હિંમતનગર-કાંકણોલ નેશનલ હાઈવે પરથી લોખંડની ગ્રીલની તસ્કરી
-ફરિયાદ બાદ પોલીસે રૃા.૨૨૫૦ ના મુદ્દામાલ સાથે પાંચ જણાને ઝડપી લીધા
હિંમતનગર તા.૨૬ સપ્ટેમ્બર 2018, બુધવાર
હિંમતનગરથી કાંકણોલ વચ્ચેના નેશનલ હાઈવે ૮ ની સાઈડો પર
લગાવેલા લોખંડની ગ્રીલની ચોરી કરી તેને મંગળવારે બાઈક પર લઈને હિંમતનગર વેચવા આવતા
બે શખ્સોને શંકાને આધારે ઉભા રાખી પૂછપરછ કરતા તેમણે આ લોખંડની ગ્રીલ નેશનલ
હાઈવેની સાઈડમાંથી અન્ય ત્રણ જણાની મદદથી ચોરી કરી હોવાનું કબુલતા એડીવીઝન પોલીસે
બાઈક તથા લોખંડની ગ્રીલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ ચોરીમાં સામેલ હોવાનું મનાતા
પાંચેય જણાને ઝડપી લીધા હતા.
પ્રાંતિજના રઈશખાન પઠાણે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ
હિંમતનગરથી શામળાજી તરફ જતા નેશનલ હાઈવે ૮ પર સહકારી જીનથી કાંકણોલ વચ્ચેના રોડની
બંને બાજુ સલામતી માટે લોખંડની ગ્રીલ લગાવાઈ હતી.
જેમાંથી કેટલીક લોખંડની ગ્રીલ ચોરી થઈ હોવાની બાતમી હિંમતનગર એડીવીઝન પોલીસને મળતા મંગળવારે સહકારી જીનથી કાંકણોલ વચ્ચેના વિસ્તારમાં પોલીસે વાહન ચાલકો પર વોચ રાખી હતી.દરમિયાન અહીંથી બાઈક ઉપર બેસી નારણભાઈ શંકરભાઈ વણજારા, પોપટભાઈ રમેશભાઈ વાઘેલા બંને (રહે.ગાંભોઈ, તા.હિંમતનગર) આવી રહ્યા હતા.
ત્યારે પોલીસને શક જતા બંનેને ઉભા રખાવ્યા હતા.બાદ એડીવીઝન પોલીસે આ બંનેની કડક પૂછપરછ કરતા બંને જણા ભાંગી પડયા હતા અને બાઈક પર લઈ જઈ રહેલા લોખંડની ગ્રીલ નેશનલ હાઈવેની સાઈડોમાંથી ચોરી હોવાનું કબુલ્યુ હતુ.
જે
ચોરી કરવામાં ગાંભોઈના અન્ય ત્રણ શખ્સો પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે તરત જ તપાસ
કરીને આ પાંચેય જણાને ઝડપી લીધા હતા અને તેમની વિરૃધ્ધ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં
ફરીયાદ દાખલ કર્યા બાદ નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને ચોરી અંગે વાકેફ કરવામાં
આવ્યા હતા.