બંધારણનો ઉદ્દેશ સિધ્ધ થયો છે ?
- આપણા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની સવાસોમી જયંતીનું વરસ છે
વિચાર વિહાર : - યાસીન દલાલ
- બંધારણના હાર્દ અને એની ભાવાનાનો સાચા મનથી અમલ કરવામાં ન આવે તો કોઈ પણ બંધારણ અર્થ વિનાનું બની જાય છે. બંધારણની કલમોનું અર્થઘટન જો દરેક રાજકીય પક્ષ પોતાના પક્ષીય સ્વાર્થ મુજબ કરવા માંડે તો ગમે તેટલુ ંલાંબુ બંધારણ પણ લોકશાહીને બચાવી ન શકે
આપણા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની સવાસોમી જયંતીનું વરસ છે. ડો. આંબેડકરને ભાજપ અને સંઘના કોમવાદ સામે સખત નફરત હતી. એ જ રીતે ગાંધીજી સાથે એમને મતભેદો હતાં. આંબેડકરે દલીતો માટે અલગ મતાધિકારની માંગણી કરી ત્યારે ગાંધીજીએ યરવડા જેલમાં એની સામે ઉપવાસ કરેલો પરિણામે આંબેડકરે એ માંગણી છોડી દેવી પડી. આંબેડકર હિંદુ સમાજમાં પ્રચલિત અસ્પૃશ્યતાના રિવાજથી એટલા વ્યથિત હતા કે એમણે બૌધ ધર્મ અપનાવી લીધો. તેઓ માનતા કે કોંગ્રેસ પક્ષ સવર્ણ હિંદુઓની ચિંતા વધુ કરે છે એટલે ૧૯૪૨ મા ંદલીતોના જુદા રાજકીય પક્ષની સ્થાપના કરી . હવે આજે આ બધા પક્ષો આંબેડકર પ્રત્યે પ્રેમ ઠાલવે છે. એમનો આશય દલિત વોટ બેંક કબ્જે કરવાનો છે. વાસ્તવમા ંડો. આંબેડકર ભારતના એક વર્ગવિહિન સમાજ સ્થાપવા માંગતા હતાં.ૉ
૧૯૫૬માં છઠ્ઠી ડિસેમ્બરે સવારે છ વાગે આંબેડકરનું અવસાન થયું એમના પત્ની સવિતા નિત્યક્રમ પ્રમાણે બગીચામાં આંટો મારીને પાછા આવ્યા અને આંબેડકરને જગાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ખ્યાલ આવ્યો કે એ તો અનંતની યાત્રાએ નીકળી ગયા હતાં. એમના નોકર રતુ અને પત્ની સવિતાએ એમનું હૃદય ચાલુ કરવા મસાજ કર્યો પણ કાંઈ વળ્યું નહીં. એમના મૃતદેહને મુંબઈ મોકલવામાં આવ્યો. રાત્રે ત્રણ વાગે સાંતાક્રુઝ એરપોર્ટ પર પ્લેન ઉતર્યું ત્યારે હજારો લોકો એમના પાર્થિવદેહને સ્વીકારવા આવેલા. બીજે દિવસે નીકળેલી સ્મશાનયાત્રામાં દસ લાખ લોકોએ ભાગ લીધો.
૧૯૫૧માં નહેરૂના પ્રધાન મંડળમાંથી રાજીનામું આપ્યા પછી ૧૯૫૨માં તેઓ રાજયસભામાં ચૂંટાયા. ભારતની અછૂત સમસ્યા અંગે તેઓ ખૂબ ચિંતિત હતાં. ૬૫ વર્ષના આયુષ્યમાં સતત એમણે આ માટે સંઘર્ષ કરેલો. ૧૯૫૬નાં ઓકટોબરમાં ત્રણ લાખ દલિતો સાથે એમણે બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો. છેલ્લે એમણે બુધ્ધ અને માર્કસ નામનું પુસ્તક લખેલું.
બંધારણના મુખ્ય ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કોઈ પણ બંધારણ ગમે તેટલું સારૂ હોય, પણ એનો અમલ કરનાર લોકો જો ખરાબ હોય તો તે જ ઘડીએ બંધારણ પણ ખરાબ થઈ જાય છે.
આજે આંબેડકરની આ ચેતવણી અને આ ભય સાચા પડયાં છે. બંધારણની જોગવાઈઓ એનું હાર્દ અને આદર્શોને વ્યવહારૂ સ્વરૂપ આપવામાં આપણે અત્યંત કરુણ રીતે નિષ્ફળ યા છીએ. આ નિષ્ફળતા બંધારણની નથી. આ નિષ્ફળતા લોકશાહીની નથી, આ નીષ્ફળતા સંપૂર્ણ પણે આપણી પોતાની છે. આપણે વિશ્વનાં ઉત્તમ આદર્શોનું જતન ન કરી શકયા. આપણા સ્વાર્થ, સતાની રાજરમતમાં બંધારણની ભાવનાની હત્યા કરી નાખી. બંધારણરૂપી દ્રૌપદીનું વસ્ત્રાહરણ હજી ચાલુ જ છે. હજી આપણા સત્તા ભૂખ્યા શાસકો ધરાયા નથી. સૌ પોતપોતાની અનુકુળતા અને ફાયદા મુજબ બંધારણનું અર્થઘટન કરે છે અને કરશે. કાગળ પર લોકશાહી છે. બંધારણનું રાજ છે. પણ વાસ્તવમાં સત્તાની ખુલ્લી સાઠમારી ચાલી રહી છે. આપણા રાજકર્તાઓના દિલમાં બંધારણ પ્ર.ત્યે સાચા દિલનું માન છે જ નહીં. એ તો એને પોતાની સત્તા ટકાવવાની રમતનું સાધન જ ગણે છે.આ સ્થિતિમાં આપણી લોકશાહીનું ભાવિ ઉજળું નથી જ.
રાષ્ટ્રો નિર્માણ થાય છે અને એમનું નિર્વાણ પણ થાય છે. વીસમી સદીનાં છેલ્લા દાયકામાં આપણે આ બંને પરિબળો એક સાથે કામે લાગેલા જોય છે. બે જર્મની એક થયા અને વિશ્વની એક પ્રચંડ મહાસત્તારૂપ રશિયા પંદર ટુકડાઓમાં વિભાજીત થઈ ગયું. વિયેટનામ એક થયું. પણ યુગોસ્લાવિયા તૂટયું, ચેકોસ્લાવિયા તૂટયું. આમ એકતાના અને અલગતાનાં એમ બંને પરિબળો વિશ્વમાં બરાબર કામ લાગ્યા છે. આપણી નિયતીઓમાં કયાં છે? આપણું ભવિષ્ય સું હશે?
કોઈપણ દેશનાં ઘડનારા એને ટકાવનારા, એને તારનારા અને ડુબાડનારાં કેટલાક પરિબળો હોય છે. (૧) રાજય વ્યવસ્થા (૨) શિક્ષણ પધ્ધતિ (૩) ન્યાયતંત્ર (૪) કાયદો અને વ્યવસ્થા (૫) અર્થકારણ (૬) પ્રજાની નીતિમત્તા (૭) ધર્મસત્તા (૮) એની જાહેર સેવાો. આ બધા પરિબલોમાંથી કોઈ એકની ઉપેક્ષા સહેલાઈથી થઈ શકે તેમ નથી.આપણે ઘણીવાર એમ માનવાની ભૂલકરીએ છીએ કે માળાનો એક મણકો નબળો હોય તો શું થઈ ગયું? આખી માળાતો હજુ મજબૂત છે. ટકાઉ છે પણ એ મણકાની ઉપેક્ષા કરવાથી દીમે ધીમે બધા મણકા નબળા પડતા જઈને આખી માળાને તોડીફોડી નાખે એવી દહેશત ઉભી હોય છે. આપણે આ ઉપાક્ષાવૃત્તિનો જ ભોગ બન્યા છીએ. પરિણામે આજે સમગ્ર દેશરૂપી માળાના મણકા વેરણ છેરણ થઈ ગયા છે.
આ પરિબળોમાંથી સૌ પ્રથમ આપણે રાજય વ્યવસ્થા લઈએ. આપણે આઝાદ થયા ત્યારે ત્રણ ચાર વર્ષ સુધી મથામણ કરીને આપણા વિદ્યાવાન અને દૂરંદેશી વાળા નેતાઓએ દુનિયાભરની શાસન વ્યવસ્થાઓનો અભ્યાસકરીને એક ઉત્તમ કહી શકાય તેવું રાજય બંધારણ આપણને આપ્યું. બ્રિટનનાં સંસદીય લોકશાહીની પ્રથા આપણે અપનાવી પણ સાથે સાથે વિશાળ દેશની વસ્તી અને એનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોઈને સંધીય પ્રથા આપણે અપનાવી પણ સાથે સાથે વિશાળ દેશની વસ્તી અને એનું વૈૌવિધ્ય જોઈને સંઘીય વ્યવસ્થા અપનાવી અને રાજયોને કેટલીક બાબતોમાં સ્વયત્તા આપી. લોકશહકારની ચૂંટણી દર પાંચ વર્ષે થાય તેવી જોગવાઈ કરી. રાજયોમાં ગવર્નર અને કેન્દ્રમાં રાષ્ટ્રપતિના હાથમાં કટોકટી સત્તા સોંપી અન ેતેમ છતાં કોઈ બંધારણીય ગૂંચવાડો સર્જાય તો અર્થઘટન કરવાનું કામ વરિષ્ઠ અદાલતોના હાથમાં સોંપ્યું.
આમ. કાગળ પર દુનિયાનું લાંબામાં લાંબુ બંધારણ ઘડયા પછી અને એમાં કાળજી પૂર્વક વિચારણાને અંતે અનેક જાતની પેટા કલમો ઉમેર્યા પછી શાસકો અને પ્રજાએ માન્યું કે હવે આપણે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે દુનયિાની પ્રજાને પણ માર્ગદર્શન મળે એની આદ્રશ શાસન વ્યવસ્થા આપીશું આઝાદીના સમયમાં આપણા નેતાઓનાં ભાષણો આપણે વાંચી એ એટલે એમાં ભારોભાર મુગ્ધતા, લાગણીનો ઉભરો અને એક પક્ષકારનો રોમાંચ જોવા મળે છે, જે થોડે ઘણે અંશે સ્વાભાવિક પણ છે.
પણ આપણા બંધારણના ઘડવૈયા અને આઝાદી પછી ઉત્તરોત્તર સત્તા પર આવતા શાસકો એક વાત ભૂલી ગયા કે માત્ર કાગળ પર દુનિયાનાં ઉત્તમ નિયમો અને કલમો ઉમેરી દેવાતી લોકશાહી આવી જતી નથી, એને માટે સૌથી વધારે જરૂરી તો એ બંધારણ મુજબ જેમણે ચાલવાનું છે એ રાજકીય પક્ષો દ્વારા થવું જોઈતું શિસ્તપાલન છે. બંધારણના હાર્દ અને એની ભાવાનાનો સાચા મનથી અમલ કરવામાં ન આવ ેતો કોઈ પણ બંધારણ અર્થ વિનાનું બની જાય છે. બંધારણની કલમોનું અર્થઘટન જો દરેક રાજકીય પક્ષ પોતાના પક્ષીય સ્વાર્થ મુજબ કરવા માંડે તો ગમે તેટલુ ંલાંબુ બંધારણ પણ લોકશાહીન ેબચાવી ન શકે.
આપણા શાસકોએ અને વિરોધ પક્ષોએ જયારે જયારે કટોકટી સર્જાઈ કે કાનૂની ગૂંચવડો સર્જાયો ત્યારે પોતાના સ્વાર્થ અને રાજકીય લાભાલાભની ગણતરી મુંજબ બંધારણની અર્થ ઘટાવ્યો અને જયારે જરૂર પડી ત્યારે બંધારણમાં પોતાને લાભ થાય એવા સુધારા પણ કરવા માંડયા. પરિણામ એ આવ્યું કે છ દાયકાનાં ટૂંકા ગાળામાં આપણ ાબંધારણમાં ૯૪થી વધુ સુધારા અને ફેરફાર થતાં જ રહેશે. બંધારણની ૩૫૬ મી કલમ રાજયોમાં ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાને લગતી છે. આ જોગવાઈનો એટલો દુરૂપયોગ થયો છે કે હવે તો એની આખી જોગવાઈ હાસ્યાસ્પદ બની ગઈ છે. આંધ્રમાં જયારે રામારાવનો તેલુગુદેશમ્ પક્ષ સત્તા પર હતો ત્યારે શ્રીમતી ગાંધીએ કોઈ વાંકગુના વિના એમની સરકારને બરતરફ કરી દીધી હતી. એ સમયે બિચારા રામારાવ તો વિદેશમાં હૃદયરોગની સારવાર લઈ રહ્યા હતાં. પાછા આવીને એમણે આ બંધારણીય અત્યાચારની સામે લડત ઉપાડી અને રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ધારાસભ્યોને હાજર કર્યા. દેશભરમાં હોબાળો થતાં શ્રીમતિ ગાંધીએ પીછેહઠ કરી અને ફરીથી રામારાવને સત્તા સોપી દીધી.પણ એ તો અપવાદરૂપ ઘટના થઈ. દરેક વખતે દરેક મુખ્યમંત્રી આવું સાહસ કરી શકે નહીં. કયારેક રાજકીય કાવતરાબાજીમાં એનો પરાજય પણ થાય અને મહદંશે આમ જ બનતું આવ્યું છે.
આપણે ત્યાં સંખ્યાબંધ પક્ષો છે જે રાષ્ટ્રવાદ કે ભારતીયતામાં માનતા નથી. મહારાષ્ટ્રની શિવસેના કહે છે કે મુંબઈ અમારૂં છે. શિવસેનાના હરીફ મનસેનું સૂત્ર છે કે મહારાષ્ટ્રમાંથી બિહારીઓ અને ઉત્તર ભારતીયોને હાંકી કાઢવા જોઈએ. શિવસેના પણ આમ જ કહે છે. આસામનો ઉલ્ફા આસામમાંથી બિહારીઓને હાંકી કાઢવાની વાત કરે છે. ટૂંકમાં કોઈને બંધારણની ભાવનાની પડી જ નથી. બંધારણની સુવર્ણ જયંતિ ઉજવાઈ ત્યારે સરકારને લાગ્યું કે ૫૦ વરસના અનુભવે બંધારણમાં કેટલીક ત્રુટિઓ રહી ગઈ છે. આથી એની સમીક્ષા કરાવવી જરૂરી છે. સુપ્રિમકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ શ્રી વૈંકટ ચેલૈયાના અધ્યક્ષ પદ હેઠળ બંધારણ સીમીક્ષા પંચ નીમાયું એણે પોતાનો અહેવાલ પણ સુપ્રત કરી દીધો પરંત આજ સુધી એના ઉપર અમલ થયો નથી. આ અમલ કયારે થશે?