Get The App

જુદા જુદા કેલેન્ડરનું મહત્વ

- વિચાર વિહાર- યાસીન દલાલ

- ઈજીપ્તમાં પિરામીડ કાળથી એવી માન્યતા હતી કે અવારનવાર પરગ્રહવાસીઓ પૃથ્વી ઉપર આવે છે અને પોતાનું કામ પતાવીને પાછા જતાં રહે છે

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
જુદા જુદા કેલેન્ડરનું મહત્વ 1 - image


દુનિયા આખીમાં જાન્યુઆરીથી નવું વર્ષની શરૂ થાય છે. ૫૦૦ વર્ષ પહેલા ખ્રિસ્તી  દેશોમાં ૨૫મી માર્ચ અને ૨૫ ડીસેમ્બરે નવા વર્ષની ઉજવણી થતી પાંચમી સદી આવતાં આવતાં રોમન સામ્રાજયનું પતન થયું જેમ જેમ સમય આગળ જતો ગયો તેમ તેમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર વધતો ગયો. ખ્રિસ્તીઓ ૨૫મી માર્ચ અથવા ૨૫ ડીસેમ્બરે પોતાનું નવું વર્ષ મનાવવા ઈચ્છતા હતાં. ખ્રિસ્ત માન્યતા અનુસાર ૨૫મી માર્ચે એક વિશેષ દૂત ગેબરીયલે ઈસા મસીહાની મા મેરીને સંદેશો આપ્યો કે તમારે ૨૫ ડીસેમ્બરે ઈસુને જન્મ આપવાનો છે. ૨૫ ડીસેમ્બરે ઈસુનો જન્મ થયો અને એ દિવસે અત્યારે પણ ક્રિસમસ મનાવાય છે પણ જુલીયન કેલેન્ડરમાં કરવામાં આવેલી સમય ગણવામાં થોડીક ખામી હતી. સેન્ટ બિડ નામના ધર્મચારીએ આઠમી શતાબ્દીમાં જણાવ્યું કે એક વર્ષમાં ૩૬૫ દિવસ અને કલાકને બદલે પાંચ કલાક ૪૮ મીનીટ અને ૪૬ સેકન્ડ હોય છે. 


૧૩મી સદીમાં બીડને આ થીયરી સ્થાપિત કરી આ થીયરીથી એક પરેશાની થઈ. જુલીયન કેલેન્ડરના હિસાબે દર વરસે ૧૧ મીનીટ અને ૧૪ સેકન્ડ વધારે ગણાતી હતી. આથી ૪૦૦ વરસમાં સમય ત્રણ દિવસ પાછળ જઈ રહ્યો હતો. ૧૬મી સદી આવતા આવતા દર વરસે ૧૦૦ દિવસ પાછળ થઈ ગયો. સમયને ફરીવાર નિયત સ્થાને લાવવા માટે રોમન ચર્ચમાં પોપ ગ્રેગરીએ તેની પર કામ કર્યું. ૧૫૮૦ ના દાયકામાં ગ્રેગરીએ એક જયોતિષ એલાસ સીયસની સાથે એ કેલેન્ડર પર કામ કરવાનું શરૂ કરી દીધું.

લીપયર તેને કહેવાય છે જેમાં ચાર અથવા ચારસોથી ભાગી શકાય. સામાન્ય વરસોમાં ચારનો ભાગ જરૂરી નથી. શતાબ્દી વર્ષમાં ચાર અને ચારસો બંને ભાગવા જોઈએ તેમાં લીપયરનો એક દિવસ આખો દિવસ હોતો નથી. તેમાં ૨૪ કલાકથી ૪૬ મીનીટ ઓછી હોય છે એટલે ૩૦૦ વર્ષ સુધી દર શતાબ્દી વર્ષનાં એકવાર લીપયર મનાવવામાં ન આવે પરંતુ ૪૦૦ વર્ષમાં લીપયર આવે અને ગણતરી યોગ્ય રીતે જળવાઈ રહે. ૧૯૦૦માં ૪૦૦નો ભાગ આવતો નથી તેથી ૪થી વિભાજીત થવા છતાં પણ લીપયર ન આવ્યો.

વર્ષ ૨૦૦૦ લીપયર હતું. આ કેલેન્ડરને જે ગ્રેગરીયન પણ આ સંશોધન સમયે લગભગ ૧૧ મિનિટનો સુધારો થઈ ગયો હતો પણ ૨૬ સેકન્ડનો ફરક રહી ગયો હતો. વર્ષ ૪૦૯ માં આ કેલેન્ડરમાં આખા એક દિવસનો ફર્ક અથવા ખામી રહી જશે. આ ૨૬ સેકન્ડની ખામી દૂર કરવા માટે સુધારો થઈ શકે. ટૂંકમાં આજનું વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું અંગ્રેજી કેલેન્ડર અણીશુધ્ધ નથી તેમાં કયાંકને કયાંક કોઈકને કોઈક ખામી રહી જાય છે.

રોમના શાસક જુલીયસ સીઝરે નવી ગણતરીઓના આધારે એક નવું કેલેન્ડર તૈયાર કરાવેલું જેમાં બાર મહિના હતાં. એણે ખગોળશાસ્ત્રીઓની સાથે ચર્ચા કરીને એવું તારણ આપ્યું કે પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાડવામાં ૩૬૫ દિવસ અને છ કલાક લાગે તેથી સીઝરે રોમન કેલેન્ડરને ૩૧૦થી વધારીને ૩૬૫ દિવસનું કરી નાખ્યું અને દર ચાર વરસ બાદ ફેબુ્રઆરી મહિનો ૨૯ દિવસનો કરી નાખ્યો છે. દર ચાર વરસમાં વધનારા એક દિવસનો સમાવેશ થઈ શકે. વર્ષ ૪૫ પૂર્વેની શરૂઆત ૧લી જાન્યુઆરીથી થઈ વર્ષ ૪૪ પૂર્વેની જુલીયસ સીઝરની હત્યા થઈ ગઈ તેના સન્માનમાં વરસના સાતમાં મહિના કવીનટીલીસનું નામ જુલાઈ થઈ ગયું. આઠમાં મહિનાનું નામ સીકસીટીલીસને બદલે ઓગષ્ટ થઈ ગયું. ૧૦ મહિનાવાળા વર્ષમાં ઓગષ્ટ છે. રોમન સામ્રાજય જયાં સુધી ફેલાયું ત્યાં સુધી નવું વરસ ૧લી જાન્યુઆરીથી ગણાતું.

હોલેન્ડે ૧૫૮૩ માં આ કેલેન્ડર અપનાવ્યું, પોલેન્ડે ૧૫૮૬ માં અપનાવ્યું, જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કે ૧૭૦૦માં અપનાવ્યું, બ્રિટને ૧૭૫૨ માં અપનાવ્યું, ભારતે પણ ૧૭૫૨માં અપનાવ્યું, રશિયાએ ૧૮૧૭માં અપનાવ્યું, અને જાપાને ૧૯૭૨માં આ કેલેન્ડર અપનાવ્યું, ભારતે આ કેલેન્ડરને ૧૭૫૨માં અપનાવ્યું, ગ્રેગરીયન કેલેન્ડરને અંગ્રેજી કેલેન્ડર પણ કહેવાય છે. ૧૭૫૨માં ભારત પર બ્રિટનનું શાસન હતું તેથી આ કેલેન્ડર ભારતે ૧૭૫૨માં અપનાવી લીધું. ભારતમાં દરેક રાજયમાં નવું વરસ જુદું હોય છે.

મરાઠી ગુડીપડવાથી તો દિવાળી ગુજરાતીમાં બેસતા વર્ષથી શરૂ થાય છે. હિંદુ કેલેન્ડરમાં ચૈત્ર મહિનાની ૧લી તારીખે નવા વર્ષની ઉજવણી થાય છે. ગ્રેગરીયન કેલેન્ડરમાં એક સમસ્યા છે. આ કેલેન્ડરમાં ૧૧ મીનીટનો ઉપાય તો ચાર કે ત્રણ શતાબ્દી વર્ષને લીપયર તરીકે ઉજવીને કરી લેવામાં આવ્યું.

યુરોપ અને દુનિયાના મોટાભાગના દેશોમાં નવું વરસ ૧લી જાન્યુઆરીથી શરૂ થાય છે. પરંતુ હંમેશા આવું થતું નથી. હાલમાં દુનિયાના તમામ દેશોમાં ૧લી જાન્યુઆરીથી નવા વરસથી શરૂઆત થતી નથી. ૫૦૦ વરસ પહેલા મોટાભાગના ખ્રિસ્તી દેશોમાં ૨૫ માર્ચ અને ૨૫ ડીસેમ્બરના દિવસે નવા વરસની ઉજવણી થતી. પહેલીવાર ૧લી જાન્યુઆરીથી ઈ.સ. ૪૫ પહેલા રોમન રાજા જુલીયસ સીઝરે કરી હતી એના રાજયમાં કેલેન્ડરનું ચલણ હતું.

પૃથ્વી અને સૂર્યની ગણનાને આધારે રોમન રાજા નુમા નેપીલુંસે એક નવું કેલેન્ડર લાગું કર્યું. આ કેલેન્ડર દર મહિનાનું હતું ત્યારે એક અઠવાડીયું આઠ દિવસનું હતું. નુમાએ માર્ચની જગ્યાએ જાન્યુઆરીને પહેલો મહિનો માની લીધો. જાન્યુઆરી નામ રોમન દેવતા જેનુસ ઉપરથી આવ્યું છે.  જેનુસર રોમન સામ્રાજયમાં દેવતા મનાતું તેને બે મોઢા હતાં. આગળના મોઢાની શરૂઆત અને પાછળના મોઢાને અંત તરીકે માનવામાં આવતું. માર્ચનો પહેલો મહિનો રોમન દેવતા માર્સને નામે મનાવવામાં આવતો. માર્સ યુધ્ધનો દેવતા હતો. નુમાએ યુધ્ધની જયાંસે શરૂઆતના દેવતાના મહિનાથી વર્ષની શરૂઆત કરવાની એની યોજના હતી.

હજારો વરસો પહેલા લેટિન અમેરિકામાં હૈતી નામનો દેશ આવેલો છે ત્યાં એક કેલેન્ડર બનાવવામાં આવ્યું. આ કેલેન્ડરનું નામ માયા કેલેન્ડર હતું.આ કેલેન્ડર મુજબ એક દિવસ પૃથ્વીનો વિનાશ થશે અને એ વિનાશ પરગ્રહોને કારણે થશે.આ કેલેન્ડર મુજબ દુનિયાના બધા કેલેન્ડરની ગણતરી ખોટી છે. માયા કેલેન્ડર સાચું છે. આ કેલેન્ડરની ગણતરી મુજબ એકાદ દાયકા પહેલા પૃથ્વીનો વિનાશ નક્કી હતો પણ આ દાયકો જતો રહ્યો છે. આ કેલેન્ડર વિશે ઘણા રહસ્યો હજી ઉકેલવાના બાકી છે. ઈજીપ્તમાં પિરામીડ કાળથી એવી માન્યતા હતી કે અવારનવાર પરગ્રહવાસીઓ પૃથ્વી ઉપર આવે છે અને પોતાનું કામ પતાવીને પાછા જતાં રહે છે.

ઈજીપ્તના પિરામિડની ઉંચાઈ આને લીધે જ છે એ ઉંચાઈથી પિરામિડના દેવતા આકાશી શક્તિઓ સાથે વાર્તાલાપ કરે છે. હમણાં ચીલીમાં વસતા પ્રાચિન આદિવાસીઓ વિશે એમ કહેવાય છે કે આ આદિવાસીઓ પરલોકવાસીઓ છે ત્યાં એક અમેરિકન દંપતિ ગયું અને ત્યાં જ રહી ગયું. એમણે એક ભવ્ય હોટલ ખોલી છે. આ હોટલનું નામ વાઈ વાઈ હોટલ છે ત્યાંના એ હોટલના માલિક ત્યાંની સ્થાનિક પ્રજા સાથે ભળવાની કોશિષ કરે છે. ચીલીની આજુબાજુ અનેક દેશો એવા છે કે જે આધુનિક નથી. આ વિસ્તારનું કેલેન્ડર તદ્દન જુદું જ છે. આફ્રિકાના અશ્વેત લોકોનું કેલેન્ડર અને સંસ્કૃતિ જુદા છે. એ લોકો ભણ્યા નથી એના બાળકોમાંથી કેટલાકે તો શાળા જોઈ જ નથી.

આપણા દેશમાં વરસોથી આપણે વિક્રમ સંવતમાં માનીએ છીએ. ઉજ્જૈનમાં રાજા વિક્રમ થઈ ગયા એમણે આ સંવત શરૂ કર્યો હોવાનું કહેવાય છે. બીજો સંવત શકસંવત તરીકે ઓળખાય છે. દેશના કેટલાક ભાગોમાં શકસંવત તો કેટલાકમાં વિક્રમ સંવતને માનવામાં આવે છે. આ સંવતમાં પણ ગણતરી માટે ચાર વરસે અધિક માસની ગણતરી થાય છે પણ ઈસ્લામી કેલેન્ડરમાં આવી કોઈ વ્યવસ્થા નથી પરિણામે દર વરસે ઈદ દસ દિવસ વહેલી આવે છે.

ઈસ્લામી કેલેન્ડરના રચયિતાની આ ખામી હશે કે બીજી કોઈ કારણ હશે એ ખ્યાલ નથી આવતો. હિંદુ મહિનો કારતકથી શરૂ થાય છે અને આસોમાં પૂરો થાય છે આને દેશી પંચાગ કહે છે. હિંદુ કેલેન્ડરમાં ચોઘડિયા પણ હોય છે. દિવસના ચોઘડિયા અને રાત્રિનાં ચોઘડિયા જુદા હોય છે. શુભ, ચલ, કાળ, ઉદવેગ, અમૃત, રોગ, લાભ.

ભારતમાં લગ્ન અને બીજા પ્રસંગો મૂહુર્ત જોઈને જ નક્કી થાય છે પરિણામે જયોતિષીઓની ભારે ડીમાન્ડ રહે છે એ લોકો પોતાની પાસે જે પંચાગ હોય છે એ જોઈને તરત જ મૂહૂર્ત કાઢી આપે છે. દુનિયાના કોઈ દેશમાં પંચાંગનું આટલું મહત્વ નથી. વિદેશમાં પણ જયાં જયાં ભારતીયો હોય ત્યાં એ લોકો ભારતના પંડિતોને બોલાવીને મૂહુર્ત કઢાવે છે અને એ મુજબ જ ચાલે છે  બિહારમાં છઠ્ઠ પૂજાનું મહત્વ છે તો બીજા રાજયોમાં બીજી પૂજાનું મહત્વ છે. આમ દેશભરમાં જાતજાતના કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યા છે. સાચામાં સાચું કેલેન્ડર આપણું પોતાનું વ્યક્તિગત છે. આપણને ગમે એની ઉજવણી કરીએ આપણું મન સાફ હોવું જોઈએ એનામાં કોઈ પ્રત્યે કોઈજાતનો પૂર્વગ્રહ હોવો ન જોઈએ.

Tags :