મિલકત વેરાની રીબેટ યોજનાની મુદ્ત વધારવા ચેરમેન અને વિપક્ષની રજૂઆત
લોકડાઉનની સ્થિતિના કારણે લોકો મિલકતવેરો પણ સમયસર ભરી શકયા નથી. જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા.૩૧ મે સુધી અમલમાં મુકવામાં આવેલી મિલકત વેરાની દસ ટકા રિબેટ યોજના લંબાવવાની જરૂર ઉભી થઈ છે. આ મામલે આજે સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી આ યોજના તા.૩૧ જુલાઈ સુધી લંબાવવા માટે માંગણી કરી છે. એટલું જ નહીં લોકો કોર્પોરેશનની કચેરીએ આવી ના શકે તો અલગ અલગ સેકટરોમાં વાર દીઠ મોબાઈલ વાન મોકલીને મિલકત વેરો ઉઘરાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ રજૂઆત કરાઈ છે.