બાળકના વજનના દસ ટકાથી વધુ સ્કુલ બેગનુ વજન રાખી શકાશે નહીં
ગાંધીનગર, તા. 27 નવેમ્બર 2018, મંગળવાર
શાળામાં ભણતા બાળકોના દફતરનું વજન ઓછુ કરવા માટે કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ ગુજરાત સરકારે પણ તેનો અમલ કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ આ જાહેરાત કરતા જણાવ્યું કે સ્કુલ બેગના અને વાલીઓ માટે ઘડી કાઢી છે જેનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.
સ્કુલ બેગના વધુ પડતા વજનને કારણે ઘણા બાળકોને પીઠનો દુખાવો સ્નાયુ જકડાઈ જવા મણકાનો ઘસારો ડોકનો દુખાવો વગેરે જેવી બીમારીઓ થઈ જતી હોય છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારે નક્કી કર્યું છે કે વિદ્યાર્થીઓના દફતરનું વજન તેના વજનના 10 ટકા કરતા કોઈ પણ સંજોગોમાં વધારે હોવું જોઈએ નહીં, જે શાળા આ નિયમનું પાલન નહીં કરે અને વિદ્યાર્થીઓને વધુ વજનની સ્કુલ બેગ લાવવાની ફરજ પાડશે તેમની સામે સ્કૂલની માન્યતા રદ કરવા સહિતના પગલા ભરાશે.
ઉપરાંત ધોરણ 1 અને 2માં ભણતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું લેસન આપું નહીં. જ્યારે ધોરણ 3 થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓને અડધો કલાક તથા ધોરણ 6,7 અને 8 ના વિદ્યાર્થીઓને એક કલાકનો હોમ વર્ક આપવાનું રહેશે.
બીજું શિક્ષણ મંત્રી એવી સ્પષ્ટતા પણ કરી છે કે શિક્ષણ વિભાગ દ્વારા અધિકૃત પુસ્તકો અને સાહિત્યનો જ ઉપયોગ કરવો પડશે. શાળાઓએ સમયપત્રક એવી રીતે ગોઠવવું કે જેથી વિદ્યાર્થીઓએ તમામ વિષયના પુસ્તક અને નોટબુક લઈને આવું પડે નહીં રોજ 3 થી 4 વિષયને ગોઠવવાના રહેશે.