For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજયોની ચૂંટણીનાં પરિણામો કેવાં હશે?

Updated: Jan 22nd, 2022

Article Content Image

- વિચાર વિહાર-યાસીન દલાલ

- ગ્રામકક્ષાએ સડક,પાણી અને વીજળીના મુદ્દા ચૂંટણી પરિણામો ઉપર અસર પાડે છે પરંતુ 'મફત'નું રાજકારણ તો આખા દેશને હિલોળે ચડાવી દે છે

પાંચ રાજયોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. થોડા સમય પહેલા એવું લાગતું હતું કે કોરોનાને કારણે ચૂંટણીઓ મોકુફ રહેશે. પણ બધા રાજયોએ કહ્યું કે અમારે ચૂંટણીઓ તાત્કાલિક કરવી છે. આથી ચૂંટણીની તારીખોમાં કોઈ ફેરફાર ન થયો. ચૂંટણીએ લોકશાહીનું હાર્દ છે. લોકો પોતે જ પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. અને સંસદ તથા વિદાનસબામાં મોકલે છે. આપણું રાજકારણ ધીમે ધીમે સત્તાલક્ષી બની ગયું છે. અને ભ્રષ્ટાચાર પણ હવે તો શિષ્ટાચાર બની ગયું છે. લોકશાહી પણ નાણાશાહી બની ગયું છે. શ્રીમતી ગાંધીએ જોયું કે હવે નાટયાત્મક કાંઈક કરવું પડશે. પરિણામે એમણે બેંકોનું રાષ્ટ્રિકરણ કર્યું અને સમાજવાદનું સુત્ર આપ્યું. રાજકારણે પ્રજાને ભિખારી બનાવી દીધી છે. વોટ માટે લોકોને જાત જાતના પ્રલોભનો અને લાલચ આપવામાં આવે છે. નેતાઓ લગભગ અભણ હોય છે. અને મતદારો ખૂબ જ ભણેલા હોય છે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે. પંજાબમાં નવજ્યોતસિધ્ધુ ક્રિકેટ રમતો હોય એમ ચોકા ઉપર છક્કા મારે છે. એણે ગૃહિણીઓને માસિક બે હજાર આપવાની જાહેરાત કરી છે. તથા કોલેજ કન્યાઓને સ્કૂટર, પાંચ ધોરણ પાસ કન્યાને પાંચ હજાર, ૧૦ ધોરણ પાસને ૧૫ હજાર અને ૧૨માં પછી ૨૦,૦૦૦ આપવાની જાહેરાત કરી છે.

પ્રાથમિક શાળામાં કન્યાઓને ટેબેલટ અપાશે. છોકરાઓ માટે કોઈ જાહેરાત થઈ જ નથી. મહિલાને નામે મકાન રજીસ્ટ્રેશન થયું હોય તો રજીસ્ટ્રેશન ફી માફ. આ બાજું દિલ્હીમાં શ્રી અરવિંદ કેજરીવાલે પંજાબની જેમ મહિલાઓને માસિક ૧૦૦૦ આપવાનું વચન આપ્યું છે. આમ ચારેબાજુ વચનોનો વરસાદ શરૂ થયો છે. મહિલાઓને આર્થિક મદદ અને વરસે આઠ ગેસ સિલિન્ડર મફત અપાશે. આના માટે રાજય સરકારે ૨૪૦૦૦ કરોડ ફાળવવા પડશે. કેજરીવાલનો પક્ષ 'આપ' તરીકે ઓળખાય છે. એમણે પંજાબ ગોવા અને ઉત્તરાખંડમાં મહિલાઓને માસિક ૧૦૦૦ રૂપીયા આપવાની જાહેરાત કરી દીધી છે. તો યુ.પી.માં સમાજ વાદી પાર્ટીએ પણ સિંચાઈ અને રહેઠાણ માટે ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની ખાત્રી આપી છે. આમ અખિલેશ યાદવ યુ.પી.માં દિલ્હીની નકલ કરી રહ્યાં હોય એવું લાગે છે. જો કે દિલ્હીનો શહેરી અને ઔદ્યોગિક અર્થતંત્ર અલગ છે.

પંજાબમાં વીજળીનું રાજકારણ છે. ૧૯૯૬માં ચૂંટણી વખતે તે વખતના મુખ્યમંત્રી શ્રી ભટ્ટલે, ટયુબવેલ માલિકો માટે મફત વીજળીની જાહેરાત કરી હતી આને કારણે જમીનમાં પાણીનું લેવલ ખુબ જ નીચે ઉતરી ગયું અને ચોખાની ખેતી સરળ બની ગઈ. આમ સડક વીજળી અને પાણી ચૂંટણીઓમાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક ખેડૂતો રાત્રે પંપ મૂકીને બાજુના ખેતરનું પાણી ચોરી લે છે. ઉનાળામાં આને લીધે પાવર કટ કરવો પડે છે.

આ વખતે દિલ્હીમાં પંજાબને દિલ્હીનો કરન્ટ લાગ્યો છે. દિલ્હીમાં આપ સરકારે ૨૦૦ યુનિટ સુધી વીજળી મફત અને ૪૦૦ યુનિટ સુધી અર્ધાભાવે આપવાની જાહેરાત કરી છે. તો પંજાબમાં ૩૦૦ યુનિટ મફત આપશે. અત્યારે દિલ્હીમાં ૩૫ લાખ પરિવારોને આ લાભ મળે છે. પણ પંજાબમાં ૭૦ લાખ પરિવારો છે. ત્યાં મુખ્યપ્રધાને યુનિટ દીઠ રૂપિયા ૩ ઘટાડયા છે. તો પણ સરકારને ૧૪ હજાર કરોડની ખાધ પડશે. પંજાબની જેમ અખિલેશ યાદવે યુ.પી.ના કિસાનોને મફત રહેઠાણ માટે ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર ૪૦૦ યુનિટ મફત આપે છે. આમ વીજળી મફત આપવાની જાહેરાતની બાબતમાં ચડસા ચડસી શરૂ થઈ છે. અખિલેશ યાદવે સ્માર્ટ ફોન મફત આપ્યા છે.

બેકાર યુવાનોને માસિક ૫૦૦૦ તેમજ બળદ કોઈને ઘાયલ કરે અને માણસ મૃત્યુ પામે તો ૫ લાખ રૂપિયાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ચિન્હ સાયકલ છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ ટિકિટની વહેંચણીમાં ૪૦ ટકા ટિકિટ મહિલાઓને આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ૧૨માં ધોરણમાં ભણતી કન્યાઓને સ્માર્ટફોન તથા સ્કુટી અને ફ્રી ટ્રાન્સપોર્ટ તથા વરસે ૩ સિલિન્ડર મફત અપાશે. પરિવાર દીઠ ૧૦ લાખ સુધીની રકમ તબીબી ખર્ચ માટે મળશે. જે ઉદ્યોગોમાં ૫૦ મહિલાઓ હોય એને ટેકસમાંથી ૫૦ ટકા માફ થશે. એવું પણ વચન આપ્યું છે.

આ તમામ વચનોની લહાણી મૌખિક છે. શ્રી નરેન્દ્ર મોદીએ વચનપુરતીનો અહેવાલ રજુ કર્યો છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દર વરસે ત્રણ હપ્તામાં કિસાનોના ખાતામાં દર વરસે ૬ હજાર કરોડ જમા થાય છે. ૨૦૨૨માં ૧૧ હજાર કરોડ કિસાનોના ખાતામાં ૨૦૦ હજાર નવસો કરોડ રૂપિયા જમા થયા હતાં. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૧,.૮ લાખ કરોડ જમા થયા હતાં. મુખ્યપ્રધાને કિસાનો માટે કૃષિના વપરાસમાં ૫૦ ટકા ઘટાડાનો આદેશ આપી દીધો છે. જેના ૧૩ લાખ લાભાર્થીઓ છે. આ સબસીડી માટે રાજય સરકાર પાવર કોર્પોરેશનને વધારાના એક હજાર કરોડ ચૂકવશે. આ ઉપરાંત સ્વ રોજગાર યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગોને રૂપિયા ૪૩૦૦/૧૪ લોન પેટે અપાયા છે. ૭૫ હજાર કારીગરોને શ્રમ યોજના હેઠળ જરૂરી સાધનો માટે અપાયા છે. ૪૦ લાખ પ્રવાસીઓને પણ સહાય અપાઈ છે.

રાષ્ટ્રપતિને વડાપ્રધાન શ્રી મોદી એક વાત માટે મળ્યા હતાં. શ્રી મોદી ચૂંટણી પ્રચાર માટે પંજાબ ગયા ત્યારે રસ્તામાં ટ્રાફિકજામ થઈ ગયો. અને વડાપ્રધાન ૪૦ મિનિટ માટે ફસાઈ ગયા. રાજય સરકાર કહે છે કે કેન્દ્ર સરકાર આના માટે જવાબદાર છે. તો કેન્દ્રસરકાર રાજય ઉપર જવાબદારી નાખે છે. કેન્દ્ર કહે છે કે રાજય અમને પુરી જાણકારી ન્હોતી આપી. તો રાજયો કહે છે કે કેન્દ્ર આના માટે જવાબદાર છે.

દરમ્યાન પંજાબમાં વડા પ્રધાનના પ્રવાસ દરમ્યાન જે બન્યું અને એમને જે રીતે રોકાણ કરવું પડયું એ માટે જવાબદાર કોણ, સલામતી અંગેનો કાનૂની વિવાદ પણ છે અને રાજકીય પણ છે. રાજકીય વિવાદ ચૂંટણીના કારણે છે. વડાપ્રધાને મુખ્યપ્રધાનનો આભાર માન્યો કે વિમાન મથકે હું જીવતો જાગતો પહોંચ્યો છું. વિરોધીઓ આ નિવેદનને નાટક ગણાવશે. અન્ય રાજકીય પક્ષોના નેતાઓ તપાસની માંગણીથી આગળ વધ્યા નથી. પણ સુપ્રિમકોર્ટને વડાપ્રધાને સલામતીની ચિંતા છે. કારણ કે ખાલીસ્તાનીઓ અને પાકિસ્તાન સાથે નવજયોતની દોસ્તી સાથે કેપ્ટન અમરિન્દરસિંઘે પણ વડા પ્રધાનને ચેતવ્યા હતાં. પંજાબમાં પાકિસ્તાનની ચાર અને ખાલીસ્તાનના નાણાથી અશાંતિ સર્જવાની શક્યતા ઉભી જ છે.

વડાપ્રધાનને શારીરિક ઈજા પહોંચાડવાનું સરકારનું કાવતરૂ નહી હોય પણ આ પ્રક્રિયામાં ટોળા શાહી સામે શક્તિ વપરાય તો હિંસાને હવા મળી શકે. પંજાબને ફરીથી બાળવા ખાલીસ્તાનવાદીઓ રાહ જોઈને બેઠા છે. કિસાન આંદોલન વખતે દિલ્હી પોલીસે લાઠી પણ ઉગામી નહીં એથી કેટલાક લોકો નિરાશ થયા છે. હવે મોદીને પાછા વાર્યા અને પંજાબની બદનામી થઈ એવા બળાપા કાઢે છે. સુપ્રિમકોર્ટમાં મુખ્ય ન્યાય મૂર્તિએ સલામત વ્યવસ્થાને લગતી તમામ માહિતી જપ્ત કરી અને સીલબંધ કરી એથી રજીસ્ટ્રાર જનરલને મોકલી આપી એથી સાબિત થાય છે. હવે સોમવારે સુપ્રિમકોર્ટની સૂચના મળે ત્યાં સુદી તમામ કાર્યવાહી કરી શકે નહીં આ જપ્ત મુખ્યત્વે રાજય સરકારને લાગું પડે છે. પંજાબ યાત્રા પહેલા નવી દિલ્હીથી ગયેલી સૂચનાઓ સલામત હોય જ પણ રાજય સરકારમાં છેડછાડ નહી થાય. એની તકેદારી જરૂરી છે.

શુક્રવારે આ મુદ્દે ખૂબ દલીલો થઈ. સુપ્રિમમાં દિલ્હીના વકીલોએ આ મુદ્દે તપાસની રજૂઆત કરી. એ પછી પંજાબ સરકારે તપાસ સમિતિ નીમી દીધી અને એડવોકેટની સંસ્થાવતી સિનિયર એડવોકેટે રજૂઆત કરી કે તપાસ સમિતિ નીમાઈ ગઈ છે. એના અધ્યક્ષનુ નામ સુપ્રિમકોર્ટના ચૂકાદામાં છે. રાજયનાં એક પોલીસ ઓફિસર ઉપર નકલી એન્કાઉન્ટર આરોપ હતો. અને તપાસ સમિતિની નિષ્ઠામાં અવિશ્વાસ હોવાથી કોર્ટે એ તપાસ બંધ કરી હતી. રાજયનાં પોલીસ વડાએ મંજૂરી આપ્યા પછી વડાપ્રધાનનો કાફલો આગળ વધ્યો હતો. સ્થાનિક પોલીસો માર્ગમાં ચા પાણી કરતા હતાં. અને કોઈ જાણ કરતા નહોતા. કાફલો ફલાયઓવર ઉપર આવ્યા પછી રસ્તા રોકવાની જાણ થઈ. સરહદ પરનાં આતંકવાદનો પણ વિચાર કરવો રહ્યો. પંજાબ સરકારની સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત ગૃહ ખાતાના સચિવ પણ છે.

પંજાબ સરકારના એડવોકેટ જનરલે કેન્દ્રની તપાસ સમિતિની સામે વાંધો ઉઠાવ્યો સુપ્રિમકોર્ટ હાથમાં કેસ છે એ જાણીને પંજાબ સરકારે ઝડપથી પગલા લીધા. પંજાબ સરકારના ગઠન વખતે નવજ્યોત સિંધ્ધુ એ મુખ્ય પ્રધાન ઉપર દબાણ કરીને પોતાના વિશ્વાસુને ગોઠવી દીધા. અસાધારણ સંજોગો હોય ત્યારે ્સથાનિક પોલીસ દળ વડાપ્રધાનના કાફલા આસપાસ ઘેરી વળે ત્યારે પંજાબ પોલીસ દળ તમાશો જોતું હતું. માત્ર એસ.પી.જી. ઓફિસરો એકશન મોડમાં હતાં.

Gujarat