સાહિત્યકાર અને સમાજનો સંબંધ
- વિચાર વિહાર - યાસીન દલાલ
- મણીલાલ નભુભાઇ પરમ સાક્ષર હતા અને એમની કિર્તીથી પ્રેરાઇને સ્વામી વિવેકાનંદ પણ એમને મળવા ત્યાં ગયેલા. મણીલાલ નભુભાઇ પરમ સાક્ષર હતા અને એમની કિર્તીથી પ્રેરાઇને સ્વામી વિવેકાનંદ પણ એમને મળવા ત્યાં ગયેલા। એ મકાનમાં અત્યારે ટયૂશન કલાસ ચાલશે
હમણા અમેરિકાથી એક રસપ્રદ સમાચાર આવ્યા ત્યાં એક કબર માટે ભારે ખેંચતાણ ચાલે છે. આ ખેંચતાણ બે શહેરો વચ્ચે છે. બાલ્ટીમોર શહેરમાં આ કબર આવેલી છે. ફિલાડેલ્ફિયાના લોકોને કહેવામાં આવ્યું છે કે તમે જલ્દી જલ્દી બાલ્ટીમોર પહોંચો એક કબર ખોદવાની છે. અમેરિકન સાહિત્યનો એક અભ્યાસીએ આ હાંકલ કરગી છે.
આપણને થાય કે ભલા માણસ સાહિત્યને અને કબર ને શું લાગે વળગે? સાચી વાત એ છે કે આ કબર પ્રખ્યાત અમેરિકન લેખક એડગર એલન પોની છે. આ પો અમેરિકન સાહિત્યના એટલા માટે પ્રખ્યાત છે કે એમણે અંગ્રેજીની પહેલી વાર્તા લખી હતી. એમની દફન ક્રિયામાં બહુ ઓછા લોકો હાજર હતા. બે મહિના સુધી આ કબર ઉપર પત્થર પણ મુકવામાં આવ્યો હતો. આજે માંડ પાંચ હજાર માણસો આ કબરની બન્ને બાજુ આવેલા પો મ્યુઝિયમની મુલાકાત લે છે.
આમ તો આવી મુલાકાત લેવા દર વરસે પંદર હજાર લોકો આવે છે. ખૂબીની વાત એ છે કે બાલ્ટીમોરમાં તેઓ ઝાઝો વખત રહ્યા નહોતા પણ મરતી વખતે ત્યાં હતા એટલે એમની ઘણી વાર્તાઓમાં આ બધુ જોવા મળે છે. પીટીટની આવી માંગણીથી બાલ્ટીમોરમાં પો સ્મારકના વડા જેરોમ ગુસ્સે થઇ ગયા છે. ૪૦ વરસની ટૂંકી જીંદગીમાં પો એ ઘણા શહેરોના પાણી પીધેલા. રીમચન્ડ, ન્યુયોર્ક, સલીવાન વગેરે શહેરોના પાણી પીધેલા એટલે હવે એ શહેરોના લોકો પણ ખેંચતાણમાં કૂદી પડયા છે. માત્ર પોનો જ્યાં જન્મ થયેલો તે બોસ્ટન શહેર આ બધાથી અલિપ્ત છે. પોતે બોસ્ટનમાં ફાવતું નહોતું એટલે લખાણોમાં એમણે બોસ્ટનને ખૂબ ભાંડયું હતું.
બોસ્ટન ટૂરીઝમની વેબસાઇટ ઉપર સહેલાણીઓએ જોવા જેવા એક હજાર સ્થળોની યાદી મૂકી છે પણ તેમાં પોના જન્મસ્થળનો ઉલ્લેખ નથી કે નથી કોઇ સ્મારક માત્ર એક દુકાનની બહાર એક તકતી મૂકેલી છે. પોની કબર અંગે આવી ખેંચતાણ કેમ થઇ એ જાણવા બધા આતુર હશે. પોનો જન્મ ૧૮૦૯ની જાન્યુઆરીની ૧૯મી એ થયો હતો. આવતા વરસે એને ૨૨૦ વરસ પૂરા થશે. એ વખતે બન્ને એટલા લોકોને આકર્ષવા અને દ્વિશતાબ્દીની ઉજવણીનો તાજ પોતાના માથે પહેરવા માટે આ બધી ખેંચતાણ ચાલે છે.
ગુજરાતમાં કોઇ લેખકનું સ્મારક મૂકવાની પ્રથા જ નથી. નડીયાદ સાક્ષરોની ભૂમિ છે. ગોવર્ધનરામનું વતન છે જેમણે 'સરસ્વતી ચંદ્ર' આપી હતી. એમનું ઘર જોયું એ જ્યાં બેસીને લખતા હતા એ ઓરડો પણ જોયો. એમના ટેબલ ખુરશી જોયા. એમને બે દીકરીઓ હતી. એકનું નામ ડાહ્યગૌરી અને બીજીનું નામ સમજુગૌરી. અમેનું મકાન જીર્ણ અવસ્થામાં હતું અને કોઇ ખરીદીને જીર્ણોધ્ધાર કરે એની રાહમાં હતું પણ ખરી મજા ત્યારે થઇ જ્યારે મણીલાલ નભુભાઇનું મકાન જોયું, એ મકાનમાં અત્યારે ટયૂશન કલાસ ચાલતા હતા. મણીલાલ નભુભાઇ પરમ સાક્ષર હતા અને એમની કિર્તીથી પ્રેરાઇને સ્વામી વિવેકાનંદ પણ એમને મળવા ત્યાં ગયેલા પણ એમને ખબર હતી કે એમના અવસાન પછી એમના પોતાના મકાનની આવી દુર્દશા થશે?
વાત નીકળી જ છે તો એ પણ જાણી લઇએ કે હમણાં રાજ્યના માહિતી ખાતાએ 'ગુજરાતની સ્થાપ્ત્ય કલા' નામનું પુસ્તક બહાર પડયું.
ગુજરાતમાં સ્થાપ્ત્ય કલા અને સાંસ્કૃતિક વારસો ગૌરવંતો છે પરંતુ પુસ્તક કોઇ જાતની સંશોધનવૃત્તિ ધરાવતું નથી. ઘુમલીની વાવ અત્યારે જર્જરીત છે. મોડ પરનો કિલ્લો ગમે ત્યારે પડી જાય તેમ છે. સોનકંસારીના ડેરા પણ ખંડેર હાલતમાં છે. રાજ્ય સરકારે આવા પુસ્તકો બહાર પાડવાને બદલે આવા સ્મારકોની જાળવણી કરવી જોઇએ.
ગુજરાતમાં લેખકને ક્યાંક બિરદાવતા નથી. નર્મદ, બળવંતરાય ઠાકોર કે નરસિંહરાવ દિવેટીયાનું સ્મારક ક્યાંય નથી. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ઘણા વરસો મુંબઇમાં ગણેલા. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્ય કોષ'ના બીજા ભાગમાં લખ્યું છે કે ગોવર્ધનરામનું અવસાન નડીયાદમાં થયેલું છતાં અત્યાર સુધી કોઇ કાંઇ બોલ્યું નથી. હમણા રામચંદ્ર ગુહાએ એવી ટીકા કરી કે ગુજરાતીઓને પૈસામાં રસ છે પણ સાહિત્ય અને સંસ્કારમાં નથી ત્યારે મોટાભાગના રાજકારણીઓ અને સાહિત્યકારો ઉકળી ઉઠયા હતા અને ગુહાની ભારે ટીકા કરી.
તેઓ બંગાળી છે અને બંગાળ પોતાના સાહિત્યપ્રેમ માટે જાણીતું છે. આપણને પહેલું નોબેલ ઇનામ બંગાળી લેખક ટાગોરે જ અપાયેલું, એ જ રીતે પહેલો ઓસ્કાર એવોર્ડ પણ સત્યજીત રાયને મળેલો. બંગાળે શરદબાબુ જેવા અનેક ખ્યાતનામ લેખકો પેદા કર્યા છે. શરદબાબુની 'દેવદાસ' દુનિયાભરમાં અમર છે. દરેક સાહિત્યપ્રેમીએ આ મુદ્દો વિચારવો જોઇએ. આપણે આપણી અસ્મિતા વિશે જરૂર જાગૃત થઇએ પણ એમાં સંકુચિતતા ન ચાલે. શરદબાબુએ બીજી પણ અનેક અમર કૃતિઓ આપી છે. મીસ વર્લ્ડ અથવા મીસ યુનિવર્સ પણ સુસ્મિતા સેન જેવી બંગાળી છોકરીઓ લઇ જાય છે એવી જ રીતે પંજાબ પણ ઘણી બાબતોમાં આગળ છે.
એડ્ગર એલન પોની જેમ અંગ્રેજીમાં સંખ્યાબંધ વિખ્યાત સાહિત્યકારો થઇ ગયા છે. નોબેલ વિજેતાઓની યાદી જોઇએ તો આ વાતની ખાત્રી થાય. દક્ષિણ પૂર્વના દેશો પણ નોબેલ લઇ જાય છે પણ આપણે એમાં પણ પાછળ છીએ. વાસ્તવમાં કોઇ કોઇને અન્યાય નથી કરતું બધો દોષ પક્ષાપક્ષી અને જૂથ બંધીનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી હજી પણ અંદર અંદર લડે છે. અકાદમી સ્વાયત્ત રાખવી કે સરકારી એ અંગેનો ઝઘડો હજી ચાલ્યે રાખે છે.
ગુજરાત સરકાર અવારનવાર એમાં માથું મારે છે અને પોતાના માનીતાઓને પ્રમુખપદે ઠોકી બેસાડે છે. મહારાષ્ટ્રમાં એવું નથી કે કેન્દ્રમાં પણ નથી કેન્દ્રીય સાહિત્ય અકાદમી કે ભારતીય જ્ઞાાનકોષ એ બધી સ્વાયત્ત સંસ્થાઓ છે. જો કે એમાં પણ સભ્યપદ અંગે ગોટાળા થાય છે પણ એ જુદી વાત છે. ગુજરાત તો આ બાબતમાં તદ્દન કંગાળ છે. અહીં જ્ઞાતિવાદથી માંડીને કોમવાદ સુધી બધા જ દૂષણો દ્રષ્ટિગોચર થઈ જાય છે એમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન છે.
અગાઉ ચાંદની અને આરામ જેવા વાર્તા માસિકો ધૂમધામથી ચાલતા, હવે એ બધા બંધ પડી ગયા છે. શુધ્ધ સાહિત્યીક પદારથ દુર્લભ બની ગયો છે. હવે એ પણ પાછો આવે એવી શક્યતાઓ ઓછી છે. એક જમાનામાં કલકત્તાથી પણ નવરોજ જેવા માસિક અથવા વાર્ષિકો ચાલતાં અને દેશભરમાં ફેલાઈ જતાં અત્યારે બંગાળ આ બાબતમાં ઉંચો ક્રમ લઈ જાય એમ છે. આપણા કરતાં મહારાષ્ટ્ર પણ આ બાબતમાં ઠીકઠીક આગળ છે.
સાહિત્યકારોનું સમાજમાં શું સ્થાન હોય એ પ્રશ્ન જ છે. દિલ્હીમાં ગાલીબના મકબરાની જગ્યાએ કોલસાની વખાર થઈ ગઈ છે. દિલ્હીના રસ્તા રાજકારણીઓના નામ ઉપર હોય છે ત્યારે સિંગાપુરનો મુખ્ય રસ્તો ન્યૂટન રોડ તરીકે જાણીતો છે. આમ આ પ્રશ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને રીતે મહત્વનો છે. વિશ્વભરમાં સેકસપિયર નાટયકાર તરીકે જાણીતા છે અને સ્ટ્રેસફોર્ડ એવન નામના એના જન્મ સ્થળને અંગ્રેજ સરકારે કરોડોના ખર્ચે યાત્રાધામ તરીકે વિકસાવેલું છે.
સેકસપિયર જયાં બેસતો એ કમરો પણ અને એનું ફર્નિચર પણ સાચવી રાખ્યું છે એના કુટુંબની તસવીરો પણ સાચવી રાખી છે. સેકસપિયર લંડન આવીને નાટક ભજવતો અને આવા પ્રવાસો એણે ખૂબ કર્યા છે. એના ઉપર હજી સંશોધન ચાલે છે એક લેખકે કહ્યું કે, સેકસપિયરના નાટકો ચોરેલા છે. આના વિશે પણ સંશોધન ચાલે છે. બ્રેડલી નામનો વિવેચક સેકસપિયર જેટલો જ પ્રખ્યાત થઈ ગયો છે.એણે સેકસપિયર ઉપર અસંખ્ય પુસ્તકો લખ્યા છે.
કોઈપણ સમાજમાં સાહિત્યકારનું સ્થાન હંમેશા મોખરે હોય છે. ફ્રાંસમાં ક્રાંતિ વોલ્ટેર અને રુસો નામના લેખકોએ કરી હતી. એમના પુસ્તકો વાંચીને લોકોમાં જાગૃતિ આવી અને તેઓ શેરીમાં ઉતરી પડયા. આ ક્રાંતિને ગીલોટીન ક્રાંતિ પણ કહે છે. આપણે ત્યાં કટોકટી વખતે સાહિત્યકારો મોટેભાગે ચૂપ રહેલા મહારાષ્ટ્રની જેમ કોઈ ચળવળ થઈ નહોતી. હવે એટલું વાતાવરણ બદલાયું છે અને લોકો કેટલા જાગૃત થયા છે એ કોઈ જાણતું નથી.
સાહિત્યમાં ભારે જૂથબંધી ચાલે છે. સાહિત્ય પરિષદ પણ જૂથબંધીનો શિકાર બની ગઈ છે. આમાંથી બહાર આવે અને તાજી હવાનો સ્પર્શ થાય અને એ હવાની લહેરખી બધાને સ્પર્શે એવું બને ખરું? આ પ્રશ્નનો જવાબ કયારે મળશે?