FOLLOW US

પારડી તાલુકામાં વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા

વાદળછાયા વાતવરણ અને કમૌસમી વરસાદને કારણે કેરીના પાકના નુકશાને લઇ ખેડૂતો ચિતિંત

Updated: Apr 19th, 2023


વાપી,બુધવાર

વલસાડ જિલ્લામાં વાતાવરણ થયેલા પલટા બાદ આજે બુધવારે પારડી તાલુકામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ભારે વરસાદી ઝાપટું પડતા રાહદારી અને બાઇક ચાલકો ભીંજાયા હતા. હાઇવે સહોતના કેટલા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

 વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની 

વાતાવરણમાં ઘણા દિવસોથી થઇ રહેલા પલટાને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની ગઇ છે. ખાસ કરીને કેરીની સિઝન શરૂ થવા પહેલા પણ માવઠું પડતા નુકશાન થયું હતું. ત્યારે આજે બુધવારે જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ પારડી તાલુકામાં ભારે વરસાદી ઝાપટું પડયું હતું. જેને લઇ માગઁ પરથી જતા રાહદારી અને બાઇક ચાલકો ભીનાયા હતા. એટલુંજ નહી પારડી હાઇવે સહિતના કેટલાક માગોઁ પર પાણી ભરાયા હતા.

 માવઠાને કારણે વલસાડી હાફૂસ સહિતની કેરીનો પાક ઓછો

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી કેરીની સિઝન ચાલું થાય અને પછી માવઠાને કારણે વલસાડી હાફૂસ સહિતની કેરીનો પાક ઓછો થયો હતો. આ વષેઁ શરૂઆતમાં સારા વાતાવરણને લઇ આંબા પર મોટા પ્રમાણમાં મંજરી ફૂટતા ખેડૂતોએ વધુ પાકની અપેક્ષા રાખી હતી. પરંતુ માવઠા અને વાદળછાયા વાતવરણના ગ્રહણને કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. પાકના નુકશાનને લઇ ખેડૂતો મુશકેલીમાં મુકાયા છે.


Gujarat
IPL-2023
Magazines