For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એકંદરે સરેરાશ કક્ષાનું અંદાજ પત્ર .

Updated: Feb 12th, 2022

Article Content Image

- વિચાર વિહાર- યાસીન દલાલ

- હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટ જેવા ક્ષેત્રો માટે પહેલી વખત પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના પહાડો પર આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરશે.

આખરે ચાલુ વરસનું અંદાજ પત્ર સંસદમાં રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે આ બજેટ આગામી ૨૫ વરસ માટે વિકાસનો પાયો નાખશે. પણ બજેટની જોગવાઈઓ જોતાં એવું લાગતું નથી. સામાન્ય પ્રજાની અપેક્ષા એવી હતી કે બજેટમાં ઈન્કમ ટેકસમાં રાહત મળશે. અને ગયા વરસે પણ આવકવેરામાં અથવા એના સ્લેબમાં કોઈ રાહત મળી નહોતી. આથી નાણામંત્રી આ વખતે રાહત આપશે. પણ એમ થયું નહીં. છેલ્લા એક બે વરસમાં જુદા જુદા કારણોસર મોંઘવારી ખૂબ જ વધી છે. પણ નાણામંત્રીએ આ મુદ્દો ખાઈ ગયા. અને આવકવેરામાં કોઈ રાહત આપી નહીં. વડાપ્રધાને બજેટની ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, આ બજેટ ૧૦૦ વરસની ભયંકર આપદાઓ વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. પણ એમનો આ દાવો પણ ખોટો છે. વડાપ્રધાને એવું કહ્યું હતું કે, આ બજેટ આધુનિક પાયાનું માળખું, વધુ રોકાણ, વધુ વિકાસ અને વધુ નોકરીઓમાં નવી શક્યતાઓથી ભરપૂર છે. બજેટ યુવાનો માટે એક મજબૂત ભવિષ્યનું આશ્વાસન આપે છે. આ બજેટ હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટ જેવા ક્ષેત્રો માટે પહેલી વખત પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના પહાડો પર આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરશે. જે ધ્યાનમાં રાખીને યોજના શરૂ કરવામાં આવી છે.

બજેટમાં નાણામંત્રીએ દાવો કર્યો છે કે, સરકાર લોકોના કલ્યાણની સાથે રાજધર્મ પણ નિભાવે છે. બજેટના માધ્યમથી લોકોના કલ્યાણ કરવાની અપેક્ષા પૂરી થશે. તેમણે મહાભારતનો શ્લોક ટાંક્યો હતો જેમાં યુધ્ધિષ્ઠિર શાંતિ પર્વના  બત્રીસમાં અધ્યાયની અનુસાનની વાત કરતાં જનમાનસના કલ્યાણની વાત પણ કરે છે. શાંતિપર્વમાં કહેવાયું છે કે કોઈ રાષ્ટ્રનો રાજધર્મ કોઈ પણ કાયદાથી જનતાનું કુશળ ક્ષેમ અને કલ્યાણ જ છે. આ શાંતિપર્વમાં ધર્મ, દર્શન, રાજકારણ અને અધ્યાત્મ જ્ઞાાનની વિષદ વ્યાખ્યા કરવામાં આવી છે.

બજેટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો માટે હિતકારી છે. અને એનાથી ૬૦ લાખ નોકરીઓની તક ઉભી થશે. યુવાઓ માટે એક મજબૂત ભવિષ્યનું આશ્વાસન આપે છે. જે રીતે આ બજેટને સ્વીકૃતિ મળી છે. તેનાથી આપણા લોકોની સેવા કરવા માટે અમે વધુ સારા બન્યા છીએ. આ બજેટથી વિપક્ષ કહે છે કે યુવાનો, ખેડૂતો, મધ્યમવર્ગ અને ગરીબો ને દગો આપનારૂ બજેટ છે. બજેટમાં યુવાનો અથવા ગરીબો માટે કોઈ જોગવાઈ કરાઈ નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બજેટને ઝીરોસમ બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં ખાતર સબસીડીની જોગવાઈ નથી. બજેટ ખેડૂતો વિરોધી અને ગરીબ વિરોધી છે. વિરોધ પક્ષ કહે છે કે બજેટ પગારદાર વર્ગ, મધ્યમવર્ગ, ગરીબો, વંચિત અને ખેડૂતો માટે કોઈ જોગવાઈ નથી.

કૃષિ બજેટમાં ૧.૩૨ લાખ કરોડની ફાળવણી થઈ છે. કેન્દ્ર સરકાર જે રીતે કિશાન ડ્રોનને પ્રોત્સાહન આપે છે એ જ રીતે કેમિકલ યુક્ત કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન આપવા માંગે છે. ખેતી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર આધુનિક ટેકનીકોનો ઉપયોગ વધારશે. ટેકાના ભાવ દ્વારા ખેડૂતોના ખાતામાં ૨.૩૭ લાખ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવશે. જો કે હાલ આ પ્રયોગ પ્રાથમિક તબક્કામાં જ છે. સરકાર ડિજિટલિકરણ અન્યકીટનાશકોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું હતું કે સરકાર કૃષિ સ્ટાર્ટ-અપ અને ગ્રામિણમાં ખેતીને ફાયદો પહોંચાડવાવાળા કામને પ્રોત્સાહન આપવા અંગે વિચાર કરી રહી છે. નાણા મંત્રીએ એમ પણ કહ્યું કે ખેડૂતો માટે ડ્રોન અતિ મહત્વ પૂર્ણ છે. જો કે હાલ ડ્રોન તૈયાર નથી થયા પણ ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. કેટલીક સહકારી સંસ્થાઓ આ અંગે કામ કરી રહી છે. ખેડૂતો માટે બીજી કોઈ વિશેસ જાહેરાત કરવામાં નથી આવી. પણ સરકાર ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને ખેડૂતોની આવક વધારવાના પ્રયત્નો કરશે. નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે, સરકાર કૃષિ  સ્ટાર્ટઅપ અને ગ્રામિણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નાબાર્ડના માધ્યમથી સહનિવેષ અંતર્ગત એકઠી કરવામાં આવેલ પુંજી સાથે એ ફંડની સુવિધા પુરી પાડશે.

આરબીઆઈ ડિજીટલ રૂપિયો લાવશે અને ક્રિપ્ટોની કમાણી પર ૩૦% ટકા ટેકસ લાગશે. ૨૨-૨૩માં બ્લોકચેન ટેકનોલોજી આધારિત ડિજિટલ રૂપિયો રજુ કરશે. જેને ભારત સરકારની સત્તાવાર ક્રિપ્ટોકરન્સી કહેવાશે. જો કે આ ખાનગી કરન્સી હશે. સરકારે હજી સુધી એના ઉપર કોઈ નિયંત્રણ નથી મૂક્યા પણ ૩૦% ટેકસ લાગશે અને ડિજિટલ એસેટ્રસની ટ્રાન્સફર પર ૧ ટકો ટીડીએસ કપાશે તેમણે કહ્યું હતું કે, સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી આવવાથી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. અને કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ ઘણી સસ્તી થશે. બ્લોકચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક આગામી નાણાકીય વરસમાં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. બિટકોઈન પર હજી પણ પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત નથી.

સહકારી મંડળીઓનો ટેકસ ૧૮% થી ઘટાડી ૧૫% તથા સરચાર્જ ૧૨% થી ઘટાડી ૭% કરાયો છે. મોદી સરકારના બીજી કાર્યકાળનું આ ચોથુ બજેટ છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી ૨૫ વરસના અર્થતંત્રનો પાયો આ બજેટ છે. દેશમાં કરચોરી રોકવા અને કાયદાના છટકબારીનો લાભ ઉઠાવી કેટલાક લોકો સર્વે કે ઈન્કમટેકસના દરોડામાં છૂપાવેલી આવક બહાર આવે તો તેની સાથે અગાઉ બિઝનેશની ખોટ બાદ મેળવતા આવ્યા છે. વેંચાણ ઓછું બતાવવું કે નફો ઓછો બતાવવાના કિસ્સામાં આવી ઘટના બને છે. આ બજેટથી હવે આવી છટકબારી બંધ થશે. જો થાય તો તેને રોકવા માટે એક વખત દરોડામાં છૂપાવેલી આવક બહાર આવે પછી તેને અગાઉની ખોટ બાદ નહી મળે.

આ બજેટમાં સરકારે ડિજિટલ ઈન્ડિયા પર વધુ ભાર મૂકયો છે. એમાં યુનિવર્સિટી, સ્વાસ્થય સહિતના ક્ષેત્રોમાં ડિજિટલ એકટીવીટીને પ્રોત્સાહન અપાયું છે. એમણે સતત બીજા વરસે ટેબલેટથી બજેટ રજૂ કર્યું છે. સમગ્ર વિશ્વ જયારે વર્ચ્યુઅલ કરન્સી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોના મહામારીથી ભાંગી પડેલા અર્થતંત્રને બેઠું કરવા માટે હાઉસિંગ ઉપર રૂપિયા ૩૯ કરોડની ફાળવણી કરી છે. જો કે સૌરાષ્ટ્ર માટે વેપારીઓ, ઉદ્યોગપતીઓ, નોકરીયાતો અને ગૃહિણીઓની આસ્થા ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું છે. અગાઉના બજેટની મોટાભાગની જોગવાઈઓ ચાલું રાખવામાં આવી છે. જી.એસ.ટી. ઘટાડાયો નથી. રોડનું નેટવર્ક વધારાયું છે. પણ મહિલા સાહસિકોને કોઈ રાહત નહી મળતા નારાજગી ઉપજી છે.

સ્ટીલમાં ડયૂટી ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચે તો કિચનવેર અને હાર્ડવેરમાં થોડો ફાયદો થશે. પાંચ લાખથી વધુને રોજી આપતા રૂા એક હજાર કરોડની નિકાસ કરતા ઈમિટેશન ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું કે કોરોના કાળમાં નિકાસ ઘટી હતી. તેમાં ફેરફાર નહી થાય સોના ઉપર માત્ર બે ટકા ઈમ્પોર્ટ ડયૂટી હતી તે ગયે વરસે નાણામંત્રીએ દસ ટકા કરી હતી. ઉપરાંત ૩ ટકા જી.એસ.ટી. લાગે છે. તેમાં પણ ફેરફાર નથી કર્યો. એકંદરે આ બજેટ મોંઘવારીમાં પ્રચંડ વધારો કરશે. ૨૫ વરસનું આયોજન નાણા મંત્રીએ કર્યું છે. પણ આ વરસે ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકાનું વધારે થવાનું અનુમાન છે. અર્થ વ્યવસ્થાને કોરોનાને કારણે ફટકો પડયો છે. જી.ડી.પી.માં સાત ટકાનો ઘટાડો થયો છે.

એમણે કહ્યું હતું કે, કોરોના કાળમાં માનસિક તનાવ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ વધી છે. આથી દેશભરમાં ૨૩ સેન્ટર ખૂલશે અને નેશનલ હેલ્થ ડિજિટલ ઈકોસિસ્ટમ બનશે.ઉપરાંત વાહનો ઈલેકટ્રિક બનશે. એટલે ચાર્જિંગ સ્ટેશનો પર બેટરી બદલી શકાશે. છેલ્લા એક વરસમાં સરકારે રેકોર્ડ ૨૦.૭૯ લાખ કરોડનું જી.એસ.ટી. કલેકશન કર્યું છે. આ આંકડો સરકારના અનુમાનથી પણ ૨ નવ લાખ કરોડ વધુ છે. હવે મોબાઈલ ફોન, ચાર્જર, ચામડું, કપડા, જોડા, વિદેશથી આવતા મશીનો કૃષિનો સામાન હિરા અને જવેલરી, પેકેજીંગના ડબ્બા, સસ્તા થશે. આભૂષણ અને હિરા ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા થશે.

આર્ટિફિશિયલ ઝવેરાત પર કસ્ટમ ડયૂટી પ્રતિ કિલો ૪૦૦ રૂપિયા રહેશે. વિદેશી છત્રીઓ અને ફયૂઅલ સસ્તા થશે. કલમ ૮૦ સીમાં કોઈ છૂટ નથી શેર, એફડી, મ્યુચ્યુઅલ ફંડ, વિમા વગેરેમાં રોકાણ પર કોઈ ફાયદો નહી થાય. આગામી ૨૫ વરસમાં ઈન્ફ્રાનો પાયો નંખાયો, એકસો સાત લાખ કરોડ રૂપિયા ખર્ચાશે. ૧૬ મંત્રાલયને એક જ ડિજિટલ પ્લેટ ફોર્મ ઉપર લવાશે. જેમાં રેલ્વે, માર્ગ, પેટ્રોલિયમ, વીજળી, ટેલિકોમ, સિપિંગ અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સામેલ છે. એકસો નવ નવા એરપોર્ટ બનશે. ૫૧ હેલિપેડ બનશે. ૬ લાખ કિલોમિટરના હાઈવ ેબનશે. ૨૦૦ મેગા ફૂડ પાર્ક બનશે. ત્રણ વરસમાં ૪૦૦ ટ્રેનો દોડશે. ૧૦૦ કારગો ટર્મિનલ બનશે. વર્લ્ડ કલાસ ક્વોલિટીનું શિક્ષણ આપવા યુનિવર્સિટી બનશે. જેમાં ઘણી ભાષાઓમાં ભણાવાશે. વનકલાસ અને ટી.વી. ચેનલ બારથી વધારીને ૨૦૦ કરાશે.

Gujarat