FOLLOW US

વાપી : પારડી પાર નદીના પુલ પરથી અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી

Updated: Mar 18th, 2023


- ચંદ્રપુરના તરવૈયાઓએ યુવાનની લાશ બહાર કાઢી : આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ

વાપી,તા.18 માર્ચ 2023,શનિવાર

પારડી હાઇવે પરથી પસાર થતી પાર નદીના પુલ પરથી આજે સવારે અજાણ્યા 30 થી 35 વષિઁય યુવાને ભેદી સંજોગોમાં છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે લોકો એકત્રિત થઇ ગયા હતા. ચંદ્રપુરના તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવાનની લાશ બાદ કાઢી હતી. પોલીસે લાશનો કબજો લઇ ઓળખ કરવા તજવીજ આદરી છે. 

પોલીસ અને પ્રાપ્ત માહિતિ અનુસાર પારડીથી પસાર થતી પાર નદીનાપુલ પરથી આજે શનિવારે સવારે લગભગ 8.30 વાગ્યાની આસપાસ અજાણ્યા 30 થી 35 વષિઁય યુવાને ભેદી સંજોગોમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે પુલ પરથી જતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. બાદમાં લોકો એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ પહોંચી ગઇ હતી.

 ચંદ્રપુરના તરવૈયા પણ ઘટના સ્થળે આવી ગયા બાદમાં નદીમાં લાપત્તા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ યુવાનની પાણીમાંથી લાશ બહાર કાઢી હતી. પોલીસે લાશનો કબજો લઇ તેની ઓળખ કરવા કવાયત આદરી છે. જો કે યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભયુઁ તે અંગે તેની ઓળખ થયા બાદ જ વિગત બહાર આવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાર નદીના પુલ પરથી છલાંગ મારી આપઘાત કર્યાના બનાવ બન્યા હતા. આ પ્રકારના વધી રહેલા બનાવો ચિંતાનો વિષય બન્યો છે.

Gujarat
News
News
News
Magazines