app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વાપી હાઈવે પર ભેંસના ટોળા ધસી જતાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાધુ

Updated: Aug 8th, 2023


- ચાલકને સામાન્ય ઈજા થઈ, ટેન્કરમાંથી રોડ પર કેમિકલનો જથ્થો ઢોળાતા લાશ્કરોએ પાણી અને ફોર્મનો મારો ચાલવી સાફ કર્યો

વાપી,તા.8 ઓગષ્ટ 2023,મંગળવાર

વાપી હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે પશુઓના ટોળા આવી જતાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા અકસ્માત થયો હતો. કેમિકલનો જથ્થો રોડ પર ઢોળાયું હતું. આ ઘટનામાં ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. લાશ્કરો દોડી ફોર્મ અને પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો હતો. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી કેમિકલનો જથ્થો ભરી ટેન્કર (નં.એનએલ-01-એન-8088) મુંબઈ રવાના કરાયું હતું. તે દરમિયાન આજે મંગળવારે સવારે વાપી હાઈવે પર ગોકુળ વિહાર નજીક અચાનક ભેંસના ટોળા ધસી આવતા ચાલક ગભરાઈ જતાં સ્ટીયરીંગ પરનો કાબુ જતો રહેતા રોડ પર ટેન્કર પલટી ખાધુ હતું. જેને લઈ ટેન્કરમાંથી કેમિકલનો જથ્થો રોડ પર ઢોળાયો હતો. કેમિકલનો જથ્થો રોડ પર પ્રસરી જતાં વાહન ચાલકોમાં ગભરાટ મચી ગયો હતો. આ ઘટનામાં ટેન્કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. 

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ફોર્મ અને પાણીનો છંટકાવ કરી રસ્તો સાફ કરી દીધો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ટેન્કરને ખસેડી લીધી હતી. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જો કે ટેન્કર રોડ પરથી હટાવી લીધા બાદ ટ્રાફિક હળવો થયો હતો. 

Gujarat