કાકોશીના મેથાણ ગામેથી શંકાસ્પદ રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો
132બેગ લાયસન્સ વગર હોવાથી જથ્થો સીઝ
બાતમીના આધારે ખેતીવાડી શાખાની રેડ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણ,
તા. ૨7 સપ્ટેમ્બર, 2018, ગુરૃવાર
પાટણ જિલ્લા ખેતીવાડી શાખાએ આજે કાકોશીના મેથાણ ગામે એક બિયારણ, ખાતર વેચતી
દુકાનમાં છાપો મારી ૧૩૨ થેલીઓનો જથ્થો સીઝ કરી દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી
હતી.
પાટણ જિલ્લા
ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા એન.એલ. પટેલને બાતમી મળી હતી કે મોહનસીબઅલી અકબરઅલી
ચારોલીયા, (રહે.
સેદ્રાણા) રાસાયણિક ખાતર મ્યુરેટ ઓફ પોટાશ ૬૦ ટકા કે. ૨૦ ઉત્પાદિત ખાતર મે ૨૦૧૮થી
૫૦ કિ.ગ્રા. ભરતીમાં ૪૯ બેગ તેમજ જુન ૧૮ના ઉત્પાદિત ૫૦ કિ.ગ્રા. ભરતીમાં ૮૭ બેગ એમ
કુલ ૧૩૬ બેગ જેની કિં. રૃા. ૯૫૨૦૦ નો માલ લાયસન્સ વગર રાખી વેચાણ કરતા ઝડપાયા હતા.
તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જથ્થો પાટણમાં પહેલી વખત હાથ લાગ્યો છે. આ અંગે ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવેલ કે ખેતીવાડી વિભાગને બાતમી મળી હતી કે આ જથ્થો જે કૃષિ પેદાશ માટે હોય છે,
પરંતુ આ જથ્થો ઔદ્યોગિક હેતુ માટે વપરાતો હોવાથી પંચોની સાક્ષીમાં રેડ કરતા
દુકાનદારે જણાવેલ કે આ જ્યાં ઔદ્યોગિક હેતુ માટે વપરાય છે અને જથ્થો વેચાણ કરવા
લાયસન્સની જરૃર હોય છે, જે આ
શખ્સ પાસે ન હતી.