Chauhan
1st Prize
Category: 1-4th Std.
Convent High School
Anushka R Parmar
1st Prize
Category: 9-12th std.
Ambe & Jai Ambe Vidyalaya - Harni
Shradha Kshyap
2nd Prize
Category: 5-8th Std.
Urmi School
Navya Gohil
2nd Prize
Category: 1-4th Std.
Baroda High School -
Bagikhana
Diya Sandip Patel
2nd Prize
Category: 9-12th std.
Gujarat Public School - Chhani


