ભારતના પ્રજાસત્તાક દિવસે ભારત-પાક વચ્ચે મિઠાઇ અને શુભેચ્છાઓની આપ-લે થઇ
ગુજરાતની આતંર રાષ્ટ્રીય સીમા અને બાડમેર સાથે જોડાયેલી સરહદ મિઠાઇની થઇ આપે- લે
ન઼ડાબેટ ખાતે બીએસએફના ડીજીએ ધ્વજ વંદન કર્યું
અમદાવાદ
ભારતના પ્રજાસત્તાકના દિવસે બોર્ડર સિક્યોરીટી ફોર્સ દ્વારા ગુજરાતની આતંરરાષ્ટ્રીય સીમા અને અને રાજસ્થાનના બાડમેર જિલ્લા સાથે જોડાયેલી પાકિસ્તાન બોર્ડર મિઠાઇ અને શુભકામનાઓને આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શુભેચ્છાઓની આપ-લે બાડમેના મુનાબાઓ, ગડરા, કેલનોર, સોમરાર અને વરનાહરમાં પણ કરવામાં આવી હતી.
જ્યારે બીએસએફના ડીજી રવિ ગાંધી દ્વારા નડાબેટ ખાતે રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. તેમજ રન ફોર યુનિટી અને બોર્ડર ક્રેસ્ટ થાર કાર રેલીને પણ લીલી ઝંડી દર્શાવવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું. નડાબેટ સીમા દર્શન પરિયોજના ગુજરાત સરકાર અને બીએસએફ દ્વારા કરવામાં આવેલી એક મહત્વની પહેલ છે. જે યુવાઓને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવાની સાથે સીમા પર્યટન સાથે એક વિશિષ્ટ મોડલ તરીકે પણ સામે આવ્યું છે. તેમજ સીમા ક્ષેત્રમાં રોજગારીના અવસર પણ આપે છે.