Get The App

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 12308 હેકટરમાં ઘઉંનું વાવેતર ઘટયું

- અનિયમિત અને અપુરતા વરસાદના કારણે રવી વાવેતરમાં ફેરફાર

- ગત વર્ષની તુલનાએ ઘઉંનું વાવેતર ઘટવાની સામે ચણાનું 6441 અને રાયડાનું 4344 હેકટરમાં વાવેતર વધ્યું

Updated: Dec 10th, 2021

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 12308 હેકટરમાં ઘઉંનું વાવેતર ઘટયું 1 - image

વિજયનગર, તા.9

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચોમાસા દરમિયાન અનિયમિત અને અપુરતા વરસાદના લીધે પિયત માટેની પાણીની ઘટથી ગત વર્ષની તુલનાએ ઘઉંના વાવેતરમાં ૧૨૩૦૮ હેકટરનો ઘટાડો નોંધાયો છે. જયારે ચણાનુંં ૬૪૪૧ અને રાયડાનું ૪૩૪૪ હેકટરમાં વાવેતર વધ્યું છે. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગના  ગત વર્ષ  અને ચાલુ રવી સિઝનના સત્તાવાર આંકડા મુજબ ચાલુ રવી સીઝનમાં ગત વર્ષની સરખામણીએ રાયડો અને ચણાના વાવેતરમાં ધરખમ વધારો થયો છે જ્યારે ઘઉંનું વાવેતર ઘટયું  છે.

સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષની તુલનામાં રાયડો વાવેતર ૨૯૯૭ હેકટર એટલે કે ૪૦૯ ટકા વધ્યું છે જ્યારે ચણા વાવેતર ૩૩૨૧ હેકટર વધ્યું છે જે ૨૫૬ ટકા વધ્યું છે અરવલ્લી જિલ્લામાં ગત વર્ષની તુલનામાં રાયડો ૧૩૪૭ હેકટર વધ્યું છે એટલે કે ૨૭૧ ટકા વધ્યું છે જ્યારે ચણા ૩૧૨૦ હેકટર વાવેતર વધ્યું છે જે ૧૨૨ ટકા વધ્યું છે.

બંને જિલ્લામાં થઈ ૬૪૪૧હેકટર ચણા વાવેતર અને ૪૩૪૪ હેકટર રાયડો વાવેતર વધ્યું છે.

ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ રાયડો અને ચણા પાકની પસંદગી કરવા સાથે ઘઉંના વાવેતર તરફ થોડી નારાજગી હોય તેમ આ રવિ સીઝનમાં ગત વર્ષ કરતાં ૧૨૩૦૮ હેકટર ઘઉંનુ વાવેતર ઘટયું છે.