FOLLOW US

વાપીના ડુંગરી ફળિયામાં એક પછી એક 10થી વધુ ગોડાઉનો આગમાં સ્વાહા

Updated: May 23rd, 2023


- લાશકરોએ 1 લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો

- ભંગારના ગોડાઉન નજીક ખુલ્લી જગ્યા ઠાલવેલા કેમિકલ વેસ્ટનો જથ્થો પણ સળગી ગયો

વાપી,તા.23 મે 2023,મંગળવાર

વાપીના ડુંગરા વિસ્તારમાં એક ભંગાર ગોડાઉનમાં આગના બનાવ બાદ આજે ફરી ડુંગરી ફળિયામાં એક પછી એક 10થી વધુ ગોડાઉનનો આગમાં સ્વાહા થઇ ગયા હતા. આગને પગલે લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

 વાપીના ડુંગરા ગામે રવિવારે મધરાતે ભંગારના ગોડાઉનમાં આગ સળગી ઉઠ્યા બાદ આજે મંગળવારે ફરી ભંગારના ગોડાઉનનોમાં આગ લાગી હતી. જે અંગે મળતિ માહિતિ અનુસાર વાપીના ડુંગરી ફળિયામાં આજે મંગળવારે વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આગ વધુ વિકરાળ બનતા આજુબાજુમાં આવેલા 9થી વધુ ગોડાઉન લપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ લાગ્ય બાદ ગોડાઉન માલિક હાજર રહ્યા ન હતા. ગોડાઉન નજીક ખુલ્લી જગ્યામાં ઠાલવેલા કેમિકલ વેસ્ટનો જથ્થો પણ સળગી ગયો હતો. 

આગને પગલે વાપી પાલિકા, નોટિફાઇડ સહિતના વિસ્તારના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશકરોએ લગભગ 1 લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. ગોડાઉન માલિકો પૈકી એક માલિક સ્થળ પર પહોંચ્યો હતો. ભંગારના ગોડાઉનોમાં છાસવારે આગના બનાવો બની રહ્યા છે. રહેણાંક વિસ્તારના લોકોના જીવ સામે જોખમ તોળાય રહ્યું. લોકોના આરોગ્ય અને પર્યાવરણને પણ નુકશાન થવા છતા અધિકારી અકળ મૌન સેવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્ધારા ગેરકાયદે ભંગારીયા પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી નહી કરાય તો આ પ્રકારના બનાવો બનતા જ રહેશે એમાં કોઇ બે મત નથી.

Gujarat
IPL-2023
Magazines