ગાંધીનગરઃ સાંપા અને સલકીમાંથી જુગાર રમતાં દસ ઝડપાયા
ગાંધીનગર, તા. 15 જૂન 2020, સોમવાર
ગાંધીનગર જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે રખિયાલ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન સાંપાના રામપુરા ખાતે તળાવવાળા ખેતરમાં દરોડો પાડી જુગાર રમતાં સાંપાના ગોવિંદજી અમરાજી ઠાકોર, મુકેશજી અમરાજી ઠાકોર,શૈલેષભાઈ ખોડાજી ઠાકોર તેમજ રખિયાલના પ્રતિકભાઈ રઘુરામ સાધુ, હિંમતસિંહ માધુસિંહ ઠાકોર, દહેગામના સોમાજી આતાજી ઠાકોર, વર્ધાના મુવાડાના દક્ષેશકુમાર ચીનુભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી 11 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી હતી.
આ સંદર્ભે રખિયાલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બીજી બાજુ દહેગામ પોલીસ દ્વારા પણ સલકી ગામની ગૌચરમાં બાતમીના આધારે દરોડો પાડી રમીનો જુગાર રમાડતાં દહેગામ અહમદપુરના રાજેશકુમાર દીલીપજી ઝાલા, સલકી ગામના માલસિંહ કેશાજી ઠાકોર અને અમરતજી બાદરજી ઠાકોરને ઝડપી પાડી 1ર140નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.