પારડીમાં દવાની દુકાન અને ફલેટ પર SOG પોલીસનો છાપો : રૂ.1.17 કરોડથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi Police : પારડીના મુખ્ય બજારમાં દવાની દુકાન અને બાલાખાડીમાં એપાર્ટમેન્ટના ફલેટમાં પોલીસે છાપો મારી પ્રતિબંધિત દવાના જથ્થાની હેરાફેરીના નેટવર્કનો પકર્યો છે. પોલીસે પ્રતિબંધિત ટેબ્લેટસ અને કફ શીરફની બોટલો મળી કુલ રૂ.1.17 કરોડનો જથ્થો અને બાઇક જપ્ત કર્યુ છે.
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઇ. યોગેશ હડીયાને મળેલી બાતમીના આધારે ટીમે પારડી મુખ્ય બજારમાં આવેલી દવાની દુકાનમાં ગઇકાલે શુક્રવારે છાપો માર્યો હતો. જે દરમિયાન નરેન્દ્રસિંહ જબ્બરસિંગ પુરોહિતની પુછપરછ કરી દુકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત દવાનો જથ્થો મળ્યો હતો. પોલીસે બાલાખાડીમાં બીના એપાર્ટમેન્ટમાં નરેન્દ્રસિંગના ફલેટમાં છાપો માર્યો હતો.
ફલેટમાં તપાસ કરતા પ્રતિબંધિત વેકન-ડી કફ સિરપની બોટલો, આલ્પ્રાઝોલમ, ડાયસાક્લોમાઇન, હાઇડ્રોક્લોરિક, ટ્રામાડોલ હાઇડ્રોક્લોરિક અને
એરસિટામિનોફેન ટેબ્રલેટનો મસમોટા જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં પાસ પરમીટ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્સન વિના જથ્થો સુરત રહેતા રાજેન્દ્ર પુરોહિત પાસે મેળવ્યો હતો. પોલીસે કફ સિરપની 1200 બોટલ, 14400 દવાની ટેબ્લેટસ મળી કુલ રૂ.1.17 કરોડનો જથ્થો અને બાઇક જપ્ત કરી નરેન્દ્રસિંહ પુરોહિતની ધરપકડ કરી હતી. પારડી પોલીસે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી મુખ્યસૂત્રધાર ક્રિપાલ જબ્બારસિંગ પુરોહિત અને રાજેન્દ્ર પુરોહિતને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી અને તેનો ભાઇ ક્રિપાલ છેલ્લા છથી સાત વર્ષથી કોઇને ગંધ નહી આવે તે રીતે ગેરકાયદેસર પ્રતિબંધિત દવાનો જથ્થો મંગાવી અનેક સ્થળોએ વેચાણ કરતા હોવાની પણ જાણકારી મળી છે.




