For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વીતેલા વર્ષનું સરવૈયું .

Updated: Jan 1st, 2022

Article Content Image

- વિચાર વિહાર-યાસીન દલાલ

- ઉત્તરાખંડમાં ભારે વરસાદ થાય છે અને ભેખડો તૂટી પડે છે અને સેંકડો માણસોના મોત થાય છે. એવું જ અમેરિકાની બાજુમાં આવેલા પેરૂ જેવા દેશોમાં પણ બને છે

- ટી.વી. પત્રકાર રોહિત સરદારનાં ઉપરાંત રમતવીર મિલખાસિંઘ, હિમાચલનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંઘ, પૂર્વ એટર્ની જર્નલ સોલીસોહરાબજી, પર્યાવરણ પ્રેમી સુંદરલાલ બહુગુણા, ચૌધરી ચરણસિંઘનાં પુત્ર અજીતસિંઘ અને અભિનેત્રી સુરેખાના પણ મોત થયા. 

૨૦૨૧નું વરસ વિદાય લઈ રહ્યું છે ત્યારે ૨૦૨૦નાં વરસની ઘટનાઓનું સરવૈયું કાઢવું પ્રાસંગિક બની રહેશે. સૌથી પહેલા આ વરસે ફરી પાછો કોરોના અને ઓમિક્રોનનો ઉપદ્રવ વધ્યો એની નોંધ લેવી પડે. હજી સુધી આ બંને રોગ દેશમાંથી પૂરેપૂરા ગયા નથી. ૨૦૨૦માં એક લાખ ૬૦ હજાર અને ૨૦૨૧માં ૩ લાખ ૮૫ હજારનાં મોત થયાં છે. આ આંકડા જુના છે. તાજા આંકડા વધારે હશે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં નવેસર હોસ્પિટલો ઉભી કરવી પડી છે. અખબારોમાં આ ઘટનાના ફોટોગ્રાફ જોવા મળે છે. જો કે હવે આ રોગ ધીમે ધીમે નાબૂદ થઈરહ્યો હોય એવું લાગે છે.

આ કરુણ સમાચાર પછી બીજા સમાચાર જોઈએ તો આખું વરસ ચાલેલું કિસાન આંદોલન અંતે સમેટાઈ ગયું છે. વડાપ્રધાને અચાનક ખેડુતોની બધી માંગણીઓ સ્વીકારી લીધી છે. એક વરસથી લાખો ખેડૂતો દેશભરમાંથી દિલ્હી આવ્યા હતાં. અને ત્યાં જ પડયા પાથર્યા રહેતા હતાં. રસોઈ પણ ત્યાં જ બનાવતા હતાં. સરકારે અવારનવાર ખુલાસો કર્યો હતો કે માગણીઓ નહી સ્વીકારાય. ત્યાં અચાનક વડાપ્રધાને પોતાના પ્રવચનમાં જાહેર કર્યું કે, માગણીઓ સ્વીકારાઈ ગઈ છે. લાખો ખેડૂતો ખુશ થયા અને પોતાના ગામ જવા રવાના થઈ ગયા. હજી એના પડઘા પડી રહ્યાં છે.

કેટલાક મહાનુંભાવોના વરસ દરમ્યાન મોત થયા છે. એમાં સૌથી વધુ આઘાતજનક મોત અભિનય સમ્રાટ દિલીપકુમારનું થયું છે. ફિલ્મોની વાત કરીએ તો દિલીપકુમાર લાંબા સમયથી બિમાર હતાં. એમના જેવા અભિનેતા દુનિયાભરમાં નહી મળે. આ ઉપરાંત ફિલ્મ અભિનેત્રી શશીકલા તથા કન્નડ અભિનેતા પુનિતરાજકુમાર અને ટી.વી. સ્ટાર સિધ્ધાર્થ શુક્લ અને પત્રકાર વિનોદ દુઆ જેવા અનેક દિગજ્જોના મોત થયા. ટી.વી. પત્રકાર રોહિત સરદારનાં ઉપરાંત રમતવીર મિલખાસિંઘ, હિમાચલનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંઘ, પૂર્વ એટર્ની જર્નલ સોલીસોહરાબજી, પર્યાવરણ પ્રેમી સુંદરલાલ બહુગુણા, ચૌધરી ચરણસિંઘનાં પુત્ર અજીતસિંઘ અને અભિનેત્રી સુરેખાના પણ મોત થયા. 

તામિલનાડુમાં તખ્તા પલ્ટો થયો. ડી.એમ.કે.એ. ૧૫૯ બેઠકો જીતીને બહુમતી મેળવી એમના હરીફ પલાનીસ્વામીને ૭૫ પણ ન મળી. ગુજરાતમાં ભાજપે એક જ ઝાટકે આખું પ્રધાન મંડળ બદલી નાંખ્યું. આસામમાં ભાજપનું રાજ આવ્યું. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ ફરીથી સપાટો બોલાવ્યો. પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંઘ હટી ગયા. ફિલ્મ ઉદ્યોગમાં જાણિતા અભિનેતાઓ વિદેશી હુંડિયામણમાં ઝડપાઈ ગયાં. રાજકુન્દ્રાની ધરપકડ થઈ, શાહરૂખના દીકરાની પણ ધરપકડ થઈ.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ ગઈ. જેમાં પ્રમુખ ટ્રંપ હારી ગયા અને બાઈડન જીતી ગયા. આ તરફ અફઘાનિસ્તાનમાં બળવો થયો અને તાલિબાનોએ દેશ કબ્જે કર્યો. અમેરિકાએ દેશ ખાલી કર્યું. અત્યારે અફઘાનિસ્તાનમાં લગભગ ભૂખમરો પ્રવર્તે છે. એવી જ હાલત પાકિસ્તાનની છે. નોબેલ પ્રાઈઝની વાત કરીએ તો શાંતિનું પારિતોષિક ફિલિપાઈન્સ અને અમેરીકા વચ્ચે વેંચાઈ ગયું છે. સાહિત્યનું ઈનામ બ્રિટન અને ટાન્ઝાનિયા વચ્ચે વેંચાઈ ગયું છે. ફિઝિક્સનું ઈનામ જાપાન અને અમેરિકા વચ્ચે વેંચાઈ ગયું છે. ફિઝિકસનું બીજુ ઈનામ જર્મની અને ઈટાલી વચ્ચે વેંચાઈ ગયું છે. મેડિસિનનું ઈનામ અમેરિકા લઈ ગયું છે. શાંતિનું ઈનામ રશિયા લઈ ગયું છે. અર્થશાસ્ત્ર ઈનામ અમેરિકાને ફાળે ગયું છે. 

આપણી પડોશમાં મ્યાનમારમાં લશ્કરી રાજ આવ્યું છે. જાપાનમાં રાજકુમારી એ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. રશિયામાં પુતિન ફરીથી જીતી ગયા છે. ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે લડાઈ ચાલું છે. ૧૯૭૧માં ભારત - પાક યુધ્ધમાં આપણે પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશની રચના કરી. આ બાજું આપણું હેલિકોપ્ટર તૂટી પડતા જનરલ બિપીન રાવતનું મોત થયું. આ બાજું સરહદે ચીનની અવળચંડાઈ ચાલું રહી અને મુકેશ અંબાણીના ઘર નજીક પ્રચંડ વિષ્ફોટ થયો એમાં હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ થાય છે. અને ભેખડો તૂટી પડે છે અને સેંકડો માણસોના મોત થાય છે. એવું જ અમેરિકાની બાજુમાં આવેલા પેરૂ જેવા દેશોમાં પણ બને છે. આપણા દેશમાં લખીમપુર ખેરીમાં એક પ્રધાનનો પુત્ર કાર ચલાવતો હતો. ત્યાં બામ્બાપુર ગામમાં તેઓ ઉપર એ પ્રધાનના પુત્રની કાર ચડી જતા ચાર માણસો મર્યા હતાં. એમાંથી એક પત્રકાર પણ કચડાઈને મરી ગયો. સુપ્રિમ કોર્ટે આ ઘટનાની નોંધ લીધી છે. અને સરકારને ઠપકો આપ્યો છે. હૈતીમાં ભૂકંપથી ૪૨૪૮ના મોત થયા છે. તો કંદહારની મસ્જીદમાં ધડાકો થયો છે ૪૭ માણસો મરી ગયા છે. આ બાજુ ઈસ્તમ્બુલમાં ૮૭ વરસ પછી ઈદની નમાજ પઢાઈ ૧૯૩૫માં આતાતૂર્કની સરકારે મસ્જિદને મ્યુઝિયમમાં ફેરવી નાખી હતી. તો બ્રેન્સન, બેઝોઝ વચ્ચે સ્પેસ વોર ચાલું છે. એમેઝોન કંપનીના સ્થાપક બેઝોસ છે. ચંદ્ર ઉપર માણસે પગ મૂક્યો એની યાદમાં આ થયું હતું. બ્રેન્સન બ્રિટનની વર્ઝિન એરલાઈન્સના માલિક છે. બંને ટૂંકી નોટિસથી પોતાની અવકાશ યાત્રા પૂરી કરી હતી. બંનેની ટેકનોલોજી અને ઉડ્ડયન પધ્ધતિ અલગ હતાં. બેઝોસ સાથે બીજા ચાર યાત્રી હતાં.

ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી હજી રાજ કરે છે. હમણાં એની શતાબ્દીની ઉજવણી થઇ જીંનપીંગ ઇચ્છે ત્યાં સુધી સરકારના  વડા રહી શકે છે. એવો ઠરાવ પહેલા થઇ ચૂક્યો છે. એમણે એમ કહ્યું હતું કે, આપણે આધુનિકતા સાથે સંસ્કૃતિનું પણ જતન કરશું. આપણી સામે કોઇ દેશ આંખ ઉઠાવીને જોશે તો એનો જડબાતોડ જવાબ આપીશું. ચીનના આકાશમાં ૧૦૦ વરસે સર્જાયા હોય એટલા જેટ વિમાન ઉડયા હતા. નાગરીકોએ ઉજવણી કરી હતી. તો મ્યાનમારમાં ઓંગસાનને બે વરસની સજા થઇ હતી. તેઓ કંઇ જેલમાં છે. એ પણ ચીનના સત્તાવાળાઓ જાહેર નથી કરતા. આ બાજું કવીન એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન થયું છે. તો લેખક વેદ મહેતા પણ ગુજરી ગયા છે.

અમેરિકામાં વોટર ગેટ કૌભાંડના સુત્રધાર શ્રી ગોરડનનું અવસાન થયું છે. ઝાબિયાનના પ્રથમ રાષ્ટ્રપતિ કેનેડા કાઉન્ડા ગુજરી ગયા છે. તો મોરિશિયનના પૂર્વ વડાપ્રધાન અને અનિરૂધ્ધ જગન્નાથના શાસનનો અંત આવ્યો છે. ક્યૂબામાં ૬૦ વરસ બાદ ફિડેલ કાસ્ટ્રોના યુગનો પણ અંત આવ્યો છે. કેનેડામાં લૂ લાગવાથી ૨૩૩ મોત થયા છે અમેરિકામાં કોનટિકિમાં પવનનાં તાંડવામાં ૨૫૦ મોત થયા છે. હોંગકોંગમાં લોકશાહીના સમર્થક અખબાર બંધ થયા છે. 

ઇસરોએ એક સાથે ૧૮ ઉપગ્રહ છોડયા છે. રાજકપુરના સૌથી નાના પુત્ર રાજીવ કપુર ગુજરી ગયા છે. ધોની ફિલ્મનો કોસ્ટાર સંદિપ નાહારે ગુજરી ગયા છે. સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ પી.બી. સાવંત પણ ગુજરી ગયા છે. આપણી રાજ્યસભામાં સાંસદો વચ્ચે ભારે ધક્કા મુકી થઇ બાર સાંસદોને અધ્યક્ષે હાંકી કાઢ્યા. નાણામંત્રીએ અનેક ચીજો ઉપર વેરો ઘટાડયો અને જાહેરાત કરી કે આ બધુ સરકાર વેંચી નાખશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે ચાર મહિનામાં જ રાજીનામું આપ્યું.

એમની જગ્યાએ શ્રી ધામી આવ્યા. કર્ણાટકમાં શ્રી યદુરપ્પાએ પણ રાજીનામું આપ્યું. એમની જગ્યાએ શ્રી બોમ્માઇ આવ્યા. પ્રથમ વખત એક સાથે આઠ રાજ્યોના ગવર્નર બદલાયા. નવસારીના ૭૩ વરસના શ્રી પટેલ મધ્યપ્રદેશના ગવર્નર બન્યા. રાયપુરમાં ભુસ્ખલનથી ૩૯ મોત થયા. અમરનાથમાં પણ અમુક મોત થયા. ઉત્તરાખંડમાં વીજળી પડવાથી ૭૦ મોત થયા. નાટયકાર ઉર્મિલકુમાર અવસાન પામ્યા. ફોટો જર્નાલિસ્ટ શ્રી દાનિશ સીદ્દીક પણ અવસાન પામ્યા. શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને ૧૪ દિવસના જ્યુડિશીયલ કસ્ટડીમાં રખાયા. એક સાથે અનેક કલાકારો જેલમાં ગયા હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

Gujarat