Get The App

હિંમતનગર શહેર અને પ્રાંતિજમાં કોરોનાના વધુ બે- બે કેસ નોંધાયા

- પ્રભાવિત વિસ્તારોમાં કન્ટેઇમેન્ટ ઝોન માટે કાર્યવાહી હાથ ધરાઇ

- ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા અપાઈ જિલ્લામાં કુલ કોરોનાના 132 કેસ નોંધાયા

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
હિંમતનગર શહેર અને પ્રાંતિજમાં કોરોનાના વધુ બે- બે કેસ નોંધાયા 1 - image

પ્રાંતિજ, અમદાવાદ, તા.26 જૂન, 2020, શુક્રવાર

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ હજુ લોકોને છોડતો નથી ત્યારે શુક્રવારે હિંમતનગરમાં બે અને પ્રાંતિજમાં મળી વધુ બે કેસ નોધાયા છે. જેથી સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૩૨ પર પહોચી ગઈ છે. જોકે શુક્રવારે ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓ સ્વસ્થ થઈ ગયા છે જેથી આ ત્રણેયને હિંમતનગર સિવિલમાંથી રજા અપાઈને ઘરે મોકલી દેવાયા છે.

ગુરૂવારે ઈડર તાલુકાના દાવડ ગામના એક ૨૬ વર્ષિય યુવકનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો ૧૨૯ પર પહોચ્યો હતો. પરંતુ સંક્રમણને લીધે હજુ વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે જિલ્લામાં વધુ ત્રણ પોઝેટીવ કેસ પ્રકાશમાં આવતા તેમને સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ કરી દેવાયા છે.

આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જણાવાયા મુજબ આ ત્રણ દર્દીઓ પૈકી એક દર્દી હિંમતનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષિય પુરૂષ તથા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષિય યુવકનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે તથા પ્રાંતિજના વ્હોરવાડમાં રહેતા એક ૫૬ વર્ષિય પુરૂષનો રીપોર્ટ પણ પોઝેટીવ આવ્યો છે.

પ્રાંતિજ તાલુકામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.પ્રાંતિજ શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આજે ૫૬  વર્ષિય યુવક સહિત બે કેસ નોંધાયા હતા. પ્રાંતિજ શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯ થઈ છે જયારે તાલુકામાં ૩૧મો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પ્રાંતિજ શહેરના વ્હોરવાડ વિસતારમાં કોરોનાનો પાંચમો કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વ્હોરવાડ વિસ્તારમાં દરેક ઘરનો સર્વે હાથ ધરવામાં આવી રહયો છે.જયારે શહેરના કેટલાક વિસ્તારમાં લોકો તાવથી પીડાતા હોવા છતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જતા નથી.

 જેથી આ ત્રણેય દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરી દેવાયુ છે. ઉપરાંત જે વિસ્તારમાં કોરોનાના નવા કેસ પ્રકાશમાં આવ્યા છે તે વિસ્તારમાં વહિવટી તંત્ર ધ્વારા હોમ કોરોન્ટાઈન તથા કન્ટેઈમેન્ટ ઝોનમાં સમાવેશ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

Tags :