Get The App

ગાંધીનગરના 31 હજાર વિદ્યાર્થીઓનું આજે રીઝલ્ટ

- ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે વેબ સાઇટ ઉપર ધો-10નું પરિણામ મુકાશે

Updated: Jun 9th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીનગરના 31 હજાર વિદ્યાર્થીઓનું આજે રીઝલ્ટ 1 - image


ગાંધીનગર,તા. 08 જૂન 2020,સોમવાર

વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે ધોરણ-૧૦ની પરીક્ષાનું આવતીકાલે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે વેબ સાઇટ પર પરિણામ જાહેર કરાશે. તો માર્કસીટ વિતરણની તારીખ આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય માધ્મમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે સપ્તાહ પહેલા ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું ત્યારે આવતીકાલે મંગળવારને તા.૯મીએ ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે બોર્ડની વેબસાઇટ પર સવારે આઠ કલાક પછી પરિણામ મુકી દેવામાં આવશે.

બોર્ડની વેબસાઈટ WWW.gseb.org ઉપર જાહેર કરવામાં આવશે.હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાના કારણે માર્કશીટનું વિતરણ અત્યાર કરવામાં નહીં આવે બાદમાં વિદ્યાર્થીઓની માર્કશીટ શાળાઓને આપવામાં આવશે અને સોશ્યલ ડીસ્ટસીંગ સાથે આ માર્કશીટ શાળાઓએ વિદ્યાર્થીઓને આપવાની રહેશે.જો કે આ બાબતે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં તારીખ નક્કી કરીને પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ પરીક્ષાસચિવે જણાવ્યું છે.ગુજરાત રાજ્યની સાથે ગાંધીનગરમાં પણ ગત માર્ચ માસ દરમિયાન ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં ૨૬ કેન્દ્રો પરથી ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનુ આવતીકાલે પરિણામ આવનાર છે 

Tags :