વલસાડ જિલ્લાના કપરાડામાં તાલુકામાં 10 ઇંચ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ
- રાજ્યના 66 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ
વલસાડ, તા, 15 જુલાઈ 2022, શુક્રવાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જ્યારે રાજ્યના અન્ય 28 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 15 જુલાઇ 2022ના રોજ સવારે 6:00 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન નીચે મુજબનો વરસાદ નોંધાયો છે.
વિસ્તાર |
વરસાદ |
વિસ્તાર |
વરસાદ |
કપરાડા |
253mm |
વેરાવળ |
104mm |
ચીખલી |
244mm |
બારડોલી |
104mm |
સુત્રાપાડા |
240mm |
માળીયા |
93mm |
ગણદેવી |
231mm |
વાલોડ |
91mm |
ધરમપુર |
212mm |
વલસાડ |
84mm |
નવસારી |
211mm |
ઉમરગામ |
80mm |
જલાલપોર |
183mm |
ખાંભા |
72mm |
વાંસદા |
168mm |
વિજયનગર |
70mm |
ખેરગામ |
165mm |
મહુવા |
69mm |
ડોલવણ |
159mm |
વંથલી |
65mm |
વાપી |
155mm |
જેતપુર |
65mm |
પારડી |
137mm |
ખંભાળિયા |
64mm |
વઘઈ |
130mm |
સુબીર |
61mm |
માણાવદર |
127mm |
કોડીનાર |
59mm |
તલાલા |
123mm |
પોરબંદર |
58mm |
કુતિયાણા |
122mm |
પલસાણા |
55mm |
વ્યારા |
121mm |
ડાંગ (આહવા) |
55mm |
રાણાવાવ |
109mm |
જેસર |
54mm |
ચોર્યાંશી |
105mm |
ઉના |
52mm |
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ 54 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 98.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.34 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 55.12 ટકા, પૂર્વ ગુજરાતમાં 42.08 ટકા અને ઉત્તર ગુજરાતમાં 29.32 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.