For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લતાજી માટે લખીએ એટલું ઓેછું પડે !

Updated: Feb 18th, 2022

Article Content Image

- વિચાર વિહાર : યાસીન દલાલ

- લતાજીએ છેલ્લાં દસ વરસમાં ગાવાનું ઘણું ઓછું કરી નાખ્યું હતું. પણ એમણે જેટલા ગીતો ગાયા બધા અપવાદ સિવાય અમર થઇ ગયા છે

મહાન ગાયિકા લતા મંગેશકર ૬થી ફેબુ્રઆરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. જો કે નાનપણથી જ એ માધ્યમ ઉપર આવી ચૂક્યા હતા. પાંચ વરસની ઉંમરે ઘરમાં બેઠા બેઠા પિતાજી સમક્ષ ગીત ગાયું હતું એ ઉંમરે એમને રાગ રાગીણીની સમજ હતી. એ પછી પિતાજીનું અવસાન થયું ત્યારે ૧૩ વરસની ઉંમરે એમણે પહેલું ગીત ગાયું. અને મરાઠી ફિલ્મમાં અભિનય પણ કર્યો. જો કે એમને અભિયન કળા બહુ ગમી નહી. એટલે એમણે અચાનક અભિનયમાંથી નિવૃત્તિ લઇ લીધી અને ગાયકી શરૂ કરી હતા દાવજેકર નામના સંગીતકારે ''આપ કી સેવા મેં'' ફિલ્મમાં એમને તક આપી અને એ એમનું પહેલું ગીત બની ગયું. દરમ્યાન એસ મુખર્જીએ એમનું પાતળું છે એમ કહીને રીજેક્ટ કરી નાખ્યા. સંગીતકાર ગુલામ હૈદરે, એમને નૂરજહાં જેવું ગાતા શીખવાડયું અને ''મજબૂર'' ફિલ્મમાં એમણે નૂરજહાંની રીતસર નકલ કરી દરમ્યાન ૧૯૪૭માં ત્રણ ફિલ્મો એક સાથે આવી. અને ત્રણે - ત્રણ ફિલ્મોના ગીતો સુપર હિટ થયા. ''બરસાત'', ''અંદાજ'' અને ''મહેલ'' ફિલ્મોના ગીતો સુપર હિટ થયા. અને લતાબાઇનું ગળું ઘરે - ઘરે જાણીતું થઇ ગયું. ત્યારે રેડિયોનો યુગ હતો લતાનું ગીત મોટેભાગે રેડિયો ઉપર વાગતું. ગ્રામો ફોન મોંઘું પડતું.

અમિરોને એ પોષાતું અથવા રજવાડાઓને એ પોષાતું. અમિરોને ઘરવખરી રૂપે ગ્રામોફોન ખરીદવાનો શોખ હતો. રેડિયો  પણ અમિરો વસાવતા. ૧૩મી ફેબુ્રઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારે રેડિયો મોટી સાઇઝના આવતા ઘરમાં એક મોટા ટેબલ ઉપર રેડિયોનું સ્થાન રહેતું. એ પછી નાની સાઇઝના ટ્રાન્ઝીસ્ટરનો યુગ આવ્યો. લોકો હાથમાં ટ્રાન્ઝીસ્ટર લઇને નીકળતા. બગીચામાં કે પિકનિક પોઇન્ટ ઉપર ટ્રાન્ઝીસ્ટર રેડિયો લઇ જવાની ફેશન હતી. જો કે એને માટે થોડા રૂપિયા આપીને લાઇસન્સ લેવું પડતું. ટ્રાન્ઝીસ્ટર ઉપર પણ જાત જાતના મનોરંજનના કાર્યક્રમો આવતા. બાળકો માટે અને મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો મુકાતા. ગામનો ચોરો ખાસ લોકપ્રિય કાર્યક્રમ હતો. બિનાકા ગીતમાલા રેડિયો સિલોન ઉપરથી રજૂ થતો ખાસ કાર્યક્રમ હતો. અમીન સાયાનીનું નામ જાણીતું હતું. લોકો બુધવારે રાત્રે પોતાના ઘરે અથવા હોટલોમાં પહોંચી જતા. રાજકોટમાં શાકમાર્કેટ પાસે એક હોટલ હતી. એમાં ૨૫ પૈસા આપો એટલે તમારી ફરમાઇશ મુજબ ગીત મુકાતા ત્યારે ફિલ્મ સંગીતનો જમાનો હતો. રેડિયો ઉપર દર રવિવારે છાયા ગીત નામનો કાર્યક્રમ રજૂ થતો. ઉપરાંત સોમવારે રાત્રે કાર્યક્રમ રજૂ કરનારની પસંદગીના ગીતો આવતા. 

આપણે લતા મંગેશકરની વાત કરતા હતા. આપણે જોયું કે એક સાથે ત્રણ ગીતો લોકપ્રિય થયા. ત્યારે ગીતાદત્ત અને શમસાદ બેગમનો જમાનો હતો. 

લતાજીનો ઉછેર કોલ્હાપુરમાં થયો હતો. આ ઉપરાંત ગોવામાં એમના એક પરિચિત ગુરૂ રહેતા હતા. એ પુરોહિત હતા. લતાજીના કુટુંબના દરેક સભ્યો દર વરસે એ પુરોહિતને મળવા પહોંચી જતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એમનાં વાહાલા પથરાયેલા હતા. છતાં એમના પિતાના અવસાન પછી કુટુંબના ઉછેરનો ભાર એમના ઉપર આવી પડયો. એમની સ્થિતિ ગરીબ હતી. મુંબઇની લોકલ ટ્રેનમાં આવ-જા કરતા. એમાં એકવાર એમને દિલિપકુમાર મળી ગયા. એમની વાત સાંભળીને એમણે કટાક્ષમાં કહ્યું. કે મરાઠી મુલગી શું ગાવાની હતી. આ વાક્ય લતાને વાગી ગયું તુરંત જ એમણે ઘરે જઇને ઉર્દૂ શિક્ષકનું ટયૂશન રાખી લીધું. આ પછી એમના ઉર્દૂ ઉચ્ચારો શુદ્ધ થઇ ગયા. એક પછી એક એમના ગીતોની રેકોર્ડ બજારમાં આવવા મંડી. બાકીના ગાયિકોની રેકોર્ડનું વિચાણ ઘટવા માંડયું. ટૂંક સમયમાં જ એ નંબર વન ગાયિકા બની ગઇ. 

એમના ગાયેલા કુલ ગીતોની સંખ્યા કેટલી એ અંગે ભારે વિવાદ છે. કોઇ કહે છે કે ગીતોની  સંખ્યા ૩૦,૦૦૦ હજાર છે. એક વખત લતાએ પોતે ગિનેશ બુકને લખ્યું મારા ગીતોની સંખ્યા ૩૦ હજાર છે. પણ આ વાત સાચી નથી. ૧૮૭૮ થી ૧૯૭૪ દરમ્યાન ૨૦ ભારતીય ભાષામાં ૨૫ હજારથી વધુ ગીત ગાયા છે. આ દાવો મોહમદ રફીએ ગિનેશ બુકને લખી મોકલ્યો. ૧૧ જુન ૧૯૦૭ના રોજ બીબીસીના ઇન્ટરવ્યૂમાં રફીએ પણ દાવો કર્યો કે એમણે ૨૫થી ૨૬ હજાર જેટલા ગીતો ગાયા છે. એ પછી ૧૯૮૪ની આવૃત્તિમાં ગિનેશે ભૂલ સુધારી લીધી અને ૧૯૯૧માં લતાજીએ ભારતના ૨૦  ભાષાઓમાં ગાયેલા અગાઉની સંખ્યા રદ કરી નાખી અને ભૂલ સુધારી લીધી. ૧૯૯૨માં લતાજીએ કારકિર્દીના ૫૦ વરસ પુરા કર્યો. ત્યારે એચએમવીએ કેસેટ બહાર પાડી ૧૯૭૦ દાયકો પુરો થતાં આ આંક ૧૬ હજારનો હતો. ૧૯૮૦ના દાયકામાં આંક ૩૦ હજારનો થયો. અને આ અંગેનું અધિકૃત અને વિશ્વનીય આંકડો શ્રી વિશ્વાસ નેરૂરકરે આપ્યો છે. એમણે કહ્યું છે કે ૧૯૭૯ સુધી ગીતોની સંખ્યા ૧૬૮ સંગીતકારો નીચે એમણે ગાયેલા ૧૮૨૫ ફિલ્મોમાં ગાયેલા ગીતોની સંખ્યા ૫.૬૦ છે. જેમાં .૩૩ સો ૪૬ લીસ સોલો ગીતો છે. ૧૪૩૪ પુરૂષ સાથે ગાયેલા ગીતો છે. ૨૪૪ મહિલા ગાયકો સાથેના છે. ૧૬૭૮ ગુયલ ગીતો છે. તથા ૬૮, કોરસ ગીતો છે. એમણે ગાયેલા ગેરફિલ્મી ગીતોની સંખ્યા ૫૪ છે. ૧૯૯૦ પછી એમણે ગાવાનું ઓછું કરી નાખ્યું છતાં એમણે ગાયેલા ૧૮૮ એકલ અને ૧૧૩ યુગલ અને ૬ કોરસ છે. આમ એમના કુલ ગીતોની સંખ્યા ૫૫ સો ૧૫ થાય છે. ૫% લેખે બીજા ૨૭૫ ગીત ઉમેરીએ તો પણ ૫૭૯૦ થાય. આમ એમના ગીતોની કુલ સંખ્યાનો વિવાદ અહીં પુરો થાય. એમના ગીતકોષ પણ બહાર પડી ચૂક્યા છે. એકથી વધુ સંખ્યામાં આ ગીતકોષ છે. આ ઉપરાંત શ્રી હરમંદિર હમરાજે એ - માત્ર એમના નહીં. પણ કુલ ફિલ્મી ગીતોના કોર્ષના અનેક ભાગ બહાર પાડયા છે. 

લતા મંગેશકર આવ્યા ત્યારે જમાનો નૂરજહાં, મીનાકપૂર, ગીતાદત્ત, શમશાદ બેગમ, હમીદાબાનું, ઝોહરાબાઇ તથા રાજકુમારી વગેરેનો જમાનો હતો. આમાંથી ગાયિકાઓ મોટેભાગે કવ્વાલીનુંમાં ગીતો ગાતા હતા. લતાજીએ આવા ગીતોમાંથી મુક્તિ અપાવી અને પોતાના આગવા કંઠમાં ગીતો ગાયા. ત્યારે એક ગીત ગાવાના મામુલી ૫-૧૦ રૂપિયા મળતા હતા. ઉપરાંત રેકર્ડ ઉપર ગાનારનું નામ પણ લખાતું નહોતું. ''મહેલ''ના ગીતની રેકર્ડ ઉપર કામીની શબ્દ હતો. એનું કારણ એ છે કે ફિલ્મમાં મધુબાલાનું નામ કામીની હોય છે. આ પ્રથા લતાજીએ રજૂઆત કરીને દૂર કરાવી આ પછી બધા ગાયકોને એ લાભ મળવા માંડયો. જો કે થોડા સમય સુધી જુની પ્રથા ચાલું રહી.

લતાજીએ બહુ ઓછા ઝગડા કર્યા છે. એક વાર રાજકપુર સાથે એ ઝગડી પડયા. બન્યું એવું કે રાજકપુરની ફિલ્મમાં લતાજીનું રફીનું ગીત હતું. બાકીના બધા ગીતો લતાજી સિવાયના ગાયકોએ ગાવાના હતા. લતાજીએ રોયલ્ટીની માંગણી કરી રાજકપુર અને રફીએ કહ્યું કે તમને ગાવાના પૈસા મળી ગયા છે. હવે રોયલ્ટી નહીં મળે. તે દિવસથી બન્ને વચ્ચે અબોલા થઇ ગયા. આખરે જ શંકર જય કિશન અને એસ.ડી. બર્મને સમાધાન કરાવ્યું. એમ પણ કહેવાય છે કે લતાજીને બીજી કોઇ ગાયિકા પ્રસિધ્ધ થાય એ લતાજીને ગમતું ન હતું. આમાં આશા તથા મુબારક બેગમનો સમાવેશ થઇ જાય. આખરે બધા ઝઘડાનો કોઇને કોઇ રીતે ઉકેલ આવી ગયો. સંભવ છે, કે આ બધા ઝઘડામાં લતાજીનો વાંક ન પણ હોય. પણ આ સિવાય લતાજીની કારકિર્દી નિષ્કલંક રહી છે. 

લતાજીએ છેલ્લાં દસ વરસમાં ગાવાનું ઘણું ઓછું કરી નાખ્યું હતું. પણ એમણે જેટલા ગીતો ગાયા બધા અપવાદ સિવાય અમર થઇ ગયા છે. એમ કહેવાય છે કે તલત મેહમૂદ જ્યારે માંદા થઇને હોસ્પિટલમાં હતા. ત્યારે લતાજીને ફોન કરીને એક ગીત સંભળાવવાની ફરમાઇશ કરી હતી. આ ગીત ફિલ્મ ખેલનું હતું.  શબ્દો આ પ્રમાણે હતા. ''સુનાયે કિસકો હમ દિલ કા અફસાના'' એક જ જન્મમાં કોઇને અઢળક સુખ મળે એવું ભાગ્ય જ બનતું હોય છે. લતાજીને એ મળ્યું હતું છતાં એ કદી અભિમાની બન્યા નથી. એમના શબ્દમાં કહીએ તો કરોડો લોકો માટે હું સદેહે જાઉં છું અને સહેદે જવું એ દુનિયાનો નિયમ છે પરંતુ સ્વર દેહે તો હું પ્રત્યક્ષરૂપે અહીં જ રહીશ. 

એમણે આશા ભોંસલે સાથે ૭૪ ગીતો ગાયા છે. લતા મંગેશકર સાથે ૬૨ ગીતો ગાયા છે. ગીતાદત્ત સાથે ૩૪ અને શમસાદ બેગમ સાથે ૨૦ ગીતો ગાયા છે. સંગીતકારોની વાત કરીએ તો સૌથી વધુ ગીતો લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે ૬૯૬, રાહુલદવે બર્મન સાથે ૩૩૧ અને કલ્યાણજી આણંદજી સાથે ૩૦૨ ગીતો ગાયા છે. મદનમોહન સાથે ૨૧૦ અને નૌશાદ સાથે ૧૬૧, શંકર જયકિશન સાથે ૪૫૩ અને શ્રીરામચંદ્ર સાથે ૨૯૮ અને એસડી બર્મન સાથે ૧૮૨ ગીતો ગાયા છે. એમના શ્રેષ્ઠ ગીતોમાં મોગેલે આઝમ, અંદાઝ, ચોરી ચોરી, બૈજુ બાવરા, મહેલ, નયાદોર વગેરેનો સમાવેશ થાય છે. એકંદરે પાનાના પાના ભરીએ તો પણ લતાજીને અંજલિ ઓછી પડે.

Gujarat