Get The App

વલસાડ પાસે શેમ્પુ-અત્તર ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં લોકોએ લૂંટ મચાવી

Updated: Oct 1st, 2022

GS TEAM


Google News
Google News
વલસાડ પાસે શેમ્પુ-અત્તર ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં લોકોએ લૂંટ મચાવી 1 - image


- ફાયર બ્રિગેડના 5 વાહનોએ 1.5 કલાકની મહેનત બાદ મુંબઈથી અમદાવાદ આવી રહેલા કન્ટેનરમાં લાગેલી આગને કાબૂમાં લીધી 

અમદાવાદ, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર

મુંબઈથી અમદાવાદ આવી રહેલા શેમ્પુ અને અત્તરની બોટલ્સ ભરેલા એક કન્ટેનરમાં શુક્રવારે રાતે વલસાડના મોતીવાડા પાસે આગ ફાટી નીકળી હતી. નેશનલ હાઈવે નંબર-48 પર બનેલી આ ઘટના બાદ લોકોએ કન્ટેનરમાં રહેલી શેમ્પુ અને પરફ્યુમ્સની બોટલ્સની ભારે લૂંટ મચાવી હતી. 

કન્ટેનરમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ફાયર વિભાગના 5 વાહનોને આશરે 2 કલાકની જહેમત બાદ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. કન્ટેનરમાં પરફ્યુમ હોવાના કારણે આગની અસરથી તેમાં વિસ્ફોટો પણ થવા લાગ્યા હતા. 

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કન્ટેનરમાં લાગેલી આગ કેટલી વિકરાળ છે તે જોઈ શકાય છે. જોકે આસપાસના ગ્રામીણોએ આ ઘટનાનો ફાયદો ઉઠાવીને શેમ્પુ અને કન્ટેનરની બોટલ્સની ભારે લૂંટ મચાવી હતી અને વસ્તુઓ પોતાના ઘરે લઈ ગયા હતા. 


Tags :