app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

પારડીના ઓરવાડ હાઇવે પર ટ્રેઇલરે એક પછી એક છ કારને અડફટે લેતા વિચિત્ર અકસ્માત

Updated: May 3rd, 2023


- ટ્રેઇલરનો પાછળનો ભાગ છુટો પડી જતા ઘટના બની : કારમાં સવાર લોકોને સામાન્ય ઇજા પહોંચી

- કારમાં ફસાયેલા લોકોને દરવાજાની બારીમાંથી બહાર કઢાયા : હાઇવે પર ટ્રાફિક જામ

વાપી,તા.03 મે 2023,બુધવાર

પારડીના ઓરવાડ હાઇવે પર આજે બુધવારે વલસાડ તરફ જતા રોડ પર ટ્રેઇલરનો પાછળનો છુટી પડી ગયા બાદ છ કાર અડફટે આવી જતા વિચિત્ર અકસ્માત થયો હતો. કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ક્રેઇનની મદદથી વાહનો હટાવી લીધા હતા.

 

પ્રાપ્ત માહિતિ અનુસાર પારડીના ઓરવાડ હાઇવે આજે બુધવારે સવારે અમદાવાદ તરફ કુલર ભરી જતા ટ્રેઇલરનું એક્ષલ તુટી ગયા બાદ ટ્રેઇલરનો પાછળનો ભાગ છુટો પડી જતા પાછળથી આવતી ઇકો, સેન્ટ્રો, એકસયુવી, સ્વિફ્ટ સહિત છ કારોને અડફટે લેતા વિચિત્ર અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. બાદમાં કારમાં ફસાયેલા લોકોને દરવાજાની બારીમાંથી હેમખેમ બહાર કાઢી લેવાયા હતા. તમામનો બચાવ થયો હતો. કેટલાક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.

હાઇવે પર બનેલા વિચિત્ર અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેને લઇ વાહન ચાલકો મુશકેલીમાં મુકાયા હતા. પોલીસ પણ દોડી ગયા બાદ રોડ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો ક્રેઇનની મદદથી હટાવી લેવાયા હતા. લગભગ બેથી ત્રણ બાદ ટ્રાફિક હળવો થઇ ગયો હતો. ઘટનામાં બેથી ત્રણ કસરને ભારે નુકશાન થયું હતું.

Gujarat