For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુનિયાનો નકશો બદલી નાખનાર વિચારકો

Updated: Aug 7th, 2021

Article Content Image

- વિચાર વિહાર- યાસીન દલાલ

- દુનિયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે? દુનિયામાં આટલી બધી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે? 

સ્ટીફન હોકિન્સ આધુનિક યુગના એક મહાન વૈજ્ઞાાનિક હતા. હમણાં એમણે એવી આગાહી કરી હતી કે માણસાજાત જો રોબોટ બનાવવામાં આગળ વધતો રહેશે તો માણસ જ માણસનો નાશ કરશે. એમણે અવકાશયાત્રાનો પણ વિરોધ કરેલો. એમણે આપેલી બ્લેક હોલની થિયરી જાણીતી છે. હમણાં યુરોપમાં એક મોટો વૈજ્ઞાાનિક પ્રયોગ થયો ત્યારે પૃથ્વીના ઉદ્ભવની એક નવી જ થિયરી બહાર આવી આ વૈજ્ઞાાનિક અપંગ હોવાથી વ્હીલચેરમાં જ બેઠા રહે છે અને ચિંતન કરતા.

છેલ્લી દોઢ - બે સદીમાં દુનિયામાં ચારથી પાંચ એવા વિચારકો થઈ ગયા જેમણે દુનિયાનો નકશો બદલી નાખ્યો આ વિચારકોમાં કાર્લ માર્કસનું નામ પહેલું આવે એણે ૪૦ વરસ હાઈડલ બર્ગની યુનિવર્સિટીનાં પુસ્તકાલયમાં બેઠા રહીને દુનિયાભરનાં થોથાં વીંખી નાખ્યાં. એને સમજાતું નહોતું કે લાખો વરસ પછી પણ દુનિયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે? દુનિયામાં આટલી બધી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે? એણે બધા ધર્મગ્રંતો વાંચી નાખ્યા અને એવો નિષ્કર્ષ કાઢયો કે ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. રિલિજિયન ઈઝ ધી ઓપિયમ ઓફ ધી પીપલ. એણે દાસ કેપિટલ નામનું પુસ્તક લખ્યું જે દુનિયાભરની લાઈબ્રેરીઓમાં પહોંચી ગયું એણે લખ્યું કે ધર્મોએ માનવના શોષણનું મોટામાં મોટુ સાધન છે. ધર્મોએ જ પાપ પુણ્યની વિચારધારા ઊપજાવી કાઢી. ધર્મે જ જન્મ અને પુનઃજન્મની તદ્ન અતાર્કિક વિચારધારા ઊપજાવી કાઢી માણસનો સાચો દુશ્મન એની મૂડી છે. મૂડીનું યોગ્ય વિતરણ થાય તો શોષણનો પ્રશ્ન જ ન રહે.

આમાંથી જ સામ્યવાદનો ઉદય થયો. ખૂબી એ થઈ કે સામ્યવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયો અને માર્કસની વિચારધારાનો અમલ લેનિને રશિયામાં કર્યો અને ૧૯૧૭માં રશિયામાં ક્રાંતિ થઈ એને બોલ્સે વિક ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. રશિયા પછી ચીન પણ સામ્યવાદના માર્ગે થયું. પૂર્ણ યુરોપના બલ્ગેરિયા, ચેકોસ્લેવિકિયા, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો પણ સામ્યવાદના રંગે રંગાયા. મતલબ કે અડધી દુનિયા લાલ થઈ ગઈ. એક પુસ્તક કેવા ચમત્કાર સર્જી શકે છે એનું આ એક અદ્ભુત અને અપ્રતિમ ઉદાહરણ હતું.

એ પછી યુરોપમાં ફ્રોઈડની વિચારધારા આવી ત્યાં સુધી યુરોપની ખ્રિસ્તી વસ્તીમાં સેકસ એટલે કે જાતીયતા તરફ ભારે સૂગ પ્રવર્તતી હતી. લોકો સેકસની ચર્ચા કરતાં પણ ખચકાતા હતાં. ખ્રિસ્તી સાધ્વીઓને પરણાવાની મનાઈ હીત ફ્રોઈડે પહેલી વાર કહ્યું કે જાતીયતા મનુષ્યની સ્વાનભાવિક વૃત્તિ છે. જેમ મામસને પીવા માટે પાણી જોઈએ. ભૂખ છિપાવવા માટે ખોરાક જોઈએ. તેમ જ શારીરિક સુખ માટે સેકસ જોઈએ. જો સેકસ જ ન હોત તો મનુષ્યની ઉત્પતિ ન થઈ હોત.

પ્રારંભમાં ફ્રોઈડની આ વિચારધારા સામે ભારે વિરોધ થયો. પણ પછી ધીમે ધીમે દુનિયાએ આ વિચારધારા સ્વીકારી લીધી. આજે દુનિયાભરની યુનિવર્સિટીઓમાં, મનોવિજ્ઞાાન ભવનોમાં ફ્રાઈડની વિચારધારા ભણાવાય છે. મતલબ કે, દુનિયાએ સેકસને સ્વાભાકિ પ્રક્રિયા તરીકે સ્વીકારી લીધી છે. હવે તો આપણે ત્યાં પણ શાળા અને કોલેજોમાં સેકસ એજ્યુકેશન આપવાની હિમાયત થાય છે. 

આવા જ ત્રીજા મહાન વિચારક આદમ સ્મિથ નામના અર્થશાસ્ત્રી હતા, એમણે દુનિયાને મુક્ત વેપાર અને ફ્રી માર્કેટ ઈકોનોમિક નામની સ્વતંત્રતાની વિચારધારા આપી. એનો આશ્રય લઈને આદમ સ્મિથે પૂછયું કે જો વાણી સ્વાતંત્રય હોય તો વેપારમાં અંકુશ શા માટે? એણે સાબિત કર્યું કે અંકુશ હટાવી લેવાય તો વેપાર ધંધા વિકસે અમેરિકાએ અને યુરોપના ઘણા દેશોએ આ વિચારધારા અપનાવી જો કે બ્રિટને મિશ્ર અર્થતંત્ર એટલે કે સમાજવાદ અપનાવ્યો.

આવા એક મહાન વૈજ્ઞાાનિક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત આપીને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો. એણે સાબિત કર્યું કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. એ ગુરુત્વાકર્ષણના નિયમને કારણે ફરે છે. આજે માણસજાતે સંખ્યાબંધ ઉપગ્રહો બ્રહ્માંડમાં ફરતા મૂક્યા છે. એને કારણે જ આપણે ઘેર બેઠા ટી.વી. ઉપર સંખ્યાબંધ ચેનલો જોઈ શકીએ છીએ. અમેરિકાએ તાજેતરમાં એક નવો ઉપગ્રહ તરતો મૂક્યો છે. જેનો ઉદ્દેશ બ્રહ્માંડમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધવાનો છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની વિચારધારાએ પણ જ્ઞાાનવિજ્ઞાાન વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

એ જ રીતે ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત આપ્યો. એણે શોધ કરી કે મનુષ્યની ઉત્પતિ વાનરમાંથી થઈ છે. પછી કાળક્રમે વાનરની પૂછડી નાબૂદ થઈ અને ધીમે ધીમે આજના મનુષ્યનો ઉદ્ભવ થયો. દુનિયાભરના પ્રચલિત ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પતિ બેથી પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી. ખ્રિસ્તી ધર્મમાં માને છે કે મનુષ્યનો ઉદ્ભવ બે હજાર વરસ પહેલાં થયો. ભારતીય પુરાણો કહે છે કે સંસ્કૃતિ અને સભ્યતા ચારથી પાંચ હજાર વર્ષ પહેલાંની નીપજ છે. ધર્મગ્રંતો એમ પણ કહે છે. કે પૃથ્વી ચોરસ છે અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. ગેલેલિયો, કોપરનિક્સ અને ડાર્વિન જેવાની શોધખોળે આ બધી માન્યતાઓ તોડી પાડી.

પરિણામે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે જબરૂ ઘર્ષણ થયું. કેટલાક વૈજ્ઞાનિકોને જેલમાં પૂરવામાં આવ્યા અને કેટલાક ને જીવતા સળગાવી દેવાયા અંતે આ ઘર્ષણમાંથી સેક્યુલારિઝમના સિધ્ધાંત જન્મ થયો. આ સિધ્ધાંતનો મર્મ એ છે કે જુદાં જુદાં પ્રાણીઓની ઓળખ કરી આપી અને સાબિત કર્યું કે સમાનતા અને અસમાનતાને સમજાવી કઠિન નથી.

ઘણા દ્વીપોમાં રહેનારાઓના પૂર્વજો એક હતાં. જેઓ વિકસિત થતાં થતાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું. આ પરિવર્તનનું ચક્ર નિરંતર છે. જીવન માટે જે ઉપયોગી હોય એ રહેશે અને નકામું હશે એ નષ્ટ થશે. પરિણામે અત્યારે છે એના કરતાં પણ ભવિષ્યનો મનુષ્ય જુદો હશે. 

૧૮૬૦માં બ્રિટિશ સમિયાકોમાં અનેક લેખો છપાયા જે ડાર્વિનના સિદ્ધાંતો ઉપર હુમલો કરતા હતાં. પણ હકસલીએ ડાર્વિનને ટેકો આપ્યો. એમણે મજાકમાં પૂછયું કે તમારા દાદાઓ વાનર હતા? ડાર્વિન જવાબ આપ્યો કે પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ, નહી કે કોઈ ચર્ચના બિશપને આ બિશપે ડાર્વિનના સિધ્ધાંતોની ઝનૂનપૂર્વક વિરોધ કર્યો. અને ૧૮૨૫માં જહોન નામના શિક્ષક ઉપર ડાર્વિનના સિધ્ધાંતો ભણાવવા બદલ મુકદ્મો ચાલ્યો. જહોન દોષિત પુરવાર થયો, પણ સજા બીગલની યાત્રા પૂરી કર્યા બાદ તેમને આંચકીનો રોગ લાગ્યો. એમનું અવસાન ૧૮૮૨માં થયું. સમગ્ર વિશ્વ આ પ્રકૃતિવિદ્ને યાદ કરે છે. 

આવો જ એક વધુ વિચારક માર્સલ મેકલુહાન નામે થઈ ગયો. એનો જન્મ કેનેડામાં એડમન્ટન ખાતે થયો હતો. ૫૧-૫૨માં એણે ગ્લોબલ વિલેજ એટલે કે વૈશ્વિક ગામડાની કલ્પના કરી. એણે કહ્યું કે, એક દિવસ એળો આવશે કે દુનિયા ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનની દ્રષ્ટિએ એકદમ સાંકડી થઈ જશે. રાબેતા મુજબ એ જમાનામાં લોકોએ ગાંડો કહીને એને હસી કાઢયો. પણ આજે એને મીડિયા પ્રોફેટ કહીને એની પૂજા કરવામાં આવે છે. સુપરસોનિક વિમાન મુંબઈથી લંડન ચાર કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રાન્સપોર્ટની ક્રાંતિ કહેવાય. ઈન્ટરનેટની મદદથી દુનિયાની કોઈ પણ માહિતી ઘેર બેઠાં મળી શકે છે.

લંડન કે ન્યૂયોર્કનો કયો વિસ્તાર કયાં આવેલો છે. એ બટનની ચાંપ દાબતા તમને ખબર પડી જાય છે. ફેકસની મદદતી કોઈપણ લખાણ કે તસવીર કે ચિત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય છે.  હવે ગુજરાતમાં અખબારની પાંચ, છ કે સાત આવૃત્તિઓ બહાર પડે છે. એમ ગ્લોબલ અખબાર પણ શરૂ થઈ ગયું છે. રૂપર્ટ મર્ડોકનું આઈ.એચ.ટી. એટલે કે ઈન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યૂન દુનિયામાં આવું પહેલું અખબાર બન્યું છે. મોબાઈલ ફોનમાં વિડિયો કેમેરા પણ આવી ગયા છે. વિડિયો કેસેટમાંથી સીડી અને ડીવીડી સુધીની યાત્રા આપણે પાર કરી હવે તો આઈફોન ઉપર પાંચસોતી છસો જેટલાં ગીતો એક સાથે ઉતરી શકે છે.

સ્ટીવન્સ અને આઈન્સ્ટાઈન પણ દુનિયાને આગળ લઈ જવામાં મદદરૂપ થયા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થિયરી આપી તો સ્ટીવન્સને ચાની કીટલીનું ઢાકણું ઉછાળતું હતું. તે જોઈને વરાળથી શક્તિ પારખીને આગ ગાડીની શોધ કરી તો રાઈટ બ્રધર્સે ઊડતું પંખી જોઈને વિમાન બનાવ્યું. હજી વિજ્ઞાાનની શોધખોળો એટલી ઝડપતી આગળ વધી રહી છે કે આવતીકાલે કઈ શોધ થશે એ કોઈ કહી શકતું નથી આમ, આપણે યુરોપની જેમ અંધશ્રધ્ધા અને વહેમોમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી ૨૧મી સદીમાં પ્રવેશી ગયાની વાતો માત્ર ટેકનિકલ રહેશે.

Gujarat