'સાત પગલા આકાશમાં'ના સર્જક કુન્દનિકા કાપડિયા હવે 'પરમ સમીપે'
ધરમપુરના નંદીગ્રામમાં ૯૩ વર્ષની વયે અવસાન
ગુજરાતના ઉચ્ચ કોટીના વાર્તાકાર, નવલકથાકાર કુન્દનિકાબેને નંદીગ્રામમાં સાહિત્ય સાથે સમાજસેવાની જ્યોત જલાવી હતી
વલસાડ-ધરમપુર તા-30 એપ્રિલ 2020 ગુરૃવાર
ગુજરાતના ખ્યાતમાન વાર્તાકાર નવલકથાકાર વાર્તાલેખક નિબંધકાર કુન્દનિકા કાપડિયાનું આજે ૯૩ વર્ષે નિધન થતા ગુજરાતી સાહિત્ય જગત શોકાતુર બન્યું છે, યોગાનુયોગ આજે કુન્દનિક કાપડિયા અને સાઈકવિ મકરંદ દવે સાથે તેમના લગ્નની તિથિ પણ હતી, કોરોનાની સરકારી ગાઈડ લાઈન મુજબ એમની અંતિમવિધિ પણ 'નંદીગ્રામ'પરીવારનાં ૨૦ જેટલા સભ્યો સાથે જ પૂર્ણ કરવામાં આવી હતી પાથવ શરીરને અગ્નિદાહ કુન્દનિકાબેન સાથે કાયમ રહેતા અમીબેન વૈદ્ય અને વરલક્ષ્મીબેન ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો
ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન બદલ સાહિત્ય એકેડેમી એવોર્ડથી સન્માનિત કુન્દનિકાબેન કાપડિયા ધરમપુરના સહિત્ય પ્રભાત ગુ્રપના જોડે અતુટ નાતો ધરાવતા હતા, ધરમપુરમાં કળા, સંગીત, શિક્ષણ અને ખાસ કરીને સાહિત્યની પ્રવૃતિઓ કરતુ સાહિત્ય પ્રભાત ગૃપનાં તમામ કાર્યક્રમોમાં આવી પોતાના આશીર્વચનો આપતા કુન્દનિકાબેન કાપડીયાએ ધરમપુરની નજીક આવેલા 'નંદીગ્રામ' ખાતે 'સાધના અને સેવા' ની નેમ સાથે સાઈકવિ મકરંદ દવે જોડે અનેકવિધ ગ્રામસેવાની પ્રવૃતિઓ શરુ કરી હતી.
જેમાં ખાસ કરીને શૌચાલયો બનાવવા, વેરી-કુવા, સમારકામ તાલીમ, પાણીના ટાંકા બનાવવા, જમીનનું સમતુલીકરણ, વટલા વિતરણ, સેન્દ્રીય ખાતર વિતરણ, વાંસકામ તાલીમ, નાનકડી હોસ્ટેલ નર્સરી સ્થાપન, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જેવી પ્રવૃતિઓ કરતા કુન્દનિકાબેન કાપડિયા સાહિત્ય જગતનું ઘરેણું ગણાતું નંદીગ્રામમાં સાઈકવિ મકરંદ દવે અને સાહિત્ય જગતના દુર્લભ પુસ્તકોનું મ્યુઝીયમ ઉભું કરના પોતાના અંગત મિત્રોમાં 'કુંદન'તરીકે અને નંદીગ્રામમાં અને સાહિત્યજગતમાં 'ઈશામા' તરીખે ઓળખાતા.
નંદીગ્રામમાં જ થઇ તેમની અંતિમક્રિયા
કુંદનિકાબેન કાપડિયા તેમની અંતિમ ક્રિયા સંદર્ભે પણ લખી ગયા હતા. આ સંદર્ભે નંદીગ્રામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને તેમના નિકટના એવા ધર્મેનભાઇ પારેખે જણાવ્યું કે, તેમની ઇચ્છા મુજબ સ્વ. મકરંદભાઇ દવેની સમાધી બનાવી છે તેની પાછળની ખુલ્લી જગ્યામાં તેમની અંતિમક્રિયા ખુબ જ જુજ લોકો વચ્ચે આટોપાઇ હતી. તેમની ઇચ્છા પણ એવી જ હતી.
પારડીના ડો. કુરેશી પણ ગઈકાલે જ
મળ્યા, તેમને રાખડી બાંધતા
જાણીતા ટ્રોમ સર્જન અને પારડીના સાહિત્યકાર એવા ડો મુશ્તક કુરેશી જોડે
કુન્દનિકાબેન પારિવારીક આત્મીય સબંધો હતા - ગઈકાલે જ ડો કુરેશીને નંદીગ્રામથી ફોન
ગયેલો અને કુન્દનિકાબેનને અસહ્ય દુખાવો થઇ રહ્યો છે એમ જણાવતા જ ડો. કુરેશી જાતે
નંદીગ્રામ પહોચી કુન્દનિકાબેનને દવા પણ આપી આવ્યા હતા ડો. કુરેશી વધુમાં જણાવે છે
કે મારા માટે અત્યંત પ્રેમભાવ હતો અમારા વચ્ચે નિયમિત પત્ર વ્યવહાર નો પણ સંબંધ
રહ્યો. એમાં મુખ્ય તો સાહિત્ય અને અધ્યાત્મની ચર્ચા વિચારણા થતી ગઈકાલે 'ઈશામા'ને મળ્યો ત્યારે ફરીથી એક પુસ્તક અને કેટલાક લખાણોની મને ભેટ આપી હતી તકલીફ થતી હોવા છતાં એમનું વાત્સલ્ય સભર સ્મિત
અને છેલ્લી વાર એકબીજાને હુંફાળો
સ્પર્શ હજુ તો એટલોજ તાજો છે એમ
કહેતા ડો કુરેશી વધુમાં કહે છે કે 'નંદીગ્રામ' આજે અનાથ બની ગયું.