દુનિયા વિશ્વ યુધ્ધ તરફ જઈ રહી છે?

Updated: Jan 29th, 2022


- વિચાર વિહાર- યાસીન દલાલ

- સાઉદી અરેબિયાએ મિસાઈલ્સ ઉત્પાદન શરૂ કરતાં અખાતના દેશોના સમીકરણમાં નાટયાત્મક પરિવર્તન આવ્યું છે. અમેરિકાની નીતિ પણ બદલાઈ રહી છે

મધ્ય પૂર્વમાં રશિયા, શીરિયા તથા અન્ય દેશોના સૈન્ય વચ્ચે તંગદિલી વધી ગઈ છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે, જો રશિયન લશ્કર સરહદ પાર કરશે તો યુધ્ધ પણ ફાટી નીકળે આ તરફ ચીન પણ પોતાના વિસ્તારવાદી વલણ સાથે મેદાનમાં છે. ચીન જ જૂઠ્ઠાણાઓમાં ઉસ્તાદ છે. એણે ભારતીય સરહદમાં થોડાક કિલોમિટરની ઘૂસણખોરી કરી છે. આપણી સરહદ ઉપર એની ગતિવિધિ વધી ગઈ છે. એ રસ્તા બનાવે છે અને મિસાઈલો છોડે છે. જો કે ભારતની તાકાત પણ ઓછી નથી. ગુરુવારે ઓરિસ્સાના બાલાશૌરના સમુદ્રતટ ઉપરથી બ્રહ્માસો નામનાં સૂપરસોનિક મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. આ માહિતી સંરક્ષણ ખાતાએ જણાવી છે. બ્રહ્માસોનું આ નવું મોડલ કેટલીક નવી ટેકનિકલ બાબતોથી સજ્જ કરાયું છે. આ પરિક્ષણ સાથે નવા ટેકનિકલ સાધનોનું પણ પરિક્ષણ થઈ ગયું છે. અને તેમાં સફળતા મળી છે. આ પૂર્વે ભારતે આ આવું જ એક પરિક્ષણ અને યુધ્ધ નૌકા વિશાખા પટ્ટનમ ઉપરથી કર્યું હતું. આ બ્રહ્માસો મિસાઈલ ભારતમાં બનાવવામાં આવે છે. ભારત અને રૂસ વચ્ચે આ અંગ ેકરાર થયો છે. ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાના મોરકોવા નદીના નામ ઉપરથી આ નામ જોડી કાઢવામાં આવ્યું છે.

અમેરિકાએ ચેતવણીનો સૂર કાઢતા કહ્યું છે કે જો રશિયા યુક્રેનની સરહદ પાર કરશે તો અમે જડબા તોડ જવાબ આપશું આ અંગે શ્રી પુતિન અને શ્રી બાઈડન વચ્ચે યોજાએલી બેઠક નિષ્ફળ ગઈ છે. એ પછી યુક્રેન અંગે અમેરિકી પ્રમુખ બાઈડને કહ્યું છે કે યુક્રેન ઉપર હુમલાની જવાબદારી રશિયાની રહેશે. જો રશિયા આ પ્રમાણે કરશે તો મોટી મુસિબતમાં આવી પડશે. અમારા સાથીદારો રશિયા અને તેના અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડવા તૈયાર જ છે. એમણે કહ્યું હતું કે, રશિયા યુક્રેન ઉપર આક્રમણ કરશે તો એણે એની આકરી કિંમત ચૂકવવી પડશે. અને રશિયા ઉપર એવા આકરા પ્રતિબંધ લગાવશું જે એણે કયારે જોયા પણ નહી હોય. એમ અગાઉથી જ યુક્રેનને ૬૦ કરોડ ડોલરથી વધુ શસ્ત્રો મોકલી આપ્યા છે. આનું ભૌતિક નુકસાન મોટું થશે. આના વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી શ્રી એનટીએ અગાઉ કર્યું હતું કે અમે માત્ર અમારી સંયુક્ત ચિંતાઓની ચર્ચા માટે જ પરસ્પર ચર્ચા કરીએ છીએ. હવે અમે એ પણ જોઈશું કે રશિયાયુક્રેન વિરૂધ્ધ નવેસરથી આક્રમણ બનશે. તો અમે નાટો અને યુરોપ સાથે મળીને બધા એમ કહે છે કે, અમેરિકા આની વિરૂધ્ધ વ્યાપક પરિણામ લાવશે. એમના નિવેદન અંગે રશિયા એ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું છે કે યુક્રેન અંગે અમેરિકાના તનાવમાં પાછા હઠવાનો કોઈ સવાલ જ નથી. જો યુક્રેન પશ્ચિમમાં તેનો આક્રમક વલણ નહી છોડે તો તેના ગંભીર પરિણામો આવશે. ેતેમણે કહ્યું હતું કે એમના દેશમાં યુક્રેન અંગે અમેરિકા સાથેની તંગદિલીમાં ઘટાડો થવાની કોઈ જગ્યા નથી. જયાં સુધી અમેરિકા યુક્રેન અંગે પોતાની નીતિ નહી બદલે ત્યાં સુધી એણે આકરી પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું પડશે. યુક્રેનની સરકારે સરહદે એક લાખનું સૈન્ય ખડક્યું હોવા છતાં તેના અધિકારીઓ કહે છે કે તેઓ રશિયા ઉપર આક્રમણ કરવાના નથી. બીજી તરફ પશ્ચિમના દેશો કહે છે કે, યુક્રેનને નાટોમા ંજતું રોકવા માટે રશિયાએ યુક્રેનને ધમકી આપવા માટે સરહદ ઉપર લશ્કર ખડક્યું છે. યુક્રેન સાથે સરહદ ધરાવતો બીજો દેશ રશિયા પણ યુક્રેનની વિરૂધ્ધ આ કારણે જ થયો છે. 

ચીન હવે ધીમે ધીમે મુખ્ય ભૂમિકામાં આવે છે. એની કંપની ઉપર જાસૂસીનો આરોપ લાગતો રહે છે. ચીનની એક કંપની અંગે થયેલા ખુલાસાથી યુરોપમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. દુનિયાની કેટલીક સૌથી સંવેદનશીલ જગ્યા ઉપર સુરક્ષા તપાસ માટે ચીનની કંપનીએ સ્કેનર્સ લગાવ્યા છે. આમાં ચોકાવનારી બાબત એ છે આ કંપનીને ચીનના સૈન્ય અને સત્તારૂઢ કોમ્યુનિષ્ટ પાર્ટી સાથે ગાઢ સંબંધો છે. કંપનીની વડું મથક બેજિંગમાં છે. અને વિશ્વભરમાં તેના ૫ હજાર કર્મચારીઓ કામ કરે છે. આંતરરાષ્ટ્રિય મીડીયાના અહેવાલ મુજબ દાવોસ માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ, યુરોપના મોટાબંદરો એમ્સ્ટાડેમથી માંડીને એથેન્સ સુધીના એરપોર્ટો રશિયા અને નાટોની સરહદ સુધી ચીનના સાધનોનો ઉપયોગ થયો છે.

પાકિસ્તાન દેવાળું ફૂંકવાને આરે છે. હવે એ બ્રિટન સમક્ષ ગયું છે. કાશ્મીરનો જૂનો રાગ છેડયો છે. ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને સૈન્ય પ્રમુખ નરવણેની ધરપકડ કરવા માંગણી કરી છે. આમાં એને તૂર્કિનો સાથ મળ્યો છે. ૧૯૫૭ ના જીનિવા કરાર હેઠળ બ્રિટન પાસે યુધ્ધ અપરાધોની તપાસ માટે કાયદેસરનો અધિકાર છે. જેનો લાભ પાકિસ્તાન ઉઠાવી રહ્યું છે. લંડનમાં તૂર્કિ સાથે જોડાએલી એક ફર્મ દ્વારા કાશ્મીરમાં યુધ્ધ અપરાધ માટે આ માંગણી કરી છે. હવે યુ.કે. પોલીસને આ રિપોર્ટ સુપ્રત કરાયો છે. ભારતીય અધિકારીઓએ આની પ્રતિક્રિયામાં એવું જણાવ્યું છે કે આ વાત ખોટી છે. આ ફર્મ અધિકારીઓ સાથે સંકળાયેલી છે. અને પાકિસ્તાન માટે કામ કરે છે.

મધ્યપૂર્વ અને અખાતના દેશોમાં અસાધારણ શસ્ત્ર હરિફાઈ શરૂ થઈ છે. અમેરિકાએ જે રીતે અફઘાનિસ્તાનને અધ્ધ વચ્ચે છોડી દીધું તે પછી તેની વિશ્વનિયતા સામે અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાની ભૂમિકા મર્યાદિત કરી નાખી છે. શીરિયા અને ઈરાકમાંથી પોતાનું લશ્કર પાછું બોલાવી લીધું છે. એટલું જ નહીં પણ અમેરિકાએ હવે બીજા દેશોમાં લડવા માટે પોતાનું લશ્કર નહીં મોકલવાનું નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ અમેરિકાનું સંરક્ષણ માટે અખાતનાં દેશો પાસે આત્મનિર્ભર બન્યા સિવાય કોઈ છૂટકો નથી.

આ દેશોએ પોતાના રક્ષણ માટે અન્ય દેશો તરફ નજર દોડાવી છે. ફ્રાંસ, રશિયા, અને ચીન આ અંગે આતુરતા બતાવી છે. ટૂંકમાં અત્યારે અમેરિકા અહીથી ખસી ગયું છે. ૨૦૨૦માં યુએઈએ ૨૩ અબજ ડોલરનાં ફાઈટર વિમાનો ખરીદવાનો સોદો કર્યો હતો. અમેરિકાએ મૂકેલી શરતોથી એ નારાજ થયું હતું. એ પછી ફ્રેચ પ્રમુખ યુએઈની મુલાકાતે ગયા હતાં. યુએઈનો અમેરિકા સાથેનો સોદો રદ કરીને ૧૯ અબજ ડોલરના રાફેલ વિમાન ખરીદવાના કરાર કર્યા હતાં. આમ અમેરિકાએ પોતાનો સોદો ગૂમાવ્યો જ અને ઉપરથી અખાતના દેશોની માર્કેટ એને મળી ગઈ. આમ અમેરિકાની વિદેશ નીતિની આ નિષ્ફળતા થઈ અમેરિકા અને બ્રિટને ઓસ્ટ્રેલિયાના પરમાણું સબમરિન આપવાનું નક્કી કર્યું તે પછી ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસ પાસેથી સબમરીન ખરીદીનો કોન્ટ્રાકટ રદ કર્યો. આમ ફ્રાંસે મોકો જોઈને શસ્ત્રો માટે અમેરિકા ઉપર આધારિત અખાતનાં દેશો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમેરિકાને બહાર સાથી દેશો પાસેથી સાઉદિ અરેબિયાએ પણ ઠેંગો દેખાડયો છે. ચીનની મદદથી સાઉદિ અરેબિયાએ ઘર આંગણે મિસાઈલ્સ ઉત્પાદન શરૂ કરી દીધું છે. સાઉદીના આ પગલાને કારણે મધ્યપૂર્વના અને અખાતનાં દેશોમાં જોખમી શસ્ત્ર હરિફાઈ શરૂ થઈ છે. ચીન અને સાઉદી વચ્ચે શરૂ થયેલા સહયોગ અંગે આમ તો અમેરિકાને ઘણા સમયથી શંકા તો હતી જ ચીને છાનામાના મિસાઈલ્સ ટેકનોલોજી સાઉદીને આપી દીધી. અમેરિકાની એજન્સીઓ હવે એનું રહસ્ય શોધવા પ્રયત્ન કરી રહી છે. આ ઢીલ માટે ડોનાલ્ટ ટ્રમ્પ જવાબદાર છે.

અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સીલ સમક્ષ રજૂ થયેલા અહેવાલ મુજબ સાઉદી અને ચીન વચ્ચે થયેલા કરારની જાણ ટ્રમ્પને જાણ હતી જ પણ ટ્રમ્પે એ વાત છૂપાવી દીધી હતી. જો કે ટ્રમ્પના પક્ષના કેટલાક સાંસદોને બાહ્ય આ વાતની જાણ થઈ ગઈ હતી. પણ એને દબાવી દેવામાં આવી હતી. હવે સાઉદીએ ઘર આંગણે મિસાઈલ્સ  બનાવવાનું શરૂ કરી દીધું છે. નાટોના દેશો આ અંગે તેલ જુઓ અન ેતેલની ધાર જુઓ નીતિ અપનાવી રહ્યાં છે. બીજી તરફ ચીનતો આ વાતની જાણ દુનિયાને થાય એમ ઈચ્છે છે. 

સાઉદી અરેબિયાએ મિસાઈલ્સ ઉત્પાદન શરૂ કરતાં અખાતના દેશોના સમીકરણમાં નાટયાત્મક પરિવર્તન આવ્યું છે. અમેરિકાની નીતિ પણ બદલાઈ રહી છે. બીજી બાજુ ઈરાન  સાથેની અમેરિકાની બેઠકોનું પરિણામ નિરાસાજનક આવ્યું છે. આ બાજુ સાઉદી અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ છે. સાઉદીએ મિસાઈલ્સ બનાવવાનું શરૂ કરતાં અમેરિકા અને ઈરાનને માટે એને રોકવાનું મુશ્કેલ બનશે. ઈરાન બમણા વેગથી પોતાનો કાર્યક્રમ આગળ વધારશે. એક વૈશ્વિક સંસ્થાના કહેવા મુજબ આ મામલો હવે પેચીદો બનશે. પરમાણુ મિસાઈલ્સ રોકવા માટેના પ્રયાસોમાં અન્ય દેશોને પણ સામેલ કરવા પડશે. આ અંગે અમેરિકાની ઢીલી નીતિથી આ વિસ્તારમાં શસ્ત્રોની હરિફાઈને જોખમી સ્થળ સુધી લઈ જશે. બાીડનની વિદેશ નીતિની ચર્ચા થઈ રહી છે.

    Sports

    RECENT NEWS