Get The App

વાપી કોર્ટના ઇતિહાસના પ્રથમ કિસ્સો : ઉમરગામ અને ડુંગરાની તરૂણીને ગર્ભપાત કરાવવા કોર્ટનો મહત્વનો હુક્મ

Updated: Jul 8th, 2023

GS TEAM

Google News
Google News
વાપી કોર્ટના ઇતિહાસના પ્રથમ કિસ્સો : ઉમરગામ અને ડુંગરાની તરૂણીને ગર્ભપાત કરાવવા કોર્ટનો મહત્વનો હુક્મ 1 - image

image : Freepik

- વાપી સ્પેશિયલ કોટેઁ બન્ને તરૂણીના ભવિષ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખી આદેશ કર્યો : ભૃણનો ડીએનએ સેમ્પલ લેવા જણાવાયું

વાપી,તા.8 જુલાઈ 2023,શનિવાર

વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટે ઉમરગામ અને ડુંગરામાં રહેતી બે તરૂણીને ગર્ભવતિ બનાવી દેવાના ગુનામાં મહત્વનો ચુકાદો આપતા વાપી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે. બન્ને તરૂણીની ઉંમર અને ભવિષ્યને ધ્યાનમાં રાખી ગભઁપાત કરાવવા મંજૂરી આપતો હુક્મ કયોઁ છે. કોર્ટે બન્ને ભૃણના ડીએનએ સેમ્પલ પણ લેવા નોંધ્યું હતું.

 વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ઉમરગામ અને ડુંગરા પોલીસ મથકમાં પોક્સો હેઠળ બે તરૂણીને લલચાવી શારીરીક શોષણ કરી ગર્ભવતિ બનાવી દેવાના ગુનામાં ગભઁપાત કરાવવા ઘા નાંખવામાં આવી હતી. જે સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ મેડિકલ સટિઁફીકેટ, તરૂણી, ડોકટર, માતા-પિતા સહિતના લોકોના નિવેદન સહિતના મુદ્દે દલીલો કરતા કોર્ટના જજ એમ.પી.પુરોહિતે તરૂણીના ભવિષ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખી ગર્ભપાત કરાવવા મંજૂરી આપતો મહત્વનો ચુકાદો આપ્યો છે. ચુકાદામાં બન્નેના ભૃણના સેમ્પલો પણ લેવા નોંધ્યું હતું. વાપી કોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગર્ભપાત અંગેનો સ્પેશિયલ પોક્સો કોર્ટનો પ્રથમ કિસ્સો બન્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરગામના સંજાણમાં વિસ્તારમાં રહેતી 16 વર્ષિય તરૂણીનું માતા પિતાની ગેરજહાજરીમાં પાડોશી રામપ્રસાદ ભુસણે બળાત્કાર ગુજારી કોઇને પણ જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી. તરૂણીની તબિયત લથડતા હોસ્પિટલનાં લઇ જવાતા ચાર મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. 

જ્યારે બીજા બનાવમાં વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા પરિવારની 13 વર્ષિય કિશોરીનું છીરીમાં રહેતો કિશન ખેલારી વર્મા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. કિશોરી મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મળી આવી હતી. મેડિકલ ચેકઅપ દરમિયાન કિશોરીનું શારીરિક શોષણ કરતા ગર્ભવતિ બની ગઇ હોવાનું બહાર આવ્યું હતું.