રાજયોની ચૂંટણીના મિશ્ર પરિણામો

Updated: Mar 26th, 2022


- વિચાર વિહાર-યાસીન દલાલ

- એકંદરે સૌથી ચમત્કારિક પરિણામ યુ.પી.ના આવ્યા છે. યોગીના ભાજપને સૌથી વધું બેઠકો મળી છે.  કોંગ્રેસમાં પણ અસંતોષનો ચરૂ ઉભરે છે. પણ ઉપર શ્રીમતિ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બેઠા છે. એટલે નીચેનું કોઈ બોલતું નથી

પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. પરિણામો અણધાર્યા છે. ખાસ કરીને પંજાબનું પરિણામ સાવ અણધાર્યું છે. ત્યાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે મોટા માથા હારી ગયા છે. પંજાબના મુખ્ય મંત્રી શ્રી ચન્ની બે ઠેકાણેથી ઉભા હતા અને બંને ઠેકાણે હારી ગયા છે. એ જ રીતે મુખ્યમંત્રી બનવા માટે કૂદાકૂદ કરતા નવજયોત સિધ્ધુ પણ હારી ગયા છે. આ વાત આગળ વધારીએ તો જણાશે મુખ્ય મંત્રી ખુદ હારી ગયા છે. આમ પરિણામ ચમત્કારી આવ્યા છે. બીજો ચમત્કાર એ કે દિલ્હીની પાર્ટી આમ આદમી પાર્ટી ઉર્ફે આપ ૧૦૨ બેઠક લઈ ગયો છે. પંજાબમાં કુલ બેઠક ૧૧૭ છે. અને અહીં ૯૨ બેઠક એટલે અર્ધાથી પણ વધુ થઈ. કોંગ્રેસને ૧૬ મળી છે. ભાજપનો સફાયો થયો છે. બાકીના પરચુરણ પક્ષ ચિત્રમાં જ નથી અકાલી દળના વડા પ્રકાસ સિંઘ બાદલ પણ હારી ગયા છે.

માત્ર યુપીના પરિણામ સારા આવ્યા છે. ત્યાં ભાજપ સત્તામાં હતું અને ફરીથી સત્તામાં આવ્યું છે. માત્ર થોડી બેઠકો ઘટી છે. સમાજવાદી પક્ષનું ૧૦૦થી વધુ બેઠકો મળી છે. ખરી વલે કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીની થઈ છે. બંને પક્ષોને બે-બે બેઠકો જ મળી છે. અહીં ખૂબીની વાત એ છે કે પક્ષનું સુકાન પ્રિયંકા ગાંધીના હાથમાં હતું. 

હવે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ૪૦૩ બેઠકો છે. જુદા જુદા ભાગોમાં વચ્ચે વહેંચાઈ ગઈ છે. એમાં બુંદેલખંડ ઉપરાંત જુદા જુદા ભાગો આવેલા છે. પણ કોંગ્રેસને સમખાવા પુરતી દસ બેઠકો ન મળી. પ્રિયાંકાએ જાહેર કર્યું હતું કે, કોંગ્રેસ કુલ બેઠકોમાંથી ૪૦% બેઠકો મહિલાઓને ફાળવશે. પણ આ યુક્તિ પણ સફળ ન થઈ. માંડ બે બેઠકો મળી આમ કેમ થયું હશે તે ભગવાન જાણે. જો કે માયવત્તીને એક જ બેઠ મળી. અને એમ. કયું એમ વાળા ઓવૈસીને પણ માંડ બે બેઠક મળી. એકંદરે સૌથી ચમત્કારિક પરિણામ યુ.પી.ના આવ્યા છે. યોગીના ભાજપને સૌથી વધું બેઠકો મળી છે. 

આ બાજું ગોવામાં અડધો અડધ બેઠકો ભાજપને મળી છે. જો કે બહુમતીથી આ થોડી ઓછી બેઠકો કહેવાય. થોડા અપક્ષોનો ટેકો લ્યે તો ભાજપ સત્તામાં આવી જાય. પણ ભાજપે એવું કર્યું નથી. અને લઘુમતિમાં બેસવાનું પસંદ કર્યું. કોંગ્રેસને અર્ધાથી પણ ઓછી બેઠકો મળી છે. પણ સંજોગો જોતાં ત્યાં શંભુમેળો થાય એવું લાગે છે. ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુંમતિ મળી છે. મતલબ ત્યાં સતત બીજી વાર ભાજપને સત્તા મળી છે. આ બાજું સિક્કિમમાં પણ ભાજપને સ્પષ્ટ બહુ  મતી મળી ગઈ છે. સિક્કિમ ઉત્તર-પૂર્વનું રાજય. ત્યાં વર્ષોથી કોંગ્રેસ અથવા પ્રાદશિક પક્ષોનું  શાસન હોય છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. 

ઉત્તરાખંડમાં ભાજપને ૫૦ બેઠક મળી છે. બાકીના પક્ષોમાંથી કોઈને પણ નોંધપાત્ર  બેઠકો નથી મળી. ખૂબીની વાત એ છે કે, અહીં પણ ભાજપના મુખ્મંત્રી શ્રી ધામી હારી ગયા છે. પણ ભાજપે ૫૦ બેઠકો પ્રાપ્ત કરીને આબરૂ જાળવી લીધી છે. અહીં પણ કોંગ્રેસ સત્તા ગુમાવશે એમ લાગતું હતું. એને બદલે કોંગ્રેસના મોટા નેતાઓ ખોવાઈ ગયા છે. 

ગુજરાતમાં ચૂંટણી કયારે થશે એવો પ્રશ્ન ઉભો થયો છે. જો કે શ્રી મોદી કયાંય એ વાતનો ફોડ પાડયો નથી પણ લાગે છે ગુજરાતમાં ચૂંટણી ઓકટોબર સુધીમાં યોજાવાની શક્યતા છે. કોંગ્રેસ હજી આ બાબતમાં ઉંઘે છે. બીજા રાજયોમાં નિમણુંક થઈ ગઈ છે. માત્ર ગુજરાતમાં જ ખાલી પડયું છે. હોદા ખાલી પડયા છે. આનું શું કરવું તે હાઈ કમાન્ડે વિચારવાનું છે. દિલ્હીમાં કપીલ સિબ્બલ તથા મનિષ તિવારી આજે સક્રિય છે. આમ કોંગ્રેસમાં પણ અસંતોષનો ચરૂ ઉભરે છે. પણ ઉપર શ્રીમતિ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બેઠા છે. 

એટલે નીચેનું કોઈ બોલતું નથી. રાહુલ ગાંધી બોલે છે. તો વજન પડે છે. સોનિયા ગાંધી બોલે છે તો વજન પડે છે. પણ પક્ષની શિસ્તના કારણે બોલવા તૈયાર  નથી. ઉપર લખ્યું તેમ રાજય કક્ષાએ કોઈ બોલતું નથી. જે બોલે છે તે હવામાં ઉડી જાય છે. અથવા એની ઉપર સિસ્તના પગલા લેવાય છે. આમ પક્ષમાં કોઈનું કાંઈ ઉપજતું નથી.

આપણને સૌને આશ્ચર્ય થાય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હશે. જવાબ એ છે કે એલેકઝાંડર હ્યુમ નામના અંગ્રેજે એની સ્થાપના ૧૮૮૫માં કરી હતી. ગાંધીજી ત્યારે આફ્રિકામાં હતાં. અને રંગભેદની ચળવળ ચલાવતા હતાં. અહીં આવીને તરત એમણે સુકાન સંભાળી લીધું સીધા એ ગોખલેજીને મળવા ગયા. એમનો ઉદ્દેશ એ હતો કે ગોખલે પાસે માર્ગદર્શન મળે. 

ગોખલેજીએ એમને કહ્યું કે, પહેલાં તમે આખા ભારતનો પ્રવાસ કરો. એનાથી તમને દેશની પરિસ્થિતિનો ખ્યાલ આવશે. ગાંધીજી તરત જ એ સુચનાનો અમલ કર્યો અને બિહાર તથા યુ.પી.ના પ્રવાસે ઉપડી ગયા. ચંપારણ્ય એમાં સામેલ હતું. ગાંધીજી આ લોકોની દૂરદશા જોઈને ફફડી ગયા. દારૂણ ગરીબી હતી. ઉપરાંત સત્યાગ્રહીઓએ હિંસા કરી. ગાંધીજી દુઃખી થઈને તરત જ એ આંદોલન મોકુફ રાખ્યું. કયાંય પણ હિંસા થાય એના એ વિરોધી હતા. આ પછી એમણે ફરીથી પ્રવાસ શરૂ કર્યો. નહેરૂ જેમ એમને પણ આ બધી પ્રત્યક્ષ મુલાકાત આકરી લાગી પણ એમને આખા દેશનો પ્રવાસ કરવો હતો. આથી એ પ્રવાસે ફરીથી ઉપડી ગયા.

ગાંધીના સમયમાં સરકારે તેમ જ સમગ્ર દેશ અને ગાંધીજનોએ બહુ મોટી ઉજવણી કરી અને તેનો ઉભરો શમી પણ ગયો. આજના સમયમાં આવી પ્રમાણિક અને સત્વશિલ માહિતીની ખૂબ જ જરૂર હોય તેમ લોકોને એમનો મૂળ અવાજ સાંભળવા મળે તે જરૂરી છે. 

નવી દિલ્હી ખાતેના નેશનલ ગાંધી મ્યુઝિયમમાં એક અદભૂત પેનડ્રાઈવ તૈયાર કરી છે. આમાં ગાંધી વિચાર તેમજ અન્ય સંસ્થાઓના સુંદર સહકારથી રાજકોટની સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીયશાળા અને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. પેન ડ્રાઈવમાં ગાંધીના ૨૦ પુસ્તકોનો સમાવેશ થાયછે.

 જેમાં સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અછૂત સમસ્યા, અસ્પૃસ્યતા, બા અને બાપુ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ, ગાંધી એક જીવન, ગાંધી કી કહાની લુઈ ફિશર, મહાત્મા ગાંધીના વિચારો, ગીતાનો મહિમાં અમારી બા, મહિલાઓ અને સ્વરાજ મંગલપ્રભાત, મેરા ધરમ, મેરે સપનો કા ભારત, મારો ઈશ્વર, નઈ તાલિમ કી ઓર, નીતિ ધર્મ રામનાથ, સર્વોદય, સત્યહિ ઈશ્વર હૈ, ગાંધીજી અને સ્ત્રીશક્તિ, જીવન કાર્યક્રમ.

આમ ગાંધીના આગમન પછી કોંગ્રેસમાં નવી ચેતના આવી. પ્રારંભમાં કોંગ્રેસને ગાંધી અને સરદાર જેવા સુકાનીઓ મળેલા. પણ બંનેના અવસાન પછી થોડો શૂન્ય અવકાશ સર્જાયો. દરમ્યાન મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાણી જેવા નેતાઓએ બાજી સંભાળી લીધી. પણ ગાંધીજી જેવા નેતા કોંગ્રેસને કદી મળ્યા નહીં. દરમ્યાન નહેરૂનું અવસાન થયું. અને લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા. રશિયામાં અચાનક એમનું અવસાન થયું. 

શ્રીમતિ ગાંધી સત્તામાં આવ્યા ત્યારે નેતાગીરીનો શૂન્ય અવકાશ હતો. કોંગ્રેસમાં ત્યારે સિન્ડીકેટ સત્તામાં હતી. એમાં મોરારજી દેશાઈ, એસ.કે. પાટિલ, એમ.સી. ચાગલા જેવા નેતાઓ સરવેસરવા હતાં. એ લોકોએ શ્રીમતિ ગાંધીને વડાપ્રધાન ટૂંક સમય જ માટે બનાવેલા. પણ શ્રીમતિ ગાંધીએ આવતાં વેત સપાટો બોલાવી દીધો. 

એમણે બેંકોનું રાષ્ટ્રિય કરણ કર્યું. અને રાજવીઓના સાલિયાણા નાબૂદ કર્યા. આ બેય પગલાનો આમજુઓ તો કોઈ અર્થ નહીં. રાજવીઓના સાલિયાણા પણ કાયમી હતાં. બંધારણમાં એનો ઉલ્લેખ હતો. મતલબ આ વાત આપણા બંધારણમાં સામેલ હતી. છતાં શ્રીમતિ ગાંધીએ આ સાહસિક પગલું લીધું. રાજવીઓ એની સામે સુપ્રિમકોર્ટમાં યા. પણ એમનું કાંઈ ચાલ્યું નહીં. ઉપરાંત ૧૯૭૫ માં શ્રીમતી ગાંધીએ દેશમાં કટોકટી લાદી અને સેન્સરસીપ લાદી. 

સમગ્ર દેશમાં અખબારો સરકારી અમલદારની સહીથી જ નીકળતા આમ સમગ્ર દેશમાં અંધકાર યુગ હતો. આ કટોકટી લગભગ અડી વરસ ચાલી. સરકારને એમ લાગ્યું કે હવે આપણે જીતી જશું એટલે કટોકટી ઉઠાવી લીધી. પછી ચૂંટણીઓ થઈ. એમાં કોંગ્રેસ હારી ગઈ. શ્રીમતિ ગાંધી પણ હારી ગયા. આ પછીનો ઈતિહાસ જાણીતો છે. ટૂંકમાં કોંગ્રેસ ઘણા ચડ ઉત્તરમાંથી પસાર થઈ ચૂકી છે. વચ્ચે રાજીવ ગાંધી સત્તા પર આવ્યા પણ એક અચાનક એમની પણ હત્યા થઈ ગઈ.

    Sports

    RECENT NEWS