Get The App

પરપ્રાંતિઓને રેલ્વે સ્ટેશન મુકવા માટે ડેપોએ 500થી વધુ ટ્રીપોનું સંચાલન કર્યું

- ગાંધીનગર-દહેગામ એસટી ડેપોની બસોનો ઉપયોગ કરાયો

Updated: May 17th, 2020

GS TEAM

Google News
Google News
પરપ્રાંતિઓને રેલ્વે સ્ટેશન મુકવા માટે ડેપોએ 500થી વધુ ટ્રીપોનું સંચાલન કર્યું 1 - image


ગાંધીનગર,તા.16 મે 2020, શનિવાર

લોકડાઉનમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં ફસાયેલાં પરપ્રાંતિઓને તેમના વતન મુકવા માટે વહિવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રેલ્વે સ્ટેશન સુધી પરપ્રાંતિઓ પહોંચી શકે તે માટે સ્થાનિક ડેપોની બસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી ગાંધીનગર અને દહેગામ ડેપો દ્વારા પ૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરીને પરપ્રાંતિઓને અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી સહિસલામત છોડવામાં આવ્યા છે. 

લોકડાઉન જાહેર થયાં બાદ સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફસાઇ ગયા હતા. ત્યારે સરકાર દ્વારા પરપ્રાંતિઓ પોતાના વતન તરફ જઇ શકે તે માટે ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી અને છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી કરીને તબક્કાવાર શ્રમિકોને રેલ્વે થકી મોકલવામાં આવી રહ્યાં છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતાં અસંખ્ય પરપ્રાંતિઓ પોતાના વતન તરફ જવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જે મંજુર થયા બાદ તેમને બસ થકી રેલ્વે સ્ટેશન મુકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગર અને દહેગામ ડેપો દ્વારા લોકડાઉનના દિવસો દરમિયાન બસોની ફાળવણી કરવામાં આવી હતી. 

તમામ બસોનું સેનેટાઇઝ થયા બાદ ગાઇડલાઇન પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવીને પરપ્રાંતિઓને મોકલવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી ગાંધીનગર અને દહેગામ ડેપો દ્વારા ૫૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરીને અસંખ્ય પરપ્રાંતિઓને રેલ્વે સ્ટેશન સુધી છોડવામાં આવ્યા છે. તો બીજી તરફ હાલમાં પણ આ કામગીરી ચાલી રહી છે. જેટલાં શ્રમિકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને વતન મોકલવાની કામગીરી પણ વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Tags :